News Continuous Bureau | Mumbai
ચાતુર્માસનો પ્રારંભ થયો છે અને આ ચાર મહિનામાં પૂજા, જપ, તપ અને સાધનાનું વિશેષ મહત્વ છે.ગુરુવારે(thursday) એટલે કે બૃહસ્પતિવાર ભગવાન વિષ્ણુની (lord vishnu)પૂજા કરવાનો દિવસ છે. એવું માનવામાં આવે છે કે જો ભગવાન વિષ્ણુની સાચા મનથી પૂજા કરવામાં આવે તો વ્યક્તિ તમામ પાપોથી મુક્ત થઈ જાય છે. આવી સ્થિતિમાં ગુરુવારે ભગવાન વિષ્ણુની ભક્તિ માટે વિષ્ણુ સહસ્ત્રનામ સ્તોત્રનો(Vishnu sahastra) પાઠ કરવો ઉત્તમ માનવામાં આવે છે. જો આ પાઠ યોગ્ય પદ્ધતિ અને નિયમો સાથે કરવામાં આવે તો ભગવાન વિષ્ણુ ની કૃપાથી કષ્ટો દૂર થાય છે.
વિષ્ણુ સહસ્રનામ પાઠ ની વિધિ
– આ પાઠ સૂર્યોદય(sunrais) સમયે કરવો શ્રેષ્ઠ માનવામાં આવે છે, જો કે તે દિવસના કોઈપણ સમયે આ પાઠ કરી શકાય છે. આ પાઠ કરતી વખતે શરીર(body) અને મનની શુદ્ધતાનું ખાસ ધ્યાન રાખવાનું છે. .
– ગુરુવારે સ્નાન કર્યા બાદ ભગવાન વિષ્ણુજી અને માતા લક્ષ્મીજીનું(Mata Laxmiji) આહવાન કરી, તેમની વિધિવત પૂજા કરો અને પછી પાઠ શરૂ કરો.
-વિશેષ મનોકામનાની પૂર્તિ માટે, સ્નાન કર્યા પછી, પીળા વસ્ત્રો પહેરો(yellow cloth), પૂજા સ્થાન પર પાણીથી ભરેલું કલશ રાખો. આ પાઠ પાણીના કળશ વગર અધૂરો ગણાય છે.
-કલશ પર આંબાના પાન અને નાળિયેર(coconut) મૂકીને પાઠની શરૂઆત કરો. ત્યારબાદ વિષ્ણુ ભગવાન ને કોઈપણ પીળા રંગ નો ભોગ ધરો.પાઠના અંતે ભગવાન વિષ્ણુને ચઢાવવામાં આવેલ પીળો ભોગ લો.
વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરવાથી થતા લાભ
– એવું માનવામા આવે છે કે, જો ગુરુવાર કે વિશેષ પ્રસંગોએ વ્રત સાથે શ્રી વિષ્ણુ સહસ્રનામ સ્તોત્રનો (Vishnushashtra)પાઠ કરવામાં આવે તો ઘરમાં સુખ, સમૃદ્ધિ અને ધનની વૃદ્ધિ થાય છે.
– આ પાઠ કરવાથી સંતાન પક્ષ નું સુખ મળે છે.
– કુંડળીમાં ગુરૂની અશુભ અસર ઘટાડવા માટે શ્રી વિષ્ણુ સહસ્રનામ સ્તોત્ર ખૂબ જ ફળદાયી છે.
– વિષ્ણુ સહસ્ત્રનામમાં ભગવાન વિષ્ણુના 1000 નામોનું વર્ણન કરવામાં આવ્યું છે. આ પાઠ કરવાથી વ્યક્તિની ભૌતિક ઈચ્છાઓ પૂર્ણ થાય છે.
– જે લોકો ના લગ્ન માં(marriage) બાધા આવતી હોય તેવા લોકો એ આ પાઠ રોજ કરવો જોઈએ.
– એવું માનવામાં આવે છે કે દરરોજ ફક્ત વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ સાંભળવાથી ભય દૂર થાય છે અને વ્યક્તિને લક્ષ્ય પ્રાપ્ત કરવાની શક્તિ મળે છે.
– જો દામ્પત્ય જીવન(married life) માં બાધા આવતી હોય તો તેમને નિત્ય આ પાઠ કરવો જોઈએ.
– દરરોજ વિષ્ણુ સહસ્ત્રનામનો જાપ કરવાથી પણ આત્મવિશ્વાસ (confidence)વધે છે. મન એકાગ્ર રહે છે.તણાવ દૂર થાય છે.
– વિષ્ણુ સહસ્ત્રનામનો નિયમિત જાપ કરવાથી ઘરમાં સૌભાગ્ય અને સુખ આવે છે. નાણાકીય બાજુ (financial position)મજબૂત બને છે.
આ સમાચાર પણ વાંચો : જો તમને પણ રાત્રી ના સમયે આ કામ કરવાની આદત હોય તો આજ થી જ કરો તેને બંધ- માતા લક્ષ્મી થાય છે નારાજ-સર્જાશે પૈસાની તંગી