News Continuous Bureau | Mumbai
દિવાળીના નવા વર્ષની શરૂઆત બાદ પુનમને દિવસે દેવ દિવાળી મનાવવામાં આવે છે. આ વખતે દેવ દિવાળીના દિવસે ખગ્રાસ ચંદ્ર ગ્રહણનો યોગ સર્જાયો છે. એટલે કે 2022 વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ આજે થશે અને આ ગ્રહણ ભારતમાં દેખાશે. આ ચંદ્રગ્રહણ ભારતમાં દેખાશે તેથી તેનો સૂતક કાળ પણ માન્ય રહેશે. એટલે જ્યોતિષીઓ(astrologers) લોકોને આ ગ્રહણથી સાવચેત રહેવાની સલાહ આપી રહ્યા છે. તો ચાલો જાણીએ કે, વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ ભારતમાં કયા સમયે દેખાશે અને તેના સુતક કાળનો સમય શું હશે.
2022 વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ એશિયા, ઉત્તર-પૂર્વ યુરોપ, ઓસ્ટ્રેલિયા, પેસિફિક મહાસાગર, હિંદ મહાસાગર, ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકાના મોટાભાગના ભાગોમાંથી દેખાશે. તો ભારતમાં, આ ચંદ્રગ્રહણ દેશના પૂર્વ ભાગોમાં પટના, રાંચી, કોલકાતા, ગુવાહાટી, સિલિગુડી જેવા શહેરોમાં સ્પષ્ટ રીતે દેખાશે, જ્યારે અન્ય શહેરોમાં આંશિક રીતે દેખાશે.
આ સમાચાર પણ વાંચો: Shukra Gochar- 11 નવેમ્બરથી ચમકશે આ રાશિના ભાગ્યના સિતારા- શુક્ર ખુશીઓથી ભરી દેશે
ભારતીય સમય અનુસાર આ વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ 08 નવેમ્બરે સાંજે 5:20 વાગ્યે શરૂ થશે અને સાંજે 06.20 સુધી ચાલશે. તેનો સુતક સમયગાળો ચંદ્રગ્રહણ પહેલા 9 કલાક લે છે. તેથી, તમારે ચંદ્રગ્રહણના 9 કલાક પહેલા આ માટે તૈયાર રહેવું જોઈએ. આજના ચંદ્રગ્રહણનો સુતક કાળ સવારે 09:21થી થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં સુતક કાળની શરૂઆતથી લઈને ચંદ્રગ્રહણના અંત સુધી કોઈ પણ શુભ કાર્ય કરવામાં આવશે નહીં. તેમજ ખાવું નહીં અને સૂવું નહીં. સગર્ભા સ્ત્રીઓ, વૃદ્ધો અને બાળકોનું વિશેષ ધ્યાન રાખો. સુતક કાળ ચંદ્રગ્રહણના અંત સાથે સમાપ્ત થશે.