Site icon

આજનો દિન વિશેષ(02/09/2020) – આજથી શ્રાદ્ધપક્ષ શરૂ

પરિવારના જે પૂર્વજોનું દેહાંત થઈ ચૂક્યું છે, તેમને પિતૃ કહેવામાં આવે છે. જ્યાં સુધી કોઈ વ્યક્તિ મૃત્યુ બાદ પુનર્જન્મ નથી લેતું, ત્યાં સુધી તે સુક્ષ્‍મલોકમાં રહે છે. એવું માનવામાં આવે છે કે આ પિતૃઓનો આશીર્વાદ સુક્ષ્‍મલોકથી પરિવારજનોને મળતો રહે છે. પિતૃપક્ષમાં પિતૃ ધરતી પર આવીને લોકોને આશીર્વાદ આપે છે અને તેમની સમસ્યાઓ દૂર કરે છે. પિતૃ એટલે કે આપણા મૃત પૂર્વજોનુ તર્પણ કરવાનો હિન્દુ ધર્મની એક ખૂબ પ્રાચીન પ્રથા અને પર્વ. હિન્દુ ધર્મમાં શ્રાદ્ધ પક્ષના સોળ દિવસ નક્કી કરવામા આવ્યા છે. જેથી તમે તમારા પૂર્વજોને યાદ કરો અને તેમનુ તર્પણ કરાવીને તેમને શાંતિ અને તૃપ્તિ પ્રદાન કરો. આજથી પિતૃપક્ષ શરૂ થઈ ગયો છે જે 17 સપ્ટેમ્બર સુધી રહેશે. 

પિતૃપક્ષમાં પૂર્વજોને સ્મરણ અને તેમની પૂજા કરવાથી તેમની આત્માને શાંતિ મળે છે. જે તિથિ પર આપણા પરિવારના સભ્યનું મૃત્યુ થયું હોય તે શ્રાદ્ધની તિથિ કહેવામાં આવે છે. ઘણા લોકોને પોતાના પરિવારજનોના મૃત્યુની તિથિ યાદ નથી રહેતી આવી પરિસ્થિતિમાં શાસ્ત્રોના અનુસાર આશ્વિન અમાસને તર્પણ કરવામાં આવી શકે છે. આ માટે અમાસને સર્વપિતૃ અમાસ કહેવામાં આવે છે….

Join Our WhatsApp Community
Guru Transit : ગુરુના કર્ક રાશિમાં પ્રવેશથી આ ત્રણ રાશિના અટકેલા કામ થશે પૂર્ણ, લગ્નમાં આવતી અડચણો દૂર થશે
Karva Chauth: કરવા ચોથ પર ગ્રહોનો બની રહ્યો છે શુભ સંયોગ, ચોથ નું વ્રત આ 3 રાશિઓ માટે રહેશે અત્યંત શુભ
Today’s Horoscope : આજનો દિવસ: ૭ ઓક્ટોબર ૨૦૨૫, મંગળવાર, જાણો આપનું રાશિફળ
Dhanteras 2025: 18 ઓક્ટોબરે ધનતેરસ છે, પણ તે પહેલાં પણ છે ખરીદી માટે શુભ સમય, જાણો તેના વિશે અહીં
Exit mobile version