Site icon News Continuous Bureau | Mumbai

Today’s Horoscope : આજે 17 ઓક્ટોબર 2023, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

Today’s Horoscope : આજે 17 ઓક્ટોબર 2023, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

Today's Horoscope : Today 2 November 2023, know today's horoscope and horoscope.

Today's Horoscope : Today 2 November 2023, know today's horoscope and horoscope.

News Continuous Bureau | Mumbai 

Today’s Horoscope : 

Join Our WhatsApp Channel

આજનો દિવસ
૧૭ ઓક્ટોબર ૨૦૨૩, મંગળવાર

“તિથિ” – આસો સુદ ત્રીજ

“દિન મહીમા”

ચંદ્રધટા ત્રીજ, સિંદુર ત્રીજ, વિછુંડો બેસે ૧૪:૨૦,ગરીબી નાબૂદી દિવસ, મુ.રબીઆખર, સ્વામી. મંદિર પાટોત્સવ-જયપુર અને નાગપુર, નોરતું-૩, તુલા સંક્રાતિ સૂર્ય તુલામાં ૨૫:૩૦, રવિયોગ ૨૦:૩૧થી, રાજયોગ ૨૦:૩૧ થી ૨૫:૨૭

“સુર્યોદય” – ૬.૩૪ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૬.૧૩ (મુંબઈ)

“રાહુ કાળ” – ૧૫.૧૯ થી ૧૬.૪૬

“ચંદ્ર” – તુલા, વૃશ્ચિક (૧૪.૧૮)
આજે જન્મેલા બાળકની રાશી બપોરે ૨.૧૮ સુધી તુલા રહેશે ત્યારબાદ વૃશ્ચિક રહેશે.

“નક્ષત્ર” – વિશાખા, અનુરાધા (૨૦.૩૦)

“ચંદ્ર વાસ” – પશ્ચિમ, ઉત્તર (૧૪.૧૮)
બપોરે ૨.૧૮ સુધી દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક ત્યાર બાદ પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
ચલઃ ૯.૨૯ – ૧૦.૫૬
લાભઃ ૧૦.૫૬ – ૧૨.૨૪
અમૃતઃ ૧૨.૨૪ – ૧૩.૫૧

રાત્રીનાં ચોઘડિયા
લાભઃ ૧૯.૪૬ – ૨૧.૧૯
શુભઃ ૨૨.૫૧ – ૨૪.૨૪
અમૃતઃ ૨૪.૨૪ – ૨૫.૫૭
ચલઃ ૨૫.૫૭ – ૨૭.૨૯

આ સમાચાર પણ વાંચો : Mumbai Airport: દેશનું સૌથી વ્યસ્ત રહેતું મુંબઈ એરપોર્ટ આજે 6 કલાક માટે રહેશે બંધ.. જાણો શું છે કારણ…

રાશી ભવિષ્ય

“મેષઃ” (અ,લ,ઇ)-
નજીકના ક્ષેત્રો માં મધ્યમ રહે પરંતુ દૂર દેશ થી સારા સમાચાર મળે,આગળ વધવાની તક મળે.

“વૃષભઃ” (બ,વ,ઉ)-
જાહેરજીવનમાં સારું રહે, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય, નવા મિત્રો બનાવી શકો, શુભ દિન.

“મિથુનઃ”(ક, છ, ઘ)-
તબિયતની કાળજી લેવી, ખાવા-પીવા માં ખ્યાલ રાખવો પડે, જીવન પદ્ધતિમાં ફેરફાર કરવા પડે .

“કર્કઃ”(ડ,હ)-
પ્રણયમાર્ગે આગળ વધી શકો, પ્રિયપાત્ર થી મુલાકાત થાય, મનની વાત વ્યક્ત કરી શકો , આનંદદાયક દિવસ .

“સિંહઃ”(મ,ટ)-
જમીન મકાન વાહન સુખ સારું રહે, પ્રોપર્ટી અંગે યોગ્ય નિર્ણય કરી શકો, દિવસ લાભદાયક રહે.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-
મિત્રોની મદદ થી કાર્ય થાય, ભાઈ ભાંડુ સુખ સારું રહે, પરિવાર સાથે આનંદ કરી શકો.

“તુલાઃ”(ર,ત)-
તમારા સૌમ્ય વાણી વર્તન થી કાર્ય સિદ્ધ થાય, એકધારા પ્રયત્નોથી સફળતા મળે, આગળ વધી શકો .

“વૃશ્ચિકઃ”(ન,ય)-
નોકરી ધંધો શોધતા મિત્રો માટે શુભ દિન, કામકાજમાં સફળતા મળે, દિવસ પ્રગતિકારક અને શુભ રહે.

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
કામકાજ માં નુકસાની ના જાય એ જોવું, ભાગીદારીમાં સંભાળવું, નવા સાહસ માં કાળજી રાખવી, મધ્યમ દિવસ.

“મકરઃ”(ખ,જ)-
સગા સ્નેહી મિત્રો થી સારું રહે, લેખન વાંચન મંથન થી આનંદ મળે, રચનાત્મક કાર્ય કરી શકો.

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
વેપારીવર્ગ ને સારું રહે, સ્ત્રી વર્ગ માટે પણ દિવસ ઉત્સાહજનક રહે, નોકરિયાતવર્ગે સમજી ને ચાલવું.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
ધ્યાન યોગ મૌન થી લાભ થાય, ધાર્મિક કાર્ય માં સહભાગી થઇ શકો, આધ્યાત્મિક ચિંતન થાય, પવિત્ર વ્યક્તિને મળી શકો.

Crystal Tree Feng Shui Benefits પૈસા ટકતા નથી કે વારંવાર બીમાર પડો છો? ઘરની આ દિશામાં રાખો ક્રિસ્ટલ ટ્રી; દૂર થશે આર્થિક તંગી
Today’s Horoscope : આજનો દિવસ: ૧૩ ઓગસ્ટ ૨૦૨૬, ગુરુવાર, જાણો આપનું રાશિફળ
Today’s Horoscope : આજનો દિવસ: ૧૨ ઓગસ્ટ ૨૦૨૬, બુધવાર, જાણો આપનું રાશિફળ
Solar and Lunar Eclipse 2026 ૧૬ દિવસમાં ૨ ગ્રહણ! પહેલાસૂર્ય પછી ચંદ્ર ગ્રહણ, ૧૨ રાશિઓ માટે કેવું રહેશે આ ‘આફત’ કાળ?
Exit mobile version