News Continuous Bureau | Mumbai
Today’s Horoscope : આજનો દિવસ
૧ જૂન ૨૦૨૬, સોમવાર, વિક્રમ સંવત ૨૦૮૨
“તિથિ” – અધિક જેઠ વદ એકમ
“દિન મહીમા”
વિછુંડો ઉતરે ૧૯ઃ૧૦, ગુરુ કર્કમાં ૨૫ઃ૪૯, બાલસુરક્ષા દિન, બ્રાહ્મણને ઘઉંનું દાન કરવું
“સુર્યોદય” – ૦૬.૦૧(મુંબઈ)
“સુર્યાસ્ત” – ૦૭.૧૧(મુંબઈ)
“રાહુ કાળ” – ૦૭.૪૦ થી ૦૯.૧૯
“ચંદ્ર” – વૃશ્ચિક, ધનુ(૧૯.૦૭)
આજે જન્મેલા બાળકની રાશી સાંજે ૭.૦૭ સુધી વૃશ્ચિક રહેશે ત્યારબાદ રાશી ધનુ રહેશે.
“નક્ષત્ર” – જયેષ્ઠા,મૂળ(૧૯.૦૭)
“ચંદ્ર વાસ” – ઉત્તર, પૂર્વ(૧૯.૦૭)
સાંજે ૭.૦૭ સુધી પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક ત્યાર બાદ ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક પ્રવાસ રહે.
દિવસનાં ચોઘડિયા
અમૃતઃ ૦૬.૦૨ – ૦૭.૪૦
શુભઃ ૦૯.૧૯ – ૧૦.૫૮
ચલઃ ૧૪.૧૫ – ૧૫.૫૪
લાભઃ ૧૫ઃ૫૪ – ૧૭.૩૩
અમૃતઃ ૧૭.૩૩ – ૧૯.૧૧
રાત્રીનાં ચોઘડિયા
ચલઃ ૧૯.૧૧ – ૨૦.૩૩
લાભઃ ૨૩.૧૫ – ૨૪.૩૬
શુભઃ ૨૫.૫૮ – ૨૭.૧૯
અમૃતઃ ૨૭.૧૯ – ૨૮.૪૦
ચલઃ ૨૮.૪૦ – ૩૦.૦૧
રાશી ભવિષ્ય
“મેષઃ” (અ,લ,ઇ)-
ધાર્યા કામ પાર પાડી શકો, હકારાત્મક વિચારોથી લાભ થાય, દિવસ પ્રગતિકારક રહે.
“વૃષભઃ” (બ,વ,ઉ)-
ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણમાં આવે, આગળ વધવાની તક મળે, દૈવી સહાય પ્રાપ્ત થાય, શુભ દિન.
“મિથુનઃ”(ક, છ, ઘ)-
આંતરિક સંબંધોમાં સારું રહે, મતભેદ નિવારી શકો, વડીલોની સલાહ ધ્યાન પર લેવી જરૂરી બને.
“કર્કઃ”(ડ,હ)-
નિયમિત જીવનપદ્ધતિ થી આગળ વધશો તો સફળતા મળશે, રોજનીશી લખવાની ટેવ કામ લાગશે, ભૂતકાળ પર થી શીખવું પડે.
“સિંહઃ”(મ,ટ)-
વિદેશ જવા ઈચ્છતા કે ઉચ્ચ અભ્યાસ કરવા ઈચ્છતા મિત્રોને સારી તક પુરી પાડતો દિવસ, સ્ત્રીવર્ગને પણ સારું રહે.
“કન્યાઃ”(પ,ઠ,ણ)-
પરિવાર સાથે આનંદ માણી શકો, નવી વ્યક્તિઓને ઉત્સાહપૂર્વક મળી શકો, દિવસ લાભદાયક રહે.
“તુલાઃ”(ર,ત)-
નવા કાર્યમાં ઈશ્વરી સહાય મળે, વિચારોમાં નવીનતા આવે, રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો.
“વૃશ્ચિકઃ”(ન,ય)-
તમારા શોખ માટે સમય ફાળવી શકો, મન થી હળવાશ અનુભવી શકો, આગળ વધવાની તક પ્રાપ્ત થાય.
“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
જીવનમાં નવા પરિવર્તનનો પવન ફૂકાતો જોવા મળે, તમારી પ્રતિભામાં વૃદ્ધિ થાય, કાર્યની સરાહના થાય, શુભ દિન.
“મકરઃ”(ખ,જ)-
બીજાની ચિંતા ના કરતા સ્વયં પર ધ્યાન આપવું, ખર્ચ પર અંકુશ રાખવો, નેગેટિવ વિચારો ટાળવા સલાહ છે.
“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
મિત્રો સાથે આનંદ માણી શકો, ગમતી પ્રવૃત્તિ કરી શકો, અચાનક કોઈ તક ઉભી થતી જણાય.
“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
વેપારીવર્ગને લાભ થાય, સ્ત્રીવર્ગને મધ્યમ, નોકરિયાતવર્ગ ને સારું રહે, ઈચ્છીત પરિણામ પ્રાપ્ત કરી શકો.
