News Continuous Bureau | Mumbai
આજનો દિવસ
૧૦ ઓગસ્ટ ૨૦૨૪, શનિવાર
“તિથિ” – શ્રાવણ સુદ છઠ્ઠ
“દિન મહીમા”
વર્ણ/ હળ છઠ્ઠ, રાંધણ છઠ્ઠ (દ.ગુજ.), કલ્કી જયંતિ, સિધ્ધિયોગ ર૯.૪૯થી, પારસી ગાથા-૧, મહાલક્ષ્મી સ્થા.પૂજન, નેમીનાથ દિક્ષા, અશ્વસ્થમારૂતિ પૂજન, રવિયોગ ર૯:૪૯ સુધી, સિંહ દિન
Today’s Horoscope : મુંબઈમાં સૂર્યોદય અને સૂર્યાસ્ત સમય ( panchang Mumbai )
“સુર્યોદય” – ૬.૧૯ (મુંબઈ)
“સુર્યાસ્ત” – ૭.૦૭ (મુંબઈ)
“રાહુ કાળ” – ૯.૩૨ થી ૧૧.૦૮
“ચંદ્ર” – કન્યા, તુલા (૧૬.૧૭)
આજે જન્મેલા બાળકની રાશી સાંજે ૪.૧૭ સુધી કન્યા ત્યારબાદ રાશી તુલા રહેશે.
“નક્ષત્ર” – ચિત્રા
“ચંદ્ર વાસ” – દક્ષિણ, પશ્ચિમ (૧૬.૧૭)
સાંજે ૪.૧૭ સુધી પૂર્વ-દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક ત્યાર બાદ દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક પ્રવાસ થાય.
દિવસનાં ચોઘડિયા
શુભઃ ૭.૫૫ – ૯.૩૨
ચલઃ ૧૨.૪૪ – ૧૪.૨૦
લાભઃ ૧૪.૨૦ – ૧૫.૫૬
અમૃતઃ ૧૫.૫૬ – ૧૭.૩૨
રાત્રીનાં ચોઘડિયા
લાભઃ ૧૯.૦૮ – ૨૦.૩૨
શુભઃ ૨૧.૫૬ – ૨૩.૨૦
અમૃતઃ ૨૩.૨૦ – ૨૪.૪૪
ચલઃ ૨૪.૪૪ – ૨૬.૦૮
લાભઃ ૨૮.૫૬ – ૩૦.૨૦
Today’s Horoscope : રાશી ભવિષ્ય
“મેષઃ” (અ,લ,ઇ)-
તમારા મનમાં રહેલી કોઈ ઈચ્છા પૂરી થાય, જાહેરજીવનમાં સારું રહે. એક સાથે ઘણા લોકોને મળવાનું થાય.
“વૃષભઃ” (બ,વ,ઉ)-
કામકાજમાં વ્યસ્તતા રહે , મનમાં થોડી અશાંતિ જોવા મળે, બેચેની જેવું લાગ્યા કરે, મધ્યમ દિવસ.
“મિથુનઃ”(ક, છ, ઘ)-
પ્રણયમાર્ગે આગળ વધી શકો, પ્રિયપાત્ર થી મુલાકાત થાય, મનની વાત વ્યક્ત કરી શકો, શુભ દિન.
“કર્કઃ”(ડ,હ)-
તમામ ભૌતિક સુખ સગવડ મળે, દિવસ આરામદાયક રહે, સ્ત્રીવર્ગને સારું રહે, વેપારીવર્ગને મધ્યમ.
“સિંહઃ”(મ,ટ)-
રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો, નવા કાર્યમાં આગળ વધી શકો, ગણતરીપૂર્વકના સાહસમાં લાભ થાય.
“કન્યાઃ”(પ,ઠ,ણ)-
તમારા સૌમ્ય વાણી વર્તન થી લાભ થાય, લોકો તમારી સલાહ માને અને આદર આપે, આગળ વધી શકો.
“તુલાઃ”(ર,ત)-
તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય, કલા સંસ્કૃતિમાં રસ લઇ શકો, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય.
“વૃશ્ચિકઃ”(ન,ય)-
ખર્ચ પર અંકુશ રાખવો, બિનજરૂરી નાણાંનો વ્યય ના કરવા સલાહ છે, પૈસા નું આયોજન કરવું જરૂરી છે.
“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
સગા સ્નેહી મિત્રો થી સારું રહે, અન્યની મદદ થી કાર્ય પૂર્ણ થાય, આગળ વધવાની તક પ્રાપ્ત થાય.
“મકરઃ”(ખ,જ)-
કામકાજ માં સફળતા મળે, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી શકો, મિત્રોની મદદ મળી રહે, શુભ દિન.
“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો, ભાગ્યની દેવી રીઝતી જણાય, નવીન તક હાથ માં આવે, પ્રગતિ થાય.
“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
માનસિક ટેન્શન રહ્યા કરે, કામ માં રુકાવટ આવતી જોવા મળે, અણધાર્યા પ્રશ્નો નું નિરાકરણ કરવામાં સમય વીતે.
(Note: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)
