News Continuous Bureau | Mumbai
Today’s Horoscope : આજનો દિવસ
૧૨ નવેમ્બર ૨૦૨૬, ગુરુવાર, વિક્રમ સંવત ૨૦૮૩
“તિથિ” – કારતક સુદ ત્રીજ
“દિન મહીમા”
ગૌરીવ્રત, જૈન સુવિધીનાથ કેવળ જ્ઞાન, રવિયોગ ૧૪:૨૧ થી, વિછુંડો ઉતરે ૧૪:૨૧, નિતીસાગર મહારાજ પૂ.તિથી, મંગળ સિંહ રાશીમાં ૨૦:૨૨, જન પ્રસારણ દિવસ
“સુર્યોદય” – ૬.૪૫ (મુંબઈ)
“સુર્યાસ્ત” – ૫.૫૯ (મુંબઈ)
“રાહુ કાળ” – ૧૩.૪૭ થી ૧૫.૧૧
“ચંદ્ર” – વૃશ્ચિક, ધનુ (૧૪.૧૮)
આજે જન્મેલા બાળકની રાશી બપોરે ૨.૧૮ સુધી વૃશ્ચિક રહેશે ત્યારબાદ ધનુ રહેશે.
“નક્ષત્ર” – જયેષ્ઠા, મૂળ (૧૪.૧૮)
“ચંદ્ર વાસ” – ઉત્તર, પૂર્વ (૧૪.૧૮)
બપોરે ૨.૧૮ સુધી પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક ત્યારબાદ ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક પ્રવાસ રહે.
દિવસનાં ચોઘડિયા
શુભઃ ૦૬.૪૫ – ૦૮.૧૦
ચલઃ ૧૦.૫૮ – ૧૨.૨૨
લાભઃ ૧૨.૨૨ – ૧૩.૪૭
શુભઃ ૧૬.૩૫ – ૧૮.૦૦
રાત્રીનાં ચોઘડિયા
અમૃતઃ ૧૮.૦૦ – ૧૯.૩૫
ચલઃ ૧૯.૩૫ – ૨૧.૧૧
લાભઃ ૨૪.૨૩ – ૨૫.૫૯
શુભઃ ૨૭.૩૪ – ૨૯.૧૦
અમૃતઃ ૨૯.૧૦ – ૩૦.૪૬
રાશી ભવિષ્ય
“મેષઃ” (અ,લ,ઇ)-
ધાર્યા કામ પાર પાડી શકો, હકારાત્મક વિચારોથી લાભ થાય, દિવસ પ્રગતિકારક રહે.
“વૃષભઃ” (બ,વ,ઉ)-
ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણમાં આવે, આગળ વધવાની તક મળે, દૈવી સહાય પ્રાપ્ત થાય, શુભ દિન.
“મિથુનઃ”(ક, છ, ઘ)-
આંતરિક સંબંધોમાં સારું રહે, મતભેદ નિવારી શકો, વડીલોની સલાહ ધ્યાન પર લેવી જરૂરી બને.
“કર્કઃ”(ડ,હ)-
નિયમિત જીવનપદ્ધતિ થી આગળ વધશો તો સફળતા મળશે, રોજનીશી લખવાની ટેવ કામ લાગશે, ભૂતકાળમાંથી શીખવું પડે.
“સિંહઃ”(મ,ટ)-
વિદેશ જવા ઈચ્છતા કે ઉચ્ચ અભ્યાસ કરવા ઈચ્છતા મિત્રોને સારી તક પુરી પાડતો દિવસ, સ્ત્રીવર્ગને પણ સારું રહે.
“કન્યાઃ”(પ,ઠ,ણ)-
પરિવાર સાથે આનંદ માણી શકો, દિવસ, નવી વ્યક્તિઓને ઉત્સાહપૂર્વક મળી શકો, દિવસ લાભદાયક રહે.
“તુલાઃ”(ર,ત)-
નવા કાર્યમાં ઈશ્વરી સહાય મળે, વિચારોમાં નવીનતા આવે, રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો.
“વૃશ્ચિકઃ”(ન,ય)-
તમારા શોખ માટે સમય ફાળવી શકો, મન થી હળવાશ અનુભવી શકો, આગળ વધવાની તક પ્રાપ્ત થાય.
“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
જીવનમાં નવા પરિવર્તનનો પવન ફૂકાતો જોવા મળે, તમારી પ્રતિભામાં વૃદ્ધિ થાય, કાર્યની સરાહના થાય, શુભ દિન.
“મકરઃ”(ખ,જ)-
બીજાની ચિંતા ના કરતા સ્વયં પર ધ્યાન આપવું, ખર્ચ પર અંકુશ રાખવો, નેગેટિવ વિચારો ટાળવા સલાહ છે.
“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
મિત્રો સાથે આનંદ માણી શકો, ગમતી પ્રવૃત્તિ કરી શકો, અચાનક કોઈ તક ઉભી થતી જણાય.
“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
વેપારીવર્ગને લાભ થાય, સ્ત્રીવર્ગને મધ્યમ, નોકરિયાતવર્ગ ને સારું રહે, ઈચ્છિત પરિણામ પ્રાપ્ત કરી શકો.
