News Continuous Bureau | Mumbai
Today’s Horoscope : આજનો દિવસ
૧૬ સપ્ટેમ્બર ૨૦૨૬, બુધવાર, વિક્રમ સંવત ૨૦૮૨
“તિથિ” – ભાદરવો સુદ પાંચમ
“દિન મહીમા”
દ્વીતીય સ્વરૂપોત્સવ, વિછુંડો બેસે ૧૦.૫૧, અમૃતસિદ્ધિયોગ ૧૭.૨૩ થી, કુમારયોગ ૧૭.૨૩ સુધી, જૈન સવંત્સરી (પં.પક્ષ) – મિચ્છામિ દુક્કડમ્, રવિયોગ ૧૭.૨૩ થી, વર્લ્ડ ઓઝોન ડે
“સુર્યોદય” – ૦૬.૨૭(મુંબઈ)
“સુર્યાસ્ત” – ૬.૩૯(મુંબઈ)
“રાહુ કાળ” – ૧૨.૩૩ થી ૧૪.૦૫
“ચંદ્ર” – તુલા, વૃશ્ચિક (૧૦.૪૮)
આજે જન્મેલા બાળકની રાશી સવારે ૧૦.૪૮ સુધી તુલા રહેશે ત્યારબાદ રાશી વૃશ્ચિક રહેશે
“નક્ષત્ર” – વિશાખા,અનુરાધા (૧૭.૨૧)
“ચંદ્ર વાસ” – પશ્ચિમ, ઉત્તર (૧૦.૪૮)
સવારે ૧૦.૪૮ સુધી દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક ત્યાર બાદ પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક પ્રવાસ થાય.
દિવસનાં ચોઘડિયા
લાભઃ ૦૬.૨૭ – ૦૭.૫૯
અમૃતઃ ૦૭.૫૯ – ૦૯.૩૦
શુભઃ ૧૧.૦૨ – ૧૨.૩૩
ચલઃ ૧૫.૩૬ – ૧૭.૦૮
લાભઃ ૧૭.૦૮ – ૧૮.૩૯
રાત્રીનાં ચોઘડિયા
શુભઃ ૨૦.૦૮ – ૨૧.૩૬
અમૃતઃ ૨૧.૩૬ – ૨૩.૦૫
ચલઃ ૨૩.૦૫ – ૨૪.૩૩
લાભઃ ૨૭.૩૦ – ૨૮.૫૯
રાશી ભવિષ્ય
“મેષઃ” (અ,લ,ઇ)-
નજીકના ક્ષેત્રો માં મધ્યમ રહે પરંતુ દૂર દેશ થી સારા સમાચાર મળે, આગળ વધવાની તક મળે.
“વૃષભઃ” (બ,વ,ઉ)-
જાહેરજીવનમાં સારું રહે, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય, નવા મિત્રો બનાવી શકો, શુભ દિન.
“મિથુનઃ”(ક, છ, ઘ)-
તબિયતની કાળજી લેવી, ખાવા-પીવા માં ખ્યાલ રાખવો પડે, જીવન પદ્ધતિમાં ફેરફાર કરવા પડે.
“કર્કઃ”(ડ,હ)-
પ્રણયમાર્ગે આગળ વધી શકો, પ્રિયપાત્ર થી મુલાકાત થાય, મનની વાત વ્યક્ત કરી શકો, આનંદદાયક દિવસ.
“સિંહઃ”(મ,ટ)-
જમીન મકાન વાહન સુખ સારું રહે, પ્રોપર્ટી અંગે યોગ્ય નિર્ણય કરી શકો, દિવસ લાભદાયક રહે.
“કન્યાઃ”(પ,ઠ,ણ)-
મિત્રોની મદદ થી કાર્ય થાય, ભાઈ ભાંડુ સુખ સારું રહે, પરિવાર સાથે આનંદ કરી શકો.
“તુલાઃ”(ર,ત)-
તમારા સૌમ્ય વાણી વર્તન થી કાર્ય સિદ્ધ થાય,એકધારા પ્રયત્નોથી સફળતા મળે, આગળ વધી શકો.
“વૃશ્ચિકઃ”(ન,ય)-
નોકરી ધંધો શોધતા મિત્રો માટે શુભ દિન, કામકાજમાં સફળતા મળે, દિવસ પ્રગતિકારક અને શુભ રહે.
“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
કામકાજ માં નુકસાની ના જાય એ જોવું, ભાગીદારીમાં સંભાળવું, નવા સાહસ માં કાળજી રાખવી, મધ્યમ દિવસ.
“મકરઃ”(ખ,જ)-
સગા સ્નેહી મિત્રો થી સારું રહે, લેખન વાંચન મંથન થી આનંદ મળે, રચનાત્મક કાર્ય કરી શકો.
“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
વેપારીવર્ગ ને સારું રહે, સ્ત્રી વર્ગ માટે પણ દિવસ ઉત્સાહજનક રહે, નોકરિયાતવર્ગે સમજી ને ચાલવું.
“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
ધ્યાન યોગ મૌન થી લાભ થાય, ધાર્મિક કાર્ય માં સહભાગી થઇ શકો, આધ્યાત્મિક ચિંતન થાય, પવિત્ર વ્યક્તિને મળી શકો.
