Site icon

Today’s Horoscope : આજનો દિવસ:૧૮ ફેબ્રુઆરી ૨૦૨૬, બુધવાર, જાણો આપનું રાશિફળ

Today’s Horoscope : ૧૮ ફેબ્રુઆરી ૨૦૨૬, બુધવાર, વિક્રમ સંવત ૨૦૮૧ નો શુભ દિવસ છે. હિન્દુ પંચાંગ અનુસાર, આજે ફાગણ સુદ એકમ છે

todays horoscope today 18 February 2026 know todays horoscope prediction and almanac

todays horoscope today 18 February 2026 know todays horoscope prediction and almanac

News Continuous Bureau | Mumbai

Today’s Horoscope : આજનો દિવસ

૧૮ ફેબ્રુઆરી ૨૦૨૬, બુધવાર, વિક્રમ સંવત ૨૦૮૨

Join Our WhatsApp Community

 

“તિથિ” – ફાગણ સુદ એકમ

 

“દિન મહીમા”

ફાગણ માસ આરંભ, પંચક, વસંત ૠતુ પ્રારંભ, પયોવ્રત આરંભ, ઈષ્ટી, ચંદ્રદર્શન, મુ.૧૫ મહર્ધ, સાયન સૂર્ય મીનમાં ૨૧ઃ૨૩

 

“સુર્યોદય” – ૦૭.૦૬(મુંબઈ)

 

“સુર્યાસ્ત” – ૦૬.૩૮(મુંબઈ)

 

“રાહુ કાળ” – ૧૨.૫૩ થી ૧૪.૧૯

 

“ચંદ્ર” – કુંભ

આજે જન્મેલા બાળકની રાશી કુંભ રહેશે.

 

“નક્ષત્ર” – શતભિષ, પૂર્વભાદ્રપદ (૨૧.૧૫)

 

“ચંદ્ર વાસ” – પશ્ચિમ

દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક પ્રવાસ થાય.

 

દિવસનાં ચોઘડિયા

લાભઃ ૦૭.૦૬ – ૦૮.૩૩

અમૃતઃ ૦૮.૩૩ – ૦૯.૫૯ 

શુભઃ ૧૧.૨૬ – ૧૨.૫૩ 

ચલઃ ૧૫.૪૬ – ૧૭.૧૨ 

લાભઃ ૧૭.૧૨ – ૧૮.૩૯

 

રાત્રીનાં ચોઘડિયા

શુભઃ ૨૦.૧૨ – ૨૧.૪૫ 

અમૃતઃ ૨૧.૪૫ – ૨૩.૧૯ 

ચલઃ ૨૩.૧૯ – ૨૪.૫૨ 

લાભઃ ૨૭.૫૯ – ૨૯.૩૨ 

 

રાશી ભવિષ્ય

 

“મેષઃ” (અ,લ,ઇ)-

મનમાં અન્ય પ્રત્યે અભાવ આવી શકે છે પરંતુ નકારાત્મક વિચારો ટાળવા સલાહ છે, દિવસ મધ્યમ રહે.

 

“વૃષભઃ” (બ,વ,ઉ)-

ઉતાવળે કાર્ય નહિ કરી શકો ધીમી પ્રગતિ જોવા મળે, કામકાજમાં સફળતા મળે.

 

“મિથુનઃ”(ક, છ, ઘ)-

સંઘર્ષ પછી સફળતા મળે, ધંધો રોજગાર શોધતા મિત્રો માટે શુભ, પ્રગતિકારક દિવસ.

 

“કર્કઃ”(ડ,હ)-

તમે કરેલા કાર્યના સારા પરિણામ મેળવી શકશો, પોઝિટિવ વિચારોથી આગળ વધશો તો અવશ્ય કાર્યસિદ્ધિ મળશે.

 

“સિંહઃ”(મ,ટ)-

અટવાયેલા કાર્ય પૂર્ણ થાય, કોર્ટ કચેરીમાં સારું રહે, ઘણા સમય થી રાહ જોઈ રહ્યા હોય તેવી બાબતો સામે આવે.

 

“કન્યાઃ”(પ,ઠ,ણ)-

લાગણીના સંબંધોમાં સારી અનુભૂતિ થાય, અંગત સંબંધોમાં સારું રહે, મનની વાત વ્યક્ત કરી શકો.  

 

“તુલાઃ”(ર,ત)-

સવાર બાજુ દોડધામ રહે, સાંજ ખુશનુમા વીતે, ઈચ્છીત પરિણામ મેળવી શકો, શુભ દિન.

 

“વૃશ્ચિકઃ”(ન,ય)-

ઉચ્ચ અભ્યાસ કરવા ઇચ્છતા મિત્રોને સારી તક પ્રાપ્ત થાય, વિદેશ જવા માંગતા મિત્રોને પણ વાત આગળ વધે.

 

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-

આધ્યાત્મિક ચિંતન થાય, મનોમંથન કરી શકો, સત્સંગથી સંશયો દૂર થાય, શુભ દિન.

 

“મકરઃ”(ખ,જ)-

વિલંબ થી પણ તમને કાર્ય માં સફળતા મળે, અંતરાય દૂર થાય, જીવનમાં નવો પ્રકાશ ફેલાતો લાગે.

 

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-

તમે તમારી જાત સાથે રહી શકો, શોખ અને આનંદની બાબતો કરી શકો, મનોમંથન કરી શકો.  

 

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-

સવાર બાજુ થોડી કામગીરી રહે, તમારી પ્રગતિના દરવાજા ખુલતા જણાય, અંતરાયો દૂર થાય.

 

Shani Saade Saati Remedies :શનિદેવના ક્રોધથી બચવાનો રામબાણ ઈલાજ: હનુમાનજીના આ પાઠથી દૂર થશે પનોતી અને વધશે સુખ-શાંતિ.
Astrology Tips for Shani Dhaiya:શનિની પનોતીનો અંત ક્યારે? સિંહ અને ધનુ રાશિવાળાના જીવનમાં ક્યારથી આવશે સુખદ પરિવર્તન, જાણો સમયગાળો.
Today’s Horoscope : આજનો દિવસ:૬ એપ્રિલ ૨૦૨૬, સોમવાર, જાણો આપનું રાશિફળ
Gemology: પન્ના ધારણ કરવાના ફાયદા અને સાચા નિયમો, જાણો કઈ રાશિના જાતકો માટે છે શ્રેષ્ઠ
Exit mobile version