Site icon

Today’s Horoscope આજે ૧૮ જુલાઈ ૨૦૨૫, જાણો આજે શું છે ખાસ: તિથિ, નક્ષત્ર, ચોઘડિયા અને તમારી રાશિનું શું કહે છે?

Today’s Horoscope આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય: 18 જુલાઈ 2025, શુક્રવાર

Todays horoscope today 18 July 2025 know todays horoscope prediction and almanac

Todays horoscope today 18 July 2025 know todays horoscope prediction and almanac

News Continuous Bureau | Mumbai

Today’s Horoscope  

Join Our WhatsApp Community

આજનું પંચાંગ – 18 જુલાઈ 2025, શુક્રવાર

આજરોજ 18 જુલાઈ 2025, શુક્રવાર (Friday, July 18, 2025) છે, જે વિક્રમ સંવત 2081 (Vikram Samvat 2081) નો દિવસ છે.

તિથિ: આજે અષાઢ વદ આઠમ (Ashadh Vad Aatham) છે.

દિન મહિમા:

આજનો દિવસ કેટલાક વિશેષ ધાર્મિક પ્રસંગો અને ખગોળીય ઘટનાઓથી ભરપૂર છે:

  • જન્માષ્ટમી વધાઈ શરૂ (Janmashtami Vadhaai Sharu): જન્માષ્ટમીના પવિત્ર તહેવારની વધાઈઓનો પ્રારંભ થાય છે.
  • યદુનાથજીનો ઉત્સવ – સુરત (Yadunathji Utsav – Surat): સુરતમાં યદુનાથજીના ઉત્સવની ઉજવણી થશે.
  • જૈન નમીનાથ જન્મ (Jain Naminath Janma): જૈન ધર્મ અનુસાર નમીનાથ ભગવાનનો જન્મ દિવસ છે.
  • મનસાદેવી પૂજન (Manasadevi Pujan): મનસાદેવીની પૂજા કરવામાં આવશે.
  • દગ્ધયોગ (Dagdhayog): સાંજે 17:03 વાગ્યા સુધી દગ્ધયોગ રહેશે, જે કેટલીક શુભ પ્રવૃત્તિઓ માટે અશુભ મનાય છે.
  • બુધવક્રી (Budh Vakri): બુધ ગ્રહ વક્રી ગતિમાં રહેશે, જે જ્યોતિષશાસ્ત્ર અનુસાર કેટલાક ફેરફારો લાવી શકે છે.

Today’s Horoscope : મુંબઈમાં સૂર્યોદય અને સૂર્યાસ્ત સમય ( panchang Mumbai )

સૂર્યોદય (Sunrise): સવારે 6:11 (મુંબઈ)

સૂર્યાસ્ત (Sunset): સાંજે 7:17 (મુંબઈ)

રાહુ કાળ (Rahu Kaal): સવારે 11:06 થી 12:45 સુધી. રાહુકાળ દરમિયાન શુભ કાર્યો ટાળવા જોઈએ.

ચંદ્ર (Moon): આજે ચંદ્ર મેષ રાશિમાં (Aries) રહેશે.

આજે જન્મેલા બાળકની રાશિ (Born Today’s Rashi): આજે જન્મેલા બાળક અથવા બાળકીની રાશિ મેષ (Aries) રહેશે.

નક્ષત્ર (Nakshatra): અશ્વિની નક્ષત્ર (Ashwini Nakshatra) રહેશે.

ચંદ્ર વાસ (Chandra Vaas): ચંદ્રનો વાસ પૂર્વ દિશામાં (East) રહેશે.

  • ઉત્તર-પૂર્વ દિશામાં પ્રવાસ સુખદાયક રહે.
  • દક્ષિણ-પશ્ચિમ દિશામાં પ્રવાસ કષ્ટદાયક રહે.

 દિવસ અને રાત્રીના ચોઘડિયા

દિવસનાં ચોઘડિયા (Day Choghadiya):

  • ચલઃ 6:12 – 7:50
  • લાભઃ 7:50 – 9:28
  • અમૃતઃ 9:28 – 11:06
  • શુભઃ 12:45 – 14:23
  • ચલઃ 17:39 – 19:18

રાત્રીનાં ચોઘડિયા (Night Choghadiya):

  • લાભઃ 22:01 – 23:23
  • શુભઃ 24:45 – 26:07
  • અમૃતઃ 26:07 – 27:28
  • ચલઃ 27:28 – 28:50

Today’s Horoscope : રાશી ભવિષ્ય

મેષ (અ, લ, ઇ): અંગત સંબંધોમાં સારું રહેશે, મનની વાત સારી રીતે વ્યક્ત કરી શકશો, દિવસ લાગણી સભર રહેશે.

વૃષભ (બ, વ, ઉ): તમારી જાત સાથે સંવાદ કરી શકો, મનોમંથન કરી શકો, મુશ્કેલીમાંથી માર્ગ મળશે, મધ્યમ દિવસ.

મિથુન (ક, છ, ઘ): કેટલાક કાર્યોમાં અવરોધ આવતો જણાય, અટકેલા કાર્ય માટે બુદ્ધિપૂર્વક કુનેહથી રસ્તા કાઢવા પડે.

કર્ક (ડ, હ): નોકરિયાત વર્ગને સ્થિરતા પ્રાપ્ત થાય, ધંધો-રોજગાર શોધતા મિત્રો માટે સારો દિવસ, પ્રગતિ થાય.

સિંહ (મ, ટ): તમારા કાર્યમાં અંતરાયો દૂર કરી આગળ વધી શકો, મિત્રોની મદદ મળી રહે, લોકોની પ્રશંસા મળે, શુભ દિન.

કન્યા (પ, ઠ, ણ): અગાઉ કરતાં માહોલ જુદો લાગે, ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણમાં આવશે, દિવસ એકંદરે સારો રહેશે.

તુલા (ર, ત): દાંપત્યજીવનમાં સારું રહેશે, પરિવાર સાથે આનંદ માણી શકો, ભાગીદારીમાં કામ હોય તો સફળતા મળે.

વૃશ્ચિક (ન, ય): કેટલીક બાબતોમાં મનમાં દ્વિધા રહેશે, ચોક્કસ નિર્ણય પર ન આવી શકો, કેટલીક બાબતો છોડી ન શકો.

ધન (ભ, ફ, ધ, ઢ): વિવાહયોગ્ય મિત્રો માટે શુભ સમય, સારી વાત આવી શકે છે, શુભ કાર્ય માટે સમય સાથ આપતો જણાય.

મકર (ખ, જ): નવી વસ્તુની ખરીદી થાય, દિવસ આનંદ-પ્રમોદમાં વીતે, જરૂરી ગેજેટ્સ વસાવી શકો કે વ્યવસ્થા કરી શકો.

કુંભ (ગ, શ, સ, ષ): સ્ત્રી વર્ગ માટે ઉત્સાહજનક, વેપારી વર્ગને સારું રહેશે, નોકરિયાતને મધ્યમ રહેશે, રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો.

મીન (દ, ચ, ઝ, થ): સામાજિક-કૌટુંબિક કાર્ય થાય, પરિવાર સાથે આનંદ માણી શકો, વાણી-વિચારથી લોકોને પ્રભાવિત કરી શકો.

 

 

 

(Note: આ લેખમાં દર્શાવેલ પદ્ધતિઓ અને સૂચનોને અનુસરતા પહેલા, ડૉક્ટર અથવા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.)

Govardhan Parvat: જેને કૃષ્ણ ભગવાને તેમની એક આંગળી એ ઉપાડ્યો હતો ગોવર્ધન પર્વત તે માત્ર એક શ્રાપના કારણે દરરોજ તલ જેટલો ઘટે છે, વાંચો પૌરાણિક કથા
Venus Transit: તુલસી વિવાહનો અદ્ભુત સંયોગ: શુક્રનું ગોચર લાવશે સુખ-સમૃદ્ધિ, જાણો કઈ રાશિઓની કિસ્મત ચમકશે.
Today’s Horoscope : આજનો દિવસ:૨૯ ઓક્ટોબર ૨૦૨૫, બુધવાર,જાણો આપનું રાશિફળ
Kartik Purnima 2025: કાર્તિક પૂર્ણિમા 2025: ક્યારે છે? જાણો પૂજન વિધિ, શુભ મુહૂર્ત અને માતા લક્ષ્મી ના આશીર્વાદ પ્રાપ્ત કરવાની રીત
Exit mobile version