News Continuous Bureau | Mumbai
Today’s Horoscope : આજનો દિવસ
૨ ફેબ્રુઆરી ૨૦૨૬, સોમવાર, વિક્રમ સંવત ૨૦૮૨
“તિથિ” – મહા વદ એકમ
“દિન મહીમા”
ઈષ્ટી, ગુરુ પ્રતિપદા, ગણગાપૂર યાત્રા, નટવરલાલજી પાટોત્સવ-માંડવી (કચ્છ), શ્રીમદનમોહનજી ઉત્સવ-મુંબઈ, વ્રજભૂષણલાલજી ઉત્સવ-કાંકરોલી, કુમારયોગ ૨૨:૫૦ થી ૨૫:૫૩
“સુર્યોદય” – ૦૭.૧૩(મુંબઈ)
“સુર્યાસ્ત” – ૦૬.૩૦(મુંબઈ)
“રાહુ કાળ” – ૦૮.૩૮ થી ૧૦.૦૩
“ચંદ્ર” – કર્ક, સિંહ(૨૨.૪૬)
આજે જન્મેલા બાળકની રાશી રાત્રે ૧૦.૪૬ સુધી કર્ક રહેશે ત્યારબાદ સિંહ રહેશે.
“નક્ષત્ર” – આશ્લેષા, માધ(૨૨.૪૬)
“ચંદ્ર વાસ” – ઉત્તર, પૂર્વ(૨૨.૪૬)
રાત્રે ૧૦.૪૬ સુધી પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક ત્યાર બાદ ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક પ્રવાસ રહે.
દિવસનાં ચોઘડિયા
અમૃતઃ ૦૭.૧૪ – ૦૮.૩૮
શુભઃ ૧૦.૦૩ – ૧૧.૨૮
ચલઃ ૧૪.૧૭ – ૧૫.૪૨
લાભઃ ૧૫.૪૨ – ૧૭.૦૬
અમૃતઃ ૧૭.૦૬ – ૧૮.૩૧
રાત્રીનાં ચોઘડિયા
ચલઃ ૧૮.૩૧ – ૨૦.૦૬
લાભઃ ૨૩.૧૭ – ૨૪.૫૨
શુભઃ ૨૬.૨૭ – ૨૮.૦૩
અમૃતઃ ૨૮.૦૩ – ૨૯.૩૮
ચલઃ ૨૯.૩૮ – ૩૧.૧૩
રાશી ભવિષ્ય
“મેષઃ” (અ,લ,ઇ)-
આંતરિક સૂઝમાં વૃદ્ધિ થાય, સંતાન અંગે સારું રહે, પરિવાર માં આનંદ રહે, શુભ દિન.
“વૃષભઃ” (બ,વ,ઉ)-
જમીન મકાન વાહન સુખ સારું રહે, તમામ સુખ સગવડ પ્રાપ્ત થાય, દિવસ પ્રગતિકારક રહે.
“મિથુનઃ”(ક, છ, ઘ)-
તમારી પ્રતિભા દર્શાવી શકો, નવા કાર્યનું આયોજન કરી શકો, શુભ દિન, લાભ થાય.
“કર્કઃ”(ડ,હ)-
બેન્કના કાર્ય નિપટાવી શકો, આર્થિક આયોજન કરી શકો, મનોમંથન કરી શકો.
“સિંહઃ”(મ,ટ)-
તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય, આંતરિક શક્તિ ખીલે, લોકો દ્વારા તમારી પ્રસંશા થાય.
“કન્યાઃ”(પ,ઠ,ણ)-
લોન વગેરે બાબતમાં સાંભળવું, ખર્ચ પર અંકુશ રાખવો, બિનજરૂરી વ્યય નિવારવા સલાહ છે.
“તુલાઃ”(ર,ત)-
જીવનમાં નવા નિયમ લાવી શકો, તમારી દિનચર્યા સુધારી શકો, દિવસ દરમિયાન પ્રગતિ થાય.
“વૃશ્ચિકઃ”(ન,ય)-
વ્યક્તિની પરખ કરી શકો, કામકાજ માટે નવા સંશાધનો કામે લગાવી શકો, શુભ દીવસ.
“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
આધ્યાત્મિક ચિંતન થાય, ધ્યાન યોગ મૌન થી લાભ થાય, પરિવાર સાથે આનંદ માણી શકો.
“મકરઃ”(ખ,જ)-
કોર્ટ કચેરી કે વીલ વરસના પ્રશ્નો ઉકેલી શકો, વિવાદ નિવારી શકો, મધ્યમ દિવસ રહે.
“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
આંતરિક જીવનમાં સારું રહે, સબંધો માં સુલેહ થી ચાલી શકો, વધુ ઉગ્રતાથી કામ ના લેવા સલાહ છે.
“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
આપણા ગણીને ચાલતા હોઈએ તે બધા આપણા નથી હોતા, હિત શત્રુથી કાળજી લેવી, વિશ્વાસે ના ચાલવું, મધ્યમ દિવસ.
