News Continuous Bureau | Mumbai
Today’s Horoscope : આજનો દિવસ
૨ સપ્ટેમ્બર ૨૦૨૬, બુધવાર, વિક્રમ સંવત ૨૦૮૨
“તિથિ” – શ્રાવણ વદ છઠ્ઠ
“દિન મહીમા”
રાંધણછઠ્ઠ, હળ ષષ્ઠી, બૃહદગૌરી વ્રત, શ્રીવલ્લ્ભલાલજી ઉ. – વડોદરા, બલરામ જયંતિ, શુક્ર તુલામાં ૧૩ઃ૪૬, વિષ્ટી ૨૮ઃ૨૭ થી, રવિયોગ અને સિધ્ધિયોગ ૨૫ઃ૪૪ થી
“સુર્યોદય” – ૦૬.૨૪(મુંબઈ)
“સુર્યાસ્ત” – ૦૬.૫૧(મુંબઈ)
“રાહુ કાળ” – ૧૨.૩૮ થી ૧૪.૧૧
“ચંદ્ર” – મેષ
આજે જન્મેલા બાળકની રાશી મેષ રહેશે.
“નક્ષત્ર” – ભરણી
“ચંદ્ર વાસ” – પૂર્વ
ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક પ્રવાસ રહે.
દિવસનાં ચોઘડિયા
લાભઃ ૦૬.૨૫ – ૦૭.૫૮
અમૃતઃ ૦૭.૫૮ – ૦૯.૩૧
શુભઃ ૧૧.૦૫ – ૧૨.૩૮
ચલઃ ૧૫.૪૫ – ૧૭.૧૮
લાભઃ ૧૭.૧૮ – ૧૮.૫૧
રાત્રીનાં ચોઘડિયા
શુભઃ ૨૦.૧૮ – ૨૧.૪૫
અમૃતઃ ૨૧.૪૫ – ૨૩.૧૧
ચલઃ ૨૩.૧૧ – ૨૪.૩૮
લાભઃ ૨૭.૩૨ – ૨૮.૫૮
રાશી ભવિષ્ય
“મેષઃ” (અ,લ,ઇ)-
તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય, આગળ વધવાની તક મળે, કેટલીક સુંદર પ્રતિભા તમે કેળવી શકો.
“વૃષભઃ” (બ,વ,ઉ)-
આવક જાવક નો હિસાબ રાખવો પડે, ખર્ચ પર અંકુશ રાખવો, થોડું ગણતરીપૂર્વક ચાલવું પડશે.
“મિથુનઃ”(ક, છ, ઘ)-
સગા સ્નેહી મિત્રોથી સારું રહે, યાર દોસ્તની સહાય મળી રહે, કાર્ય પૂર્ણ થાય, પ્રગતિકારક દિવસ રહે.
“કર્કઃ”(ડ,હ)-
નોકરિયાતવર્ગ ને સારું રહે, સ્ત્રી વર્ગ માટે ઉત્સાહજનક, વેપારીવર્ગને થોડી ઉઠાપટક રહેવા સંભવ છે.
“સિંહઃ”(મ,ટ)-
ભાગ્યની દેવી રીઝતી જણાય, નવીન તક હાથ માં આવે, યોગ્ય સમયે યોગ્ય નિર્ણય કરવો જરૂરી બને છે.
“કન્યાઃ”(પ,ઠ,ણ)-
માનસિક વ્યગ્રતા જણાય, મન નું ધાર્યું ના થાય, દિવસ દરમિયાન મૂડ બદલાય કરે, સાંજ ખુશનુમા વીતે.
“તુલાઃ”(ર,ત)-
જાહેરજીવનમાં સારું રહે, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી શકો, તમારા અભિપ્રાયની ગણના થાય.
“વૃશ્ચિકઃ”(ન,ય)-
તબિયતની કાળજી લેવી, જીવનમાં નિયમિતતાની જરૂર છે, ખાવાપીવામાં કાળજી લેવી પડે.
“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
પ્રણયમાર્ગે આગળ વધી શકો, પ્રિયપાત્ર થી મુલાકાત થાય, મનની વાત વ્યક્તિ કરી શકો.
“મકરઃ”(ખ,જ)-
તમામ ભૌતિક સુખ સગવડ પ્રાપ્ત થાય, વિચારોમાં હકારાત્મકતા આવે, દિવસ આનંદ માં વીતે.
“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
નવા કાર્યમાં આગળ વધી શકો, મિત્રોની મદદ મળી રહે, નવી પદ્ધતિથી કાર્ય કરી શકો.
“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
તમે કરેલા કાર્યના સારા પરિણામ મેળવી શકો, દિવસ શુભ રહે, ભૂતકાળમાં થી પાઠ લેવો જરૂરી બને છે.
