Site icon

Today’s Horoscope : આજનો દિવસ:૨૧ ફેબ્રુઆરી ૨૦૨૬, શનિવાર, જાણો આપનું રાશિફળ

Today’s Horoscope : ૨૧ ફેબ્રુઆરી ૨૦૨૬, શનિવાર, વિક્રમ સંવત ૨૦૮૧ નો શુભ દિવસ છે. હિન્દુ પંચાંગ અનુસાર, આજે ફાગણ સુદ ચોથ છે

todays horoscope today 21 February 2026 know todays horoscope prediction and almanac

todays horoscope today 21 February 2026 know todays horoscope prediction and almanac

News Continuous Bureau | Mumbai

Today’s Horoscope : આજનો દિવસ

૨૧ ફેબ્રુઆરી ૨૦૨૬, શનિવાર, વિક્રમ સંવત ૨૦૮૨

Join Our WhatsApp Community

 

“તિથિ” – ફાગણ સુદ ચોથ

 

“દિન મહીમા”

વિનાયક ચોથ, પંચક ઉતરે ૧૯ઃ૦૮, સંત ચતુર્થી-ઓરીસ્સા, જૈનમલ્લીનાથ ચ્યવન, વૈધૃતિ મહાપાત ૦૮:૦૭ થી ૧૨ઃ૦૧, વિશ્વ માતૃભાષા દિવસ, વિષ્ટી અને સ્થિરયોગ ૧૩ઃ૦૨ સુધી, રવિયોગ અને વ્રજમૂશળયોગ ૧૯ઃ૦૮ સુધી

 

“સુર્યોદય” – ૦૭.૦૪(મુંબઈ)

 

“સુર્યાસ્ત” – ૦૬.૩૯(મુંબઈ)

 

“રાહુ કાળ” – ૦૯.૫૮ થી ૧૧.૨૫

 

“ચંદ્ર” – મીન, મેષ(૧૯.૦૬)

આજે જન્મેલા બાળકની રાશી સાંજે ૭.૦૬ સુધી મીન રહેશે ત્યારબાદ રાશી મેષ રહેશે.

 

“નક્ષત્ર” – રેવતી, અશ્વિની(૧૯.૦૬)

 

“ચંદ્ર વાસ” – ઉત્તર, પૂર્વ(૧૯.૦૬)

સાંજે ૭.૦૬ સુધી પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક ત્યાર બાદ ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક પ્રવાસ રહે.

 

દિવસનાં ચોઘડિયા

શુભઃ ૦૮.૩૧ – ૦૯.૫૮ 

ચલઃ ૧૨.૫૨ – ૧૪.૧૯

લાભઃ ૧૪.૧૯ – ૧૫.૪૬ 

અમૃતઃ ૧૫.૪૬ – ૧૭.૧૩ 

 

રાત્રીનાં ચોઘડિયા

લાભઃ ૧૮.૪૦ – ૨૦.૧૩ 

શુભઃ ૨૧.૪૬ – ૨૩.૧૯

અમૃતઃ ૨૩.૧૯ – ૨૪.૫૨ 

ચલઃ ૨૪.૫૨ – ૨૬.૨૫ 

લાભઃ ૨૯.૩૧ – ૩૧.૦૪

 

રાશી ભવિષ્ય

 

“મેષઃ” (અ,લ,ઇ)-

અંગત સંબંધોમાં સારું રહે, મનની વાત સારી રીતે વ્યક્ત કરી શકો, દિવસ લાગણી સભર રહે.

 

“વૃષભઃ” (બ,વ,ઉ)-

તમારી જાત સાથે સંવાદ કરી શકો, મનોમંથન કરી શકો, મુશ્કેલીમાંથી માર્ગ મળે, મધ્યમ દિવસ.

 

“મિથુનઃ”(ક, છ, ઘ)-

કોઈ કોઈ કાર્યમાં રુકાવટ આવતી જણાય, અટકેલા કાર્ય માટે બુદ્ધિપૂર્વક કુનેહ થી રસ્તા કાઢવા પડે.

 

“કર્કઃ”(ડ,હ)-

નોકરિયાતવર્ગને સ્થિરતા પ્રાપ્ત થાય, ધંધો રોજગાર શોધતા મિત્રો માટે સારો દિવસ, પ્રગતિ થાય.

 

“સિંહઃ”(મ,ટ)-

તમારા કાર્યમાં અંતરાયો દૂર કરી આગળ વધી શકો, મિત્રોની મદદ મળી રહે, લોકોની પ્રશંસા મળે, શુભ દિન.

 

“કન્યાઃ”(પ,ઠ,ણ)-

અગાઉ કરતા માહોલ જુદો લાગે, ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણમાં આવે, દિવસ એકંદરે સારો રહે.  

 

“તુલાઃ”(ર,ત)-

દામ્પત્યજીવનમાં સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો, ભાગીદારીમાં કામ હોય તો સફળતા મળે.

 

“વૃશ્ચિકઃ”(ન,ય)-

કેટલીક બાબતોમાં મનમાં દ્વિધા રહ્યા કરે, ચોક્કસ નિર્ણય પર ના આવી શકો, કેટલીક બાબત છોડી ના શકો.

 

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-

વિવાહયોગ્ય મિત્રો માટે શુભ સમય, સારી વાત આવી શકે છે, શુભ કાર્ય માટે સમય સાથ આપતો જણાય.

 

“મકરઃ”(ખ,જ)-

નવી વસ્તુની ખરીદી થાય, દિવસ આનંદ પ્રમોદ માં વીતે, જરૂરી ગેઝેટ્સ વસાવી શકો કે વ્યવસ્થા કરી શકો.

 

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-

સ્ત્રી વર્ગ માટે ઉત્સાહજનક, વેપારીવર્ગને સારું રહે, નોકરિયાતને મધ્યમ રહે, રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો. 

 

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-

સામાજિક કૌટુંબિક કાર્ય થાય, પરિવાર સાથે આનંદ માણી શકો, વાણી વિચારથી લોકો ને પ્રભાવિત કરી શકો.

Saturn Transit 2026: શનિદેવ લેવા આવી રહ્યા છે આકરી પરીક્ષા, અત્યારથી જ સંભાળી જાય આ ૪ રાશિઓ; જાણો બચવાના રામબાણ ઉપાયો!
Today’s Horoscope : આજનો દિવસ:૯ એપ્રિલ ૨૦૨૬, ગુરુવાર, જાણો આપનું રાશિફળ
Numerology: મૂલાંક 2 ના લોકોની સૌથી મોટી તાકાત જ બની જાય છે તેમની નબળાઈ! જાણો કઈ રીતે પોતાની જાતને સંભાળવી અને સફળતા મેળવવી
Mercury Transit 2026 :કંગાળમાંથી બનશે માલામાલ! નીચભંગ રાજયોગ લાવશે ખુશીઓની લહેર, આ રાશિના લોકો તૈયાર થઈ જાઓ.
Exit mobile version