Site icon News Continuous Bureau | Mumbai

Today’s Horoscope : આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય: ૨૧ જુલાઈ ૨૦૨૫, સોમવાર – કામિકા એકાદશી અને અમૃતસિદ્ધિ યોગનો શુભ સંયોગ!

Today’s Horoscope : જાણો તિથિ, નક્ષત્ર, રાહુ કાળ, ચોઘડિયા અને દરેક રાશિ માટે આજનો દિવસ કેવો રહેશે?

Todays horoscope today 21 July 2025 know todays horoscope prediction and almanac

Todays horoscope today 21 July 2025 know todays horoscope prediction and almanac

News Continuous Bureau | Mumbai

Today’s Horoscope   

Join Our WhatsApp Channel

 આજનું પંચાંગ – 21 જુલાઈ 2025, સોમવાર

આજનો દિવસ 21 જુલાઈ 2025, સોમવાર, વિક્રમ સંવત 2081 છે.

  • તિથિ: અષાઢ વદ અગિયારસ
  • દિન મહીમા:
    • કામિકા એકાદશી – ગૌદૂધ (આજે કામિકા એકાદશી છે, જે વિષ્ણુ પૂજા અને ઉપવાસ માટે મહત્વપૂર્ણ છે. ગૌદૂધનું પણ વિશેષ મહત્વ છે.)
    • કુંજમાં હિંડોળા
    • કુમારયોગ અને દગ્ધયોગ 09:40 સુધી (સવારના ભાગમાં દગ્ધયોગ હોવાથી મહત્વપૂર્ણ કાર્યો ટાળવા હિતાવહ.)
    • અમૃતસિદ્ધિ યોગ 21:08 થી (આ યોગ શુભ કાર્યો માટે અત્યંત ફળદાયી માનવામાં આવે છે.)

Today’s Horoscope : મુંબઈમાં સૂર્યોદય અને સૂર્યાસ્ત સમય ( panchang Mumbai )

  • સૂર્યોદય (મુંબઈ): સવારે 6:12
  • સૂર્યાસ્ત (મુંબઈ): સાંજે 7:16
  • રાહુ કાળ: સવારે 7:51 થી 9:29 (રાહુ કાળમાં શુભ કાર્યો કરવાથી બચવું જોઈએ.)
  • ચંદ્ર: વૃષભ રાશિમાં ભ્રમણ કરશે.
  • આજે જન્મેલા બાળકની રાશિ વૃષભ રહેશે.
  • નક્ષત્ર: રોહિણી, મૃગશીર્ષ (રાત્રે 9:05 સુધી)
  • ચંદ્ર વાસ: દક્ષિણ દિશામાં.
    • પૂર્વ-દક્ષિણ દિશામાં પ્રવાસ સુખદાયક રહેશે, જ્યારે પશ્ચિમ-ઉત્તર દિશામાં પ્રવાસ કષ્ટદાયક સાબિત થઈ શકે છે.

Today’s Horoscope  દિવસ અને રાત્રીના ચોઘડિયા

દિવસનાં ચોઘડિયા:

  • અમૃત: સવારે 6:13 – 7:51
  • શુભ: સવારે 9:29 – 11:07
  • ચલ: બપોરે 2:23 – 4:01
  • લાભ: સાંજે 4:01 – 5:39
  • અમૃત: સાંજે 5:39 – 7:17

રાત્રીનાં ચોઘડિયા:

  • ચલ: સાંજે 7:17 – 8:39
  • લાભ: રાત્રે 11:23 – 12:45 (બીજા દિવસની સવારે)
  • શુભ: રાત્રે 2:07 – 3:29 (બીજા દિવસની સવારે)
  • અમૃત: રાત્રે 3:29 – 4:51 (બીજા દિવસની સવારે)
  • ચલ: રાત્રે 4:51 – 6:13 (બીજા દિવસની સવારે)

Today’s Horoscope  આજનું રાશિ ભવિષ્ય

  • મેષઃ (અ,લ,ઇ)

    આર્થિક બાબતોમાં સારો દિવસ રહેશે, બેંક બેલેન્સ વધારી શકશો. નાણાકીય લેવડ-દેવડમાં લાભ થશે, પરંતુ યોગ્ય રીતે હિસાબ રાખવો જરૂરી બનશે.

  • વૃષભઃ (બ,વ,ઉ)

    સવારથી જ તમારા મનમાં અનેક નવા કાર્યોની સૂચિ આવી શકે છે. તમે તમારા પ્રયત્નોથી તમામ કાર્યો સારી રીતે પૂર્ણ કરી શકશો. પ્રગતિકારક દિવસ રહેશે.

  • મિથુનઃ (ક, છ, ઘ)

    ગોચર ગ્રહો મુજબ જોઈએ તો બારમે ચંદ્રમા મનને થોડું દ્વિધામાં રાખે છે. ખર્ચ પર અંકુશ રાખવો હિતાવહ છે. આવક-જાવકનો હિસાબ રાખવો જરૂરી બનશે.

  • કર્કઃ (ડ,હ)

    થોડા સમયથી તમને કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હશે, પરંતુ હવે ધીમે ધીમે પરિસ્થિતિ તમારા પક્ષમાં આવશે. દિવસ લાભદાયક રહેશે.

  • સિંહઃ (મ,ટ)

    જે મિત્રો વ્યવસાય બાબતે પરેશાન છે તેમને રસ્તો મળતો જોવા મળશે. ધંધો-રોજગાર શોધતા મિત્રો માટે સારો અવસર આવી શકે છે. દિવસ લાભદાયક રહેશે.

  • કન્યાઃ (પ,ઠ,ણ)

    આજના દિવસે તમારે મન પાસેથી ઘણું કામ લેવાનું રહેશે. સકારાત્મક વિચારોથી ખૂબ લાભ મળશે. આગળ વધવાની તક મળશે.

  • તુલાઃ (ર,ત)

    પ્રણય માર્ગે ચાલનારા માટે સારા સમાચાર આવી શકે છે. વિવાહયોગ્ય મિત્રો માટે સારી વાત આવી શકે છે. દિવસ ખુશનુમા પસાર થશે.

  • વૃશ્ચિકઃ (ન,ય)

    નવા અભ્યાસ કે જ્ઞાનને લગતી બાબતોમાં સારું રહેશે. ઉચ્ચ અભ્યાસ કરવા ઈચ્છતા મિત્રો માટે સારી તક આવશે. પ્રગતિ થશે.

  • ધનઃ (ભ,ફ,ધ,ઢ)

    અંગત વ્યક્તિ સાથે મતભેદ થઈ શકે છે. હિતશત્રુઓથી સાવધ રહેવું. વધુ વિશ્વાસે ન ચાલવાની સલાહ છે.

  • મકરઃ (ખ,જ)

    વિદ્યાર્થી વર્ગને ઉચ્ચ અભ્યાસમાં સફળતા અપાવતો શુભ દિવસ છે. યાદશક્તિ અને એકાગ્રતા વધારવા માટે ધ્યાન કરવું જરૂરી બનશે.

  • કુંભઃ (ગ,શ,સ,ષ)

    આજના દિવસે તમારા રસના વિષયોમાં આગળ વધી શકશો. નવી વસ્તુની ખરીદી થશે. દિવસ આનંદમાં પસાર થશે.

  • મીનઃ (દ, ચ, ઝ, થ)

    આજના દિવસે તમે બનાવેલા સંબંધો તમને કામ લાગશે. ભાઈ-ભાંડુ સુખ સારું રહેશે. અંગત મિત્રોની મદદ મળી રહેશે. શુભ દિવસ છે.

(Note: આ લેખમાં દર્શાવેલ પદ્ધતિઓ અને સૂચનોને અનુસરતા પહેલા, ડૉક્ટર અથવા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.)

Today’s Horoscope : આજનો દિવસ:૭ મે ૨૦૨૬, ગુરુવાર, જાણો આપનું રાશિફળ
Astrology Tips for Wearing Gold। આ ૬ રાશિના જાતકો માટે સોનું પહેરવું એટલે મુસીબતને આમંત્રણ! જાણો તમારી રાશિ તો આ લિસ્ટમાં નથી ને?
Today’s Horoscope : આજનો દિવસ: ૬ મે ૨૦૨૬, બુધવાર, જાણો આપનું રાશિફળ
Blue Sapphire Benefits and Side Effects। રાજામાંથી રંક બનાવી શકે છે નીલમ! આ ૬ રાશિના જાતકો માટે જોખમી સાબિત થઈ શકે છે શનિનું આ રત્ન
Exit mobile version