Site icon News Continuous Bureau | Mumbai

Today’s Horoscope : આજનો દિવસ: ૨૧ સપ્ટેમ્બર ૨૦૨૬, સોમવાર, જાણો આપનું રાશિફળ

Today’s Horoscope : ૨૧ સપ્ટેમ્બર ૨૦૨૬, સોમવાર, વિક્રમ સંવત ૨૦૮૨ નો શુભ દિવસ છે. હિન્દુ પંચાંગ અનુસાર, આજે ભાદરવા સુદ દશમ છે

todays horoscope today 21 september 2026 know todays horoscope prediction and almanac

todays horoscope today 21 september 2026 know todays horoscope prediction and almanac

News Continuous Bureau | Mumbai 

Today’s Horoscope : આજનો દિવસ

૨૧ સપ્ટેમ્બર ૨૦૨૬, સોમવાર, વિક્રમ સંવત ૨૦૮૨

Join Our WhatsApp Channel

 

“તિથિ” – ભાદરવો સુદ દશમ

 

“દિન મહીમા”

દિગંબર દશમી, દશાવતાર, મુંડીયા સ્વામી જયંતિ, રવિયોગ અહોરાત્ર, અનંત વ્રતારંભ, દગ્ધયોગ ૨૦ઃ૦૧ થી, વિશ્વ શાંતિ દિન

 

“સુર્યોદય” – ૦૬.૨૮(મુંબઈ)

 

“સુર્યાસ્ત” – ૦૬.૩૪(મુંબઈ)

 

“રાહુ કાળ” – ૦૭.૫૯ થી ૦૯.૩૦

 

“ચંદ્ર” – ધનુ, મકર(૧૧.૧૪)

આજે જન્મેલા બાળકની રાશી સવારે ૧૧.૧૪ સુધી ધનુ રહેશે ત્યારબાદ રાશી મકર રહેશે.

 

“નક્ષત્ર” – ઉત્તરાષાઢા

 

“ચંદ્ર વાસ” – પૂર્વ, દક્ષિણ(૧૧.૧૪)

સવારે ૧૧.૧૪ સુધી ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક ત્યાર બાદ પૂર્વ-દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક પ્રવાસ થાય.

 

દિવસનાં ચોઘડિયા

અમૃતઃ ૦૬.૨૮ – ૦૭.૫૯

શુભઃ ૦૯.૩૦ – ૧૧.૦૧

ચલઃ ૧૪.૦૨ – ૧૫.૩૩

લાભઃ ૧૫.૩૩ –  ૧૭.૦૪

અમૃતઃ ૧૭.૦૪ – ૧૮.૩૫

 

રાત્રીનાં ચોઘડિયા

ચલઃ ૧૮.૩૫ – ૨૦.૦૪

લાભઃ ૨૩.૦૨ – ૨૪.૩૨

શુભઃ ૨૬.૦૧ – ૨૭.૩૦

અમૃતઃ ૨૭.૩૦ – ૨૮.૫૯

ચલઃ ૨૮.૫૯ – ૩૦.૨૮

 

રાશી ભવિષ્ય

 

“મેષઃ” (અ,લ,ઇ)-

આર્થિક બાબતો માં સારું રહે, બેન્ક બેલેન્સ વધારી શકો, નાણાકીય લેવડ દેવડમાં લાભ થાય પરંતુ યોગ્ય રીતે હિસાબ રાખવો જરૂરી બનશે. 

 

“વૃષભઃ” (બ,વ,ઉ)-

સવારથી તમારા મનમાં અનેક નવા કાર્યની સૂચિ આવી શકે છે અને તમે તમારા પ્રયત્નથી તમામ કાર્ય સારી રીતે પૂર્ણ કરી શકો, પ્રગતિકારક દિવસ રહે.

 

“મિથુનઃ”(ક, છ, ઘ)-

ગોચર ગ્રહો મુજબ જોઈએ તો બારમે ચંદ્રમા મનને થોડું દ્વિધામાં રાખે છે વળી ખર્ચ પર અંકુશ રાખવો હિતાવહ છે, આવક જાવક નો હિસાબ રાખવો જરૂરી બને.

 

“કર્કઃ”(ડ,હ)-

થોડા સમયથી તમને કેટલીક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હશો પરંતુ હવે ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણ માં આવે, દિવસ લાભદાયક રહે.

 

“સિંહઃ”(મ,ટ)-

જે મિત્રો વ્યવસાય બાબતે પરેશાન થાય છે તેમને રસ્તો મળતો જોવા મળે, ધંધો રોજગાર શોધતા મિત્રો માટે સારો અવસર આવી શકે છે, દિવસ લાભદાયક રહે.

 

“કન્યાઃ”(પ,ઠ,ણ)-

આજના દિવસે તમારે મન પાસેથી ઘણું કામ લેવાનું રહેશે, પોઝિટિવ વિચારો થી ખુબ લાભ મળે, આગળ વધવાની તક મળે.

 

“તુલાઃ”(ર,ત)-

પ્રણયમાર્ગે ચાલનારા માટે સારા સમાચાર આવી શકે, વિવાહયોગ્ય મિત્રો માટે સારી વાત આવી શકે છે, દિવસ ખુશનુમા વીતે.

 

“વૃશ્ચિકઃ”(ન,ય)-

નવા અભ્યાસ કે જ્ઞાનને લગતી બાબતોમાં સારું રહે, ઉચ્ચ અભ્યાસ કરવા ઈચ્છતા મિત્રો માટે સારી તક આવે, પ્રગતિ થાય.

 

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-

અંગત વ્યક્તિ સાથે મતભેદ થઈ શકે છે વળી હિતશત્રુઓ થી સાવધાન રહેવું, વધુ વિશ્વાસે ના ચાલવા સલાહ છે.

 

“મકરઃ”(ખ,જ)-

વિદ્યાર્થીવર્ગ ને ઉચ્ચ અભ્યાસ માં સફળતા અપાવતો શુભ દિન, યાદશક્તિ અને એકાગ્રતા વધારવા માટે ધ્યાન કરવું જરૂરી બનશે.

 

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-

આજના દિવસે તમારા રસના વિષયો માં આગળ વધી શકો વળી નવી વસ્તુની ખરીદી થાય, દિવસ આનંદ માં પસાર થાય.

 

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-

આજના દિવસે તમે બનાવેલા સબંધો તમને કામ લાગશે, ભાઈ ભાંડુ સુખ સારું રહે, અંગત મિત્રોની મદદ મળી રહે, શુભ દિન.

Jade Plant Vastu Signs જેડ પ્લાન્ટના પાન પીળા પડવા આ અશુભ બાબતોનો સંકેત તરત કરો વાસ્તુ દોષ નિવારણના સરળ ઉપાય
Today’s Horoscope : આજનો દિવસ: ૧૯ સપ્ટેમ્બર ૨૦૨૬, શનિવાર, જાણો આપનું રાશિફળ
Mars Transit In Cancer મંગળનું કર્ક રાશિમાં નીચ ગોચર કોને થશે બમ્પર ફાયદો અને કોણે રહેવું પડશે સાવધાન? જાણો રાશિફળ
Today’s Horoscope : આજનો દિવસ: ૧૮ સપ્ટેમ્બર ૨૦૨૬, શુક્રવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version