Site icon News Continuous Bureau | Mumbai

Today’s Horoscope : આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય: ૨૫ જુલાઈ ૨૦૨૫, શ્રાવણ સુદ એકમ – પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ!

Today’s Horoscope : જાણો આજની તિથિ, શુભ-અશુભ સમય, નક્ષત્ર, ચંદ્રવાસ અને તમારી રાશિ માટે દિવસ કેવો રહેશે.

Todays horoscope today 28 July 2025 know todays horoscope prediction and almanac

Todays horoscope today 28 July 2025 know todays horoscope prediction and almanac

News Continuous Bureau | Mumbai

Today’s Horoscope   

Join Our WhatsApp Channel

 આજનું પંચાંગ (૨૫ જુલાઈ ૨૦૨૫, શુક્રવાર)

  • તિથિ: શ્રાવણ સુદ એકમ
  • વિક્રમ સંવત: ૨૦૮૧
  • દિન મહિમા: પવિત્ર શ્રાવણમાસનો આરંભ, શિવ પાર્થેશ્વર પૂજન શરૂ, જીવંતિકા વ્રત, નકતવ્રત આરંભ.

Today’s Horoscope : મુંબઈમાં સૂર્યોદય અને સૂર્યાસ્ત સમય ( panchang Mumbai )

  • સૂર્યોદય: ૬:૧૪ (મુંબઈ)
  • સૂર્યાસ્ત: ૭:૧૫ (મુંબઈ)
  • રાહુ કાળ: ૧૧:૦૭ થી ૧૨:૪૫
  • ચંદ્ર: કર્ક
    • આજે જન્મેલા બાળકની રાશિ કર્ક રહેશે.
  • નક્ષત્ર: પુષ્ય, આશ્લેષા (૧૫:૫૯ થી)
  • ચંદ્ર વાસ: ઉત્તર
    • પશ્ચિમ-ઉત્તર દિશામાં પ્રવાસ સુખદાયક રહેશે, જ્યારે પૂર્વ-દક્ષિણ દિશામાં કષ્ટદાયક પ્રવાસ થઈ શકે છે.

Today’s Horoscope  આજના શુભ ચોઘડિયા

દિવસનાં ચોઘડિયા:

  • ચલ: ૬:૧૪ – ૭:૫૨
  • લાભ: ૭:૫૨ – ૯:૩૦
  • અમૃત: ૯:૩૦ – ૧૧:૦૭
  • શુભ: ૧૨:૪૫ – ૧૪:૨૩
  • ચલ: ૧૭:૩૮ – ૧૯:૧૬

રાત્રીનાં ચોઘડિયા:

  • લાભ: ૨૨:૦૦ – ૨૩:૨૩
  • શુભ: ૨૪:૪૫ – ૨૬:૦૭
  • અમૃત: ૨૬:૦૭ – ૨૭:૩૦
  • ચલ: ૨૭:૩૦ – ૨૮:૫૨

Today’s Horoscope  આજનું રાશિ ભવિષ્ય

મેષ (અ, લ, ઇ): નાની નાની ખુશીઓ પ્રાપ્ત કરી શકો છો. પરિવાર સાથે આનંદ માણી શકશો. મુસાફરીનો યોગ છે. આજનો દિવસ શુભ રહેશે.

વૃષભ (બ, વ, ઉ): તમારા વિચારોને અમલમાં મૂકી શકશો. ભાઈ-ભાંડુ સુખ સારું રહેશે. રચનાત્મક પ્રવૃત્તિઓ કરી શકશો.

મિથુન (ક, છ, ઘ): કાર્યમાં એક નવી શરૂઆત થતી જણાશે. તમારી સૌમ્ય વાણી અને વર્તનથી અટકેલા કાર્યો પૂર્ણ કરી શકશો. આજનો દિવસ શુભ રહેશે.

કર્ક (ડ, હ): ઘણા વણઉકેલ્યા પ્રશ્નોના જવાબ આજે મેળવી શકશો. આજના દિવસે તમામ મોરચે તમે સારી રીતે આગળ વધી શકશો.

સિંહ (મ, ટ): કોઈ બાબતને અહંનો પ્રશ્ન ન બનાવવો. વાદ-વિવાદથી દૂર રહેવું. મતભેદ નિવારવા સલાહભર્યું છે. દિવસ મધ્યમ રહેશે.

કન્યા (પ, ઠ, ણ): અંગત લોકો અને સગા-સ્નેહી મિત્રોથી સારું રહેશે. આગળ વધવાની તક પ્રાપ્ત થશે. દિવસ સારો રહેશે.

તુલા (ર, ત): સ્ત્રીવર્ગ પોતાની પ્રતિભા બતાવી શકે છે. વેપારીવર્ગ માટે દિવસ મધ્યમ રહેશે. નોકરિયાત વર્ગની પ્રગતિ થશે.

વૃશ્ચિક (ન, ય): યોગ્ય સમયે યોગ્ય નિર્ણય કરી શકશો. ભાગ્યની દેવી રીઝતી જણાશે. નવીન તકો હાથમાં આવશે.

ધન (ભ, ફ, ધ, ઢ): જે બાબત વિચારી હશે તે બનતી જોવા મળશે. દૂર દેશથી સારા સમાચાર મળશે. જૂના મિત્રોને મળવાનું થાય.

મકર (ખ, જ): સામાજિક રીતે આગળ વધી શકશો. જાહેરજીવનમાં સારું રહેશે. યશ અને પ્રતિષ્ઠા પ્રાપ્ત થશે. આજનો દિવસ શુભ રહેશે.

કુંભ (ગ, શ, સ, ષ): ખાવા-પીવામાં પરેજી રાખવી જરૂરી બનશે. તબિયતની કાળજી લેવી. વધુ પડતી દોડધામ નિવારવા સલાહભર્યું છે.

મીન (દ, ચ, ઝ, થ): વિદ્યાર્થીવર્ગને એકાગ્રતા જળવાઈ રહેશે. સંતાન અંગે સારું રહેશે. પરિવાર સાથે આનંદ માણી શકશો. આજનો દિવસ શુભ રહેશે.

(Disclaimer : અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

Feng Shui Tips। ઘરમાં વારંવાર કોઈ બીમાર પડે છે? ખૂણામાં આ રીતે મીઠું રાખવાથી દૂર થશે બધી આફતો!
Today’s Horoscope : આજનો દિવસ:૩૦ મે ૨૦૨૬, શનિવાર, જાણો આપનું રાશિફળ
Yellow Kalawa Benefits। ચમત્કારી છે આ પીળો દોરો! હાથમાં બાંધતા જ ખૂલી જશે કિસ્મતના તાળા, બસ જાણી લો ધારણ કરવાની સાચી રીત
Today’s Horoscope : આજનો દિવસ:૨૯ મે ૨૦૨૬, શુક્રવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version