Site icon News Continuous Bureau | Mumbai

Today’s Horoscope : આજે ૨૮ મે ૨૦૨૫, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

Today’s Horoscope : આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

todays horoscope today 28 May 2025 know todays horoscope prediction and almanac

todays horoscope today 28 May 2025 know todays horoscope prediction and almanac

News Continuous Bureau | Mumbai

Today’s Horoscope 

Join Our WhatsApp Channel

આજનો દિવસ
૨૮ મે ૨૦૨૫, બુધવાર, વિક્રમ સંવત ૨૦૮૧

“તિથિ” – જેઠ સુદ એકમ

“દિન મહીમા”
ચંદ્રદર્શન, મુ. ૩૦ – સામ્યાર્ધ, કરિદિન, રાજયોગ ૨૪-૩૦ સુધી, દગ્ધયોગ ૨૫-૫૫ થી ૩૦-૦૩.

Today’s Horoscope : મુંબઈમાં સૂર્યોદય અને સૂર્યાસ્ત સમય ( panchang Mumbai )

“સુર્યોદય” – ૬.૦૧ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૭.૦૯ (મુંબઈ)

“રાહુ કાળ” – ૧૨.૩૬ થી ૧૪.૧૪

“ચંદ્ર” – વૃષભ, મિથુન (૧૩.૩૫)
આજે જન્મેલા બાળકની રાશી બપોરે ૧.૩૫ સુધી વૃષભ રહેશે ત્યારબાદ મિથુન રહેશે.

“નક્ષત્ર” – મૃગશીર્ષ

“ચંદ્ર વાસ” – દક્ષિણ, પશ્ચિમ (૧૩.૩૫)
બપોરે ૧.૩૫ સુધી પૂર્વ-દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક ત્યાર બાદ દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
લાભઃ ૬.૦૨ – ૭.૪૦
અમૃતઃ ૭.૪૦ – ૯.૧૯
શુભઃ ૧૦.૫૭ – ૧૨.૩૬
ચલઃ ૧૫.૫૩ – ૧૭.૩૧
લાભઃ ૧૭.૩૧ – ૧૯.૧૦

રાત્રીનાં ચોઘડિયા
શુભઃ ૨૦.૩૧ – ૨૧.૫૩
અમૃતઃ ૨૧.૫૩ – ૨૩.૧૪
ચલઃ ૨૩.૧૪ – ૨૪.૩૬
લાભઃ ૨૭.૧૯ – ૨૮.૪૦

Today’s Horoscope : રાશી ભવિષ્ય

“મેષઃ” (અ,લ,ઇ)-
આર્થિક બાબતો માં સારું રહે, બેન્ક બેલેન્સ વધારી શકો. નાણાકીય લેવડ દેવડમાં લાભ થાય પરંતુ યોગ્ય રીતે હિસાબ રાખવો જરૂરી બનશે.

“વૃષભઃ” (બ,વ,ઉ)-
સવારથી તમારા મનમાં અનેક નવા કાર્યની સૂચિ આવી શકે છે અને તમે તમારા પ્રયત્નથી તમામ કાર્ય સારી રીતે પૂર્ણ કરી શકો, પ્રગતિકારક દિવસ રહે.

“મિથુનઃ”(ક, છ, ઘ)-
ગોચર ગ્રહો મુજબ જોઈએ તો બારમે ચંદ્રમા મનને થોડું દ્વિધામાં રાખે છે વળી ખર્ચ પર અંકુશ રાખવો હિતાવહ છે, આવક જાવક નો હિસાબ રાખવો જરૂરી બને.

“કર્કઃ”(ડ,હ)-
થોડા સમયથી તમને કેટલીક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હશો પરંતુ હવે ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણ માં આવે, દિવસ લાભદાયક રહે.

“સિંહઃ”(મ,ટ)-
જે મિત્રો વ્યવસાય બાબતે પરેશાન થાય છે તેમને રસ્તો મળતો જોવા મળે, ધંધો રોજગાર શોધતા મિત્રો માટે સારો અવસર આવી શકે છે. દિવસ લાભદાયક રહે.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-
આજના દિવસે તમારે મન પાસેથી ઘણું કામ લેવાનું રહેશે, પોઝિટિવ વિચારો થી ખુબ લાભ મળે, આગળ વધવાની તક મળે.

“તુલાઃ”(ર,ત)-
પ્રણયમાર્ગે ચાલનારા માટે સારા સમાચાર આવી શકે, વિવાહયોગ્ય મિત્રો માટે સારી વાત આવી શકે છે, દિવસ ખુશનુમા વીતે .

“વૃશ્ચિકઃ”(ન,ય)-
નવા અભ્યાસ કે જ્ઞાનને લગતી બાબતોમાં સારું રહે, ઉચ્ચ અભ્યાસ કરવા ઇચ્છતા મિત્રો માટે સારી તક આવે, પ્રગતિ થાય.

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
અંગત વ્યક્તિ સાથે મતભેદ થઇ શકે છે વળી હિતશત્રુઓ થી સાવધ રહેવું, વધુ વિશ્વાસે ના ચાલવા સલાહ છે.

“મકરઃ”(ખ,જ)-
વિદ્યાર્થીવર્ગ ને ઉચ્ચ અભ્યાસ માં સફળતા અપાવતો શુભ દિન. યાદશક્તિ અને એકાગ્રતા વધારવા માટે ધ્યાન કરવું જરૂરી બનશે.

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
આજના દિવસે તમારા રસના વિષયો માં આગળ વધી શકો વળી નવી વસ્તુની ખરીદી થાય, દિવસ આનંદ માં પસાર થાય.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
આજના દિવસે તમે બનાવેલા સબંધો તમને કામ લાગશે, ભાઈ ભાંડુ સુખ સારું રહે, અંગત મિત્રોની મદદ મળી રહે, શુભ દિન.

(Disclaimer : અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

Today’s Horoscope : આજનો દિવસ: ૬ નવેમ્બર ૨૦૨૬, શુક્રવાર, જાણો આપનું રાશિફળ
Shani Sade Sati 2027 Astrology Forecast વર્ષ ૨૦૨૭ માં શનિની સાડાસાતીની અસરો જાણો કઈ રાશિઓને મળશે પીડામાંથી મુક્તિ અને કયા જાતકોએ રહેવું પડશે સાવધાન
Dhanteras 2026 Date And Shubh Muhurat ધનતેરસ ક્યારે છે? જાણો સોનાચાંદીની ખરીદીના શુભ ચોઘડિયા અને લક્ષ્મીકુબેર પૂજનનું શ્રેષ્ઠ મુહૂર્ત
Today’s Horoscope : આજનો દિવસ: ૫ નવેમ્બર ૨૦૨૬, ગુરુવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version