Site icon

Today’s Horoscope : આજનો દિવસ:૨૯ જાન્યુઆરી ૨૦૨૬, ગુરુવાર, જાણો આપનું રાશિફળ

Today’s Horoscope : ૨૯ જાન્યુઆરી ૨૦૨૬, ગુરુવાર, વિક્રમ સંવત ૨૦૮૧ નો શુભ દિવસ છે. હિન્દુ પંચાંગ અનુસાર, આજે મહા સુદ અગિયારસ છે

todays horoscope today 29 January 2026 know todays horoscope prediction and almanac

todays horoscope today 29 January 2026 know todays horoscope prediction and almanac

News Continuous Bureau | Mumbai

Today’s Horoscope : આજનો દિવસ

૨૯ જાન્યુઆરી ૨૦૨૬, ગુરુવાર, વિક્રમ સંવત ૨૦૮૨

Join Our WhatsApp Community

 

“તિથિ” – મહા સુદ અગિયારસ

 

“દિન મહીમા”

જયા એકાદશી-શેરડી, ભિષ્મદ્વાદશી, શ્રી લાડીલેશજી પાટોત્સવ, રવિયોગ ૦૭ઃ૩૩ સુધી, વિષ્ટી ૧૩ઃ૫૭ સુધી,

 

“સુર્યોદય” – ૦૭.૧૪(મુંબઈ)

 

“સુર્યાસ્ત” – ૦૬.૨૮(મુંબઈ)

 

“રાહુ કાળ” – ૧૪.૧૬ થી ૧૫.૪૦

 

“ચંદ્ર” – વૃષભ, મિથુન(૧૮.૩૦)

આજે જન્મેલા બાળકની રાશી સાંજે ૬.૩૦ સુધી વૃષભ ત્યારબાદ મિથુન રહેશે.

 

“નક્ષત્ર” – રોહિણી, મૃગશીર્ષ(૦૭.૩૦)

 

“ચંદ્ર વાસ” – દક્ષિણ, પશ્ચિમ (૧૮.૩૦)

સાંજે ૬.૩૦ સુધી પૂર્વ-દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક ત્યાર બાદ દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક પ્રવાસ થાય

 

દિવસનાં ચોઘડિયા

શુભઃ ૦૭.૧૫ – ૦૮.૩૯

ચલઃ ૧૧.૨૭ – ૧૨.૫૨

લાભઃ ૧૨.૫૨ – ૧૪.૧૬

શુભઃ ૧૭.૦૪ – ૧૮.૨૯

 

રાત્રીનાં ચોઘડિયા

અમૃતઃ ૧૮.૨૯ – ૨૦.૦૪

ચલઃ ૨૦.૦૪ – ૨૧.૪૦

લાભઃ ૨૪.૫૨ – ૨૬.૨૭

શુભઃ ૨૮.૦૩ – ૨૯.૩૯

અમૃતઃ ૨૯.૩૯ – ૩૧.૧૫

 

રાશી ભવિષ્ય

 

“મેષઃ” (અ,લ,ઇ)-

આર્થિક બાબતો માં સારું રહે, બેન્ક બેલેન્સ વધારી શકો, નાણાકીય લેવડ દેવડમાં લાભ થાય પરંતુ યોગ્ય રીતે હિસાબ રાખવો જરૂરી બનશે. 

 

“વૃષભઃ” (બ,વ,ઉ)-

સવારથી તમારા મનમાં અનેક નવા કાર્યની સૂચિ આવી શકે છે અને તમે તમારા પ્રયત્નથી તમામ કાર્ય સારી રીતે પૂર્ણ કરી શકો, પ્રગતિકારક દિવસ રહે.

 

“મિથુનઃ”(ક, છ, ઘ)-

ગોચર ગ્રહો મુજબ જોઈએ તો બારમે ચંદ્રમા મનને થોડું દ્વિધામાં રાખે છે વળી ખર્ચ પર અંકુશ રાખવો હિતાવહ છે, આવક જાવક નો હિસાબ રાખવો જરૂરી બને.

 

“કર્કઃ”(ડ,હ)-

થોડા સમયથી તમને કેટલીક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હશો પરંતુ હવે ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણ માં આવે, દિવસ લાભદાયક રહે.

 

“સિંહઃ”(મ,ટ)-

જે મિત્રો વ્યવસાય બાબતે પરેશાન થાય છે તેમને રસ્તો મળતો જોવા મળે, ધંધો રોજગાર શોધતા મિત્રો માટે સારો અવસર આવી શકે છે. દિવસ લાભદાયક રહે.

 

“કન્યાઃ”(પ,ઠ,ણ)-

આજના દિવસે તમારે મન પાસેથી ઘણું કામ લેવાનું રહેશે, પોઝિટિવ વિચારો થી ખુબ લાભ મળે, આગળ વધવાની તક મળે.

 

“તુલાઃ”(ર,ત)-

પ્રણયમાર્ગે ચાલનારા માટે સારા સમાચાર આવી શકે, વિવાહયોગ્ય મિત્રો માટે સારી વાત આવી શકે છે, દિવસ ખુશનુમા વીતે.

 

“વૃશ્ચિકઃ”(ન,ય)-

નવા અભ્યાસ કે જ્ઞાનને લગતી બાબતોમાં સારું રહે, ઉચ્ચ અભ્યાસ કરવા ઇચ્છતા મિત્રો માટે સારી તક આવે, પ્રગતિ થાય.

 

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-

અંગત વ્યક્તિ સાથે મતભેદ થઇ શકે છે વળી હિતશત્રુઓ થી સાવધ રહેવું, વધુ વિશ્વાસે ના ચાલવા સલાહ છે.

 

“મકરઃ”(ખ,જ)-

વિદ્યાર્થીવર્ગ ને ઉચ્ચ અભ્યાસ માં સફળતા અપાવતો શુભ દિન. યાદશક્તિ અને એકાગ્રતા વધારવા માટે ધ્યાન કરવું જરૂરી બનશે.

 

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-

આજના દિવસે તમારા રસના વિષયો માં આગળ વધી શકો વળી નવી વસ્તુની ખરીદી થાય, દિવસ આનંદ માં પસાર થાય.

 

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-

આજના દિવસે તમે બનાવેલા સબંધો તમને કામ લાગશે, ભાઈ ભાંડુ સુખ સારું રહે, અંગત મિત્રોની મદદ મળી રહે, શુભ દિન.

 

Ketu Nakshatra Transit 2026: માર્ચના અંતમાં કેતુનો મોટો ધડાકો! નક્ષત્ર પરિવર્તનથી આ ૩ રાશિઓના શરૂ થશે ‘અચ્છે દિન’; કિસ્મતનો સાથ મળતા થશે ધનવર્ષા.
Today’s Horoscope : આજનો દિવસ:૨૧ માર્ચ ૨૦૨૬, શનિવાર, જાણો આપનું રાશિફળ
Today’s Horoscope : આજનો દિવસ: 20 માર્ચ ૨૦૨૬, શુક્રવાર, જાણો આપનું રાશિફળ
Dreaming of Snakes: સપનામાં સાપ દેખાય તો સમજી લો ચમકવાનું છે ભાગ્ય: અઠવાડિયાના આ દિવસે સાપ દેખાવો માનવામાં આવે છે અત્યંત શુભ
Exit mobile version