Site icon

Today’s Horoscope : આજનો દિવસ: ૩૧ જુલાઈ ૨૦૨૫, ગુરુવાર… શિતળા સાતમ, બૃહસ્પતિ પૂજન; જાણો આપનું રાશિફળ

Today’s Horoscope : આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય: ૩૧ જુલાઈ ૨૦૨૫, ગુરુવાર

Todays horoscope today 31 July 2025 know todays horoscope prediction and almanac

Todays horoscope today 31 July 2025 know todays horoscope prediction and almanac

News Continuous Bureau | Mumbai

Today’s Horoscope   

Join Our WhatsApp Community

આજનું પંચાંગ:

  • તારીખ: ૩૧ જુલાઈ ૨૦૨૫, ગુરુવાર
  • વિક્રમ સંવત: ૨૦૮૧
  • તિથિ: શ્રાવણ સુદ સાતમ
  • દિન મહિમા:
    • શિતળા સાતમ: દક્ષિણ ગુજરાતમાં આ દિવસનું વિશેષ મહત્વ છે.
    • બૃહસ્પતિ પૂજન: ગુરુવાર હોવાથી બૃહસ્પતિ દેવનું પૂજન કરવું શુભ રહેશે.
    • સંત તુલસીદાસ જયંતિ: સંત તુલસીદાસજીની જન્મજયંતિ.
    • વિષ્ટી-સ્થિરયોગ: ૨૮:૫૯ થી (રાત્રે ૪:૫૯ વાગ્યાથી).

Today’s Horoscope : મુંબઈમાં સૂર્યોદય અને સૂર્યાસ્ત સમય ( panchang Mumbai )

  • સૂર્યોદય (મુંબઈ): સવારે ૬:૧૬ વાગ્યે
  • સૂર્યાસ્ત (મુંબઈ): સાંજે ૭:૧૩ વાગ્યે
  • રાહુ કાળ: બપોરે ૧૪:૨૨ થી ૧૫:૫૯ (આ સમયમાં શુભ કાર્યો ટાળવા).
  • ચંદ્ર: કન્યા રાશિમાં, ત્યારબાદ ૧૧:૧૪ વાગ્યાથી તુલા રાશિમાં પ્રવેશ કરશે.
    • આજે જન્મેલા બાળકની રાશિ: સવારે ૧૧:૧૪ સુધી કન્યા રહેશે, ત્યારબાદ તુલા રહેશે.
  • નક્ષત્ર: ચિત્રા
  • ચંદ્ર વાસ:
    • સવારે ૧૧:૧૪ સુધી: પૂર્વ-દક્ષિણ દિશામાં પ્રવાસ સુખદાયક, જ્યારે પશ્ચિમ-ઉત્તર દિશામાં કષ્ટદાયક.
    • ૧૧:૧૪ વાગ્યા પછી: દક્ષિણ-પશ્ચિમ દિશામાં પ્રવાસ સુખદાયક, જ્યારે ઉત્તર-પૂર્વ દિશામાં કષ્ટદાયક.

Today’s Horoscope  આજના ચોઘડિયા:

દિવસનાં ચોઘડિયા:

  • શુભ: સવારે ૬:૧૬ થી ૭:૫૩
  • ચલ: સવારે ૧૧:૦૮ થી ૧૨:૪૫
  • લાભ: બપોરે ૧૨:૪૫ થી ૧૪:૨૨
  • શુભ: સાંજે ૧૭:૩૬ થી ૧૯:૧૩

રાત્રીનાં ચોઘડિયા:

  • અમૃત: સાંજે ૧૯:૧૩ થી ૨૦:૩૬
  • ચલ: રાત્રે ૨૦:૩૬ થી ૨૧:૫૯
  • લાભ: મધ્યરાત્રિ પછી ૨૪:૪૫ થી ૨૬:૦૮
  • શુભ: વહેલી સવારે ૨૭:૩૧ થી ૨૮:૫૪
  • અમૃત: વહેલી સવારે ૨૮:૫૪ થી ૩૦:૧૭

Today’s Horoscope આજનું રાશિ ભવિષ્ય:

  • મેષઃ (અ,લ,ઇ)તમારા મનમાં રહેલી કોઈ ઈચ્છા પૂરી થાય. જાહેરજીવનમાં સારું રહે. એક સાથે ઘણા લોકોને મળવાનું થાય.
  • વૃષભઃ (બ,વ,ઉ)કામકાજમાં વ્યસ્તતા રહે. મનમાં થોડી અશાંતિ જોવા મળે. બેચેની જેવું લાગ્યા કરે. મધ્યમ દિવસ.
  • મિથુનઃ (ક, છ, ઘ)પ્રણય માર્ગે આગળ વધી શકો. પ્રિયપાત્રથી મુલાકાત થાય. મનની વાત વ્યક્ત કરી શકો. શુભ દિન.
  • કર્કઃ (ડ,હ)તમામ ભૌતિક સુખ-સગવડ મળે. દિવસ આરામદાયક રહે. સ્ત્રીવર્ગને સારું રહે. વેપારીવર્ગને મધ્યમ.
  • સિંહઃ (મ,ટ)રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો. નવા કાર્યમાં આગળ વધી શકો. ગણતરીપૂર્વકના સાહસમાં લાભ થાય.
  • કન્યાઃ (પ,ઠ,ણ)તમારા સૌમ્ય વાણી-વર્તનથી લાભ થાય. લોકો તમારી સલાહ માને અને આદર આપે. આગળ વધી શકો.
  • તુલાઃ (ર,ત)તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય. કલા-સંસ્કૃતિમાં રસ લઈ શકો. યશ-પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય.
  • વૃશ્ચિકઃ (ન,ય)ખર્ચ પર અંકુશ રાખવો. બિનજરૂરી નાણાંનો વ્યય ન કરવાની સલાહ છે. પૈસાનું આયોજન કરવું જરૂરી છે.
  • ધનઃ (ભ,ફ,ધ,ઢ)સગાં-સ્નેહી અને મિત્રોથી સારું રહે. અન્યની મદદથી કાર્ય પૂર્ણ થાય. આગળ વધવાની તક પ્રાપ્ત થાય.
  • મકરઃ (ખ,જ)કામકાજમાં સફળતા મળે. યશ-પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી શકો. મિત્રોની મદદ મળી રહે. શુભ દિન.
  • કુંભઃ (ગ,શ,સ,ષ)અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો. ભાગ્યની દેવી રીઝતી જણાય. નવીન તક હાથમાં આવે. પ્રગતિ થાય.
  • મીનઃ (દ, ચ, ઝ, થ)માનસિક ટેન્શન રહ્યા કરે. કામમાં રુકાવટ આવતી જોવા મળે. અણધાર્યા પ્રશ્નોનું નિરાકરણ કરવામાં સમય વીતે.

(Disclaimer : અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

Uppana Ekadashi: ઉત્પન્ના એકાદશી પર કરો આ મહાદાન! ભગવાન વિષ્ણુની કૃપાથી થશે ધન-સમૃદ્ધિમાં વધારો, જાણો શું છે શુભ
Today’s Horoscope : આજનો દિવસ:૧૪ નવેમ્બર ૨૦૨૫, શુક્રવાર, જાણો આપનું રાશિફળ
Today’s Horoscope : આજનો દિવસ:૧૩ નવેમ્બર ૨૦૨૫, ગુરુવાર, જાણો આપનું રાશિફળ
Rahu Gochar 2025: ૨ ડિસેમ્બરથી શરૂ થશે ‘અચ્છે દિન’! આ લકી રાશિઓને મળશે અપાર ધન અને માન-સન્માન
Exit mobile version