Site icon News Continuous Bureau | Mumbai

Today’s Horoscope : આજે ૪ સપ્ટેમ્બર ૨૦૨૪, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

Today’s Horoscope : આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

Today's Horoscope Today 4 September 2024, know today's horoscope and horoscope.

Today's Horoscope Today 4 September 2024, know today's horoscope and horoscope.

News Continuous Bureau | Mumbai

Today’s Horoscope  

Join Our WhatsApp Channel

આજનો દિવસ
૪ સપ્ટેમ્બર ૨૦૨૪, બુધવાર

“તિથિ” – ભાદરવો સુદ એકમ

“દિન મહીમા”
ભાદરવા શરૂ, રામદેવજી નોરતા આરંભ, મૌનવ્રત આરંભ, બુધ સિંહમાં ૧૧:૨૩, ચંદ્રદર્શન, મુ.૪૫ સમર્થ, મહાવીર સ્વામી જન્મ વાંચન, રાધાષ્ટમી વધાઇ આરંભ

Today’s Horoscope :   મુંબઈમાં સૂર્યોદય અને સૂર્યાસ્ત સમય ( panchang Mumbai )

“સુર્યોદય” – ૬.૨૫ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૬.૪૯ (મુંબઈ)

“રાહુ કાળ” – ૧૨.૩૭ થી ૧૪.૧૦

“ચંદ્ર” – સિંહ, કન્યા (૯.૫૪)
આજે જન્મેલા બાળકની રાશી સવારે ૯.૫૪ સુધી સિંહ ત્યારબાદ રાશી કન્યા રહેશે.

“નક્ષત્ર” – ઉત્તરાફાલ્ગુની

“ચંદ્ર વાસ” – પૂર્વ, દક્ષિણ (૯.૫૪)
સવારે ૯.૫૪ સુધી ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક ત્યાર બાદ પૂર્વ-દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
લાભઃ ૬.૨૫ – ૭.૫૮
અમૃતઃ ૭.૫૮ – ૯.૩૧
શુભઃ ૧૧.૦૪ – ૧૨.૩૭
ચલઃ ૧૫.૪૩ – ૧૭.૧૬
લાભઃ ૧૭.૧૬ – ૧૮.૪૯

રાત્રીનાં ચોઘડિયા
શુભઃ ૨૦.૧૬ – ૨૧.૪૩
અમૃતઃ ૨૧.૪૩ – ૨૩.૧૦
ચલઃ ૨૩.૧૦ – ૨૪.૩૭
લાભઃ ૨૭.૩૧ – ૨૮.૫૮

 Today’s Horoscope :  રાશી ભવિષ્ય

“મેષઃ” (અ,લ,ઇ)-
સીધી સરળ વાતથી કાર્ય નહિ બને એ માટે કુટનિતિજ્ઞ રસ્તાઓ અપનાવવા પડે, બુદ્ધિપૂર્વક નિર્ણય લેવા.

“વૃષભઃ” (બ,વ,ઉ)-
પ્રણયમાર્ગે આગળ વધી શકો,મનની વાત વ્યક્ત કરી શકો. લાગણીના સંબંધોમાં સારું રહે.

“મિથુનઃ”(ક, છ, ઘ)-
તમારા અંતરંગ શોખ માટે સમય કાઢી શકો, જમીન મકાન વાહન સુખ સારું રહે, દિવસ પ્રગતિકારક રહે.

“કર્કઃ”(ડ,હ)-
ગણતરીપૂર્વકના સાહસ થી લાભ થશે, નવા કાર્યમાં આગળ વધી શકો, રચનાત્મક કામગીરી કરી શકો.

“સિંહઃ”(મ,ટ)-
બેન્ક વીમા વિગેરે કાર્ય કરીશ શકો, આર્થિક બાબતો માં મધ્યમ રહે, આવકના નવા સ્ત્રોત્ર વિચારી શકો.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-
તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય,નવા વિચારોથી લાભ થાય, યશ-પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય.

“તુલાઃ”(ર,ત)-
દૂર દેશ થી સારા સમાચાર મળે,નવા સંપર્કો સાથે વાત થાય. અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો.

“વૃશ્ચિકઃ”(ન,ય)-
જીવનમાં પરિવર્તનનો પવન ફૂકાતો જોવા મળે, નવા વિચાર થી મન સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો.

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
વેપારી વર્ગને મધ્યમ રહે, નોકરિયાતવર્ગે ઉપરી અધિકારીઓ સાથે મતભેદ નિવારવા સલાહ છે.

“મકરઃ”(ખ,જ)-
ગુરુકૃપા થી કાર્ય સિદ્ધ થાય, ધ્યાન-યોગ-મૌન થી લાભ થાય, આધ્યાત્મિક ચિંતન થાય, શુભ દિન.

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
બધું મનનું ધાર્યું ના થાય ,મિશ્ર અનુભવ આપતો દિવસ, નેગેટિવ વિચારો ટાળવા સલાહ છે.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
પ્રણયમાર્ગે ચાલનારા માટે મધ્યમ કહી શકાય, વિવાહયોગ્ય મિત્રો માટે સારી વાત આવી શકે છે, સુંદર દિવસ.

Mangal Gochar 2026।મે મહિનામાં મંગળનું મેષ રાશિમાં ગોચર આ ૪ રાશિઓ માટે સર્જાશે ‘રાજયોગ’, ધનદૌલતનો થશે વરસાદ!
Today’s Horoscope : આજનો દિવસ:૨૧ એપ્રિલ ૨૦૨૬, મંગળવાર, જાણો આપનું રાશિફળ
Lakshmi Narayan Yoga। ગ્રહોની શુભ ચાલ: એપ્રિલના અંતમાં રચાશે લક્ષ્મી નારાયણ યોગ, આ ૩ રાશિના જાતકો પર થશે ધનવર્ષા!
Today’s Horoscope : આજનો દિવસ:૨૦ એપ્રિલ ૨૦૨૬, સોમવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version