Site icon News Continuous Bureau | Mumbai

Today’s Horoscope : આજનો દિવસ:૫ સપ્ટેમ્બર ૨૦૨૬, શનિવાર, જાણો આપનું રાશિફળ

Today’s Horoscope : ૫ સપ્ટેમ્બર ૨૦૨૬, શનિવાર, વિક્રમ સંવત ૨૦૮૧ નો શુભ દિવસ છે. હિન્દુ પંચાંગ અનુસાર, આજે શ્રાવણ વદ નોમ છે

todays horoscope today 5 september 2026 know todays horoscope prediction and almanac

todays horoscope today 5 september 2026 know todays horoscope prediction and almanac

News Continuous Bureau | Mumbai 

Today’s Horoscope : આજનો દિવસ

૫ સપ્ટેમ્બર ૨૦૨૬, શનિવાર, વિક્રમ સંવત ૨૦૮૨

Join Our WhatsApp Channel

 

“તિથિ” – શ્રાવણ વદ નોમ

 

“દિન મહીમા”

નંદ મહોત્સવ, ગોગા નવમી, પારણાં નવમી, શ્રી રામાનુજ જયંતિ, દગ્ધયોગ ૨૧ઃ૫૫ સુધી, શિક્ષક દિન, ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણન જયંતિ, દહિંહાંડી ઉત્સવ – મુંબઈ, મદ્રાસ, સિદ્ધિયોગ ૨૧ઃ૩૦ થી ૨૧ઃ૫૫

 

“સુર્યોદય” – ૦૬.૨૫(મુંબઈ)

 

“સુર્યાસ્ત” – ૦૬.૪૮(મુંબઈ)

 

“રાહુ કાળ” – ૯.૩૧ થી ૧૧.૦૪

 

“ચંદ્ર” – વૃષભ, મિથુન (૧૦.૧૭)

આજે જન્મેલા બાળકની રાશી સવારે ૧૦.૧૭ સુધી વૃષભ રહેશે ત્યારબાદ રાશી મિથુન રહેશે.

 

“નક્ષત્ર” – મૃગશીર્ષ, આદ્રા (૨૧.૨૯)

 

“ચંદ્ર વાસ” – દક્ષિણ, પશ્ચિમ (૧૦.૧૭)

સવારે ૧૦.૧૭ સુધી પૂર્વ-દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક ત્યાર બાદ દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક પ્રવાસ થાય

 

દિવસનાં ચોઘડિયા

શુભઃ ૦૭.૫૮ – ૦૯.૩૧

ચલઃ ૧૨.૩૭ – ૧૪.૧૦

લાભઃ ૧૪.૧૦ – ૧૫.૪૩

અમૃતઃ ૧૫.૪૩ – ૧૭.૧૬

 

રાત્રીનાં ચોઘડિયા

લાભઃ ૧૮.૪૯ – ૨૦.૧૬

શુભઃ ૨૧.૪૩ – ૨૩.૧૦

અમૃતઃ ૨૩.૧૦ – ૨૪.૩૭

ચલઃ ૨૪.૩૭ – ૨૬.૦૪

લાભઃ ૨૮.૫૮ – ૩૦.૨૬

 

રાશી ભવિષ્ય

 

“મેષઃ” (અ,લ,ઇ)-

આર્થિક બાબતો માં સારું રહે, બેન્ક બેલેન્સ વધારી શકો, નાણાકીય લેવડ દેવડમાં લાભ થાય પરંતુ યોગ્ય રીતે હિસાબ રાખવો જરૂરી બનશે.  

 

“વૃષભઃ” (બ,વ,ઉ)-

સવારથી તમારા મનમાં અનેક નવા કાર્યની સૂચિ આવી શકે છે અને તમે તમારા પ્રયત્નથી તમામ કાર્ય સારી રીતે પૂર્ણ કરી શકો,પ્રગતિકારક દિવસ રહે. 

 

“મિથુનઃ”(ક, છ, ઘ)-

ગોચર ગ્રહો મુજબ જોઈએ તો બારમે ચંદ્રમા મનને થોડું દ્વિધામાં રાખે છે વળી ખર્ચ પર અંકુશ રાખવો હિતાવહ છે, આવક જાવક નો હિસાબ રાખવો જરૂરી બને. 

 

“કર્કઃ”(ડ,હ)-

થોડા સમયથી તમને કેટલીક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હશો પરંતુ હવે ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણ માં આવે, દિવસ લાભદાયક રહે. 

 

“સિંહઃ”(મ,ટ)-

જે મિત્રો વ્યવસાય બાબતે પરેશાન થાય છે તેમને રસ્તો મળતો જોવા મળે, ધંધો રોજગાર શોધતા મિત્રો માટે સારો અવસર આવી શકે છે, દિવસ લાભદાયક રહે. 

 

“કન્યાઃ”(પ,ઠ,ણ)-

આજના દિવસે તમારે મન પાસેથી ઘણું કામ લેવાનું રહેશે, પોઝિટિવ વિચારો થી ખુબ લાભ મળે, આગળ વધવાની તક મળે. 

 

“તુલાઃ”(ર,ત)-

પ્રણયમાર્ગે ચાલનારા માટે સારા સમાચાર આવી શકે, વિવાહયોગ્ય મિત્રો માટે સારી વાત આવી શકે છે, દિવસ ખુશનુમા વીતે.

 

“વૃશ્ચિકઃ”(ન,ય)-

નવા અભ્યાસ કે જ્ઞાનને લગતી બાબતોમાં સારું રહે, ઉચ્ચ અભ્યાસ કરવા ઇચ્છતા મિત્રો માટે સારી તક આવે, પ્રગતિ થાય. 

 

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-

અંગત વ્યક્તિ સાથે મતભેદ થઇ શકે છે વળી હિતશત્રુઓ થી સાવધ રહેવું, વધુ વિશ્વાસે ના ચાલવા સલાહ છે. 

 

“મકરઃ”(ખ,જ)-

વિદ્યાર્થીવર્ગ ને ઉચ્ચ અભ્યાસ માં સફળતા અપાવતો શુભ દિન, યાદશક્તિ અને એકાગ્રતા વધારવા માટે ધ્યાન કરવું જરૂરી બનશે. 

 

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-

આજના દિવસે તમારા રસના વિષયો માં આગળ વધી શકો વળી નવી વસ્તુની ખરીદી થાય, દિવસ આનંદ માં પસાર થાય.

 

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-

આજના દિવસે તમે બનાવેલા સબંધો તમને કામ લાગશે, ભાઈ ભાંડુ સુખ સારું રહે, અંગત મિત્રોની મદદ મળી રહે, શુભ દિન.

Budh Vakri 2026 દિવાળી ટાણે જ બુધની વક્રદ્રષ્ટિ! તુલા રાશિમાં ગ્રહોના રાજકુમારની ઉલ્ટી ચાલ આ ૪ રાશિના જાતકોએ આર્થિક નિર્ણયોમાં સતર્ક રહેવું પડશે
Sharad Purnima Moon Rise Time રવિવારે સોળ કળાએ ખીલશે ચંદ્રદેવ; જાણો અર્ઘ્ય વિધિ, નિશિથ કાળ લક્ષ્મી પૂજન અને ખીર રાખવાનું શુભ મુહૂર્ત
Today’s Horoscope : આજનો દિવસ: ૧૯ ઓક્ટોબર ૨૦૨૬, સોમવાર, જાણો આપનું રાશિફળ
Shukra Vakri 2026 શુક્રની બદલાઈ ચાલ, ૨૯ દિવસ સુધી વક્રી રહેશે આજથી ૫ રાશિના જાતકોની મુશ્કેલીઓમાં થઈ શકે છે વધારો, જાણો જ્યોતિષીય ઉપાયો
Exit mobile version