Site icon News Continuous Bureau | Mumbai

Today’s Horoscope : આજનો દિવસ: ૮ સપ્ટેમ્બર ૨૦૨૫, સોમવાર,જાણો આપનું રાશિફળ

Today’s Horoscope : આજે ૮ સપ્ટેમ્બર ૨૦૨૫, સોમવાર, વિક્રમ સંવત ૨૦૮૧ નો શુભ દિવસ છે. હિન્દુ પંચાંગ અનુસાર, આજે ભાદરવા વદ એકમ તિથિ છે

todays horoscope today 8 september 2025 know todays horoscope prediction and almanac

todays horoscope today 8 september 2025 know todays horoscope prediction and almanac

News Continuous Bureau | Mumbai

Today’s Horoscope : આજનો દિવસ

૮ સપ્ટેમ્બર ૨૦૨૫, સોમવાર, વિક્રમ સંવત ૨૦૮૧

Join Our WhatsApp Channel

 

“તિથિ” – ભાદરવો વદ એકમ

 

“દિન મહીમા”

મહાલય શ્રાધ્ધ પક્ષ શરૂ, ગ્રહણ કરિદિન, પંચક, કુમારયોગ ૨૦:૦૪ સુધી, વિશ્વ સાક્ષરતા દિન, એકમનું શ્રાધ્ધ 

 

“સુર્યોદય” – ૬.૨૫ (મુંબઈ)

 

“સુર્યાસ્ત” – ૬.૪૫ (મુંબઈ)

 

“રાહુ કાળ” – ૭.૫૮ થી ૯.૩૧

 

“ચંદ્ર” – કુંભ, મીન (૧૪.૨૮)

આજે જન્મેલા બાળકની રાશી બપોરે ૨.૨૮ સુધી કુંભ ત્યારબાદ મીન રહેશે.

 

“નક્ષત્ર” – પૂર્વભાદ્રપદ, ઉત્તરભાદ્રપદ (૨૦.૦૧)

 

“ચંદ્ર વાસ” – પશ્ચિમ, ઉત્તર (૧૪.૨૮)

બપોરે ૨.૨૮ સુધી દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક ત્યાર બાદ પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક પ્રવાસ થાય.

 

દિવસનાં ચોઘડિયા

અમૃતઃ ૬.૨૬ – ૭.૫૮

શુભઃ ૯.૩૧ – ૧૧.૦૩

ચલઃ ૧૪.૦૮ – ૧૫.૪૧

લાભઃ ૧૫.૪૧ – ૧૭.૧૩

અમૃતઃ ૧૭.૧૩ – ૧૮.૪૬

 

રાત્રીનાં ચોઘડિયા

ચલઃ ૧૮.૪૬ – ૨૦.૧૩

લાભઃ ૨૩.૦૯ – ૨૪.૩૬

શુભઃ ૨૬.૦૪ – ૨૭.૩૧

અમૃતઃ ૨૭.૩૧ – ૨૮.૫૯

ચલઃ ૨૮.૫૯ – ૩૦.૨૬

 

રાશી ભવિષ્ય

 

“મેષઃ” (અ,લ,ઇ)-

ગુસ્સા અને આવેશ પર સંયમ રાખવો પડે, ન ગમતી ઘટનાઓમાંથી પસાર થવું પડે, દિવસ માધ્યમ રહે.

 

“વૃષભઃ” (બ,વ,ઉ)-

આજના દિવસે કેટલીક બાબતમાં પ્રતીક્ષા કરવાની આવશે, સફળતા માટે થોડી રાહ જોવી પડે પણ યાદ રાખો સફળતા મળશે જ.

 

“મિથુનઃ”(ક, છ, ઘ)-

નોકરિયાત વર્ગને સારી કામગીરી મળે, વેપારી મિત્રોને ખરીદ વેચાણમાં લાભ થાય, દિવસ સારો રહે.

 

“કર્કઃ”(ડ,હ)-

ઘણી ઘટનાઓનું ઊંડાણ પૂર્વક પૃથ્થકરણ કરી શકો, મનોમંથન કરી શકો, આંતરિક શક્તિમાં વૃદ્ધિ થાય.

 

“સિંહઃ”(મ,ટ)-

લાગણીના સંબંધોમાં ઠેસ પહોંચતી જોવા મળે, મનમાં બેચેની રહ્યા કરે, ધાર્યા કામ પાર ના પડે.

 

“કન્યાઃ”(પ,ઠ,ણ)-

વિવાહયોગ્ય મિત્રો માટે સારી વાત આવી શકે છે, ભાગીદારીમાં લાભ થાય, પ્રગતિકારક દિવસ રહે.  

 

“તુલાઃ”(ર,ત)-

લોન વિગેરે બાબતનું ટેન્શન રહેતું જોવા મળે, જીવનમાં નિયમિતતા જરૂરી છે, પૂજા પાઠથી બળ મળી રહેશે.

 

“વૃશ્ચિકઃ”(ન,ય)-

વિદ્યાર્થીવર્ગે વધુ મહેનત કરવી પડે, સંતાન અંગે ચિંતા જણાય, જો કે ધીમે ધીમે પરિસ્થિતિ સુધરે.

 

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-

મનમાં નવા તાજા વિચારો અને હકારત્મક્તા થી લાભ થાય, લેખન વાંચન અને મનન કરી શકો જેની ખુબ જરુરુ છે.

 

“મકરઃ”(ખ,જ)-

જીવનમાં પરિવર્તનનો પવન ફૂંકાઈ રહ્યો છે, પરિસ્થિતિમાં ફેરફાર આવી રહ્યો છે, સમજી ને ચાલવું.

 

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-

નિરાશા કે બેચેની જેવું જણાય, મનમાં બેચેની રહ્યા કરે, કોઈ પ્રવૃત્તિમાં મનના લાગે.   

 

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-

તમારી જાતને અંદર થી ઓળખી શકો, આત્મસંવાદ કરી શકો જેથી તમારી જાતને સારી રીતે તપાસી શકો.

Today’s Horoscope : આજનો દિવસ: ૯ નવેમ્બર ૨૦૨૬, સોમવાર, જાણો આપનું રાશિફળ
Today’s Horoscope : આજનો દિવસ: ૭ નવેમ્બર ૨૦૨૬, શનિવાર, જાણો આપનું રાશિફળ
Today’s Horoscope : આજનો દિવસ: ૬ નવેમ્બર ૨૦૨૬, શુક્રવાર, જાણો આપનું રાશિફળ
Shani Sade Sati 2027 Astrology Forecast વર્ષ ૨૦૨૭ માં શનિની સાડાસાતીની અસરો જાણો કઈ રાશિઓને મળશે પીડામાંથી મુક્તિ અને કયા જાતકોએ રહેવું પડશે સાવધાન
Exit mobile version