News Continuous Bureau | Mumbai
Today’s Horoscope : આજનો દિવસ
૯ એપ્રિલ ૨૦૨૬, ગુરુવાર, વિક્રમ સંવત ૨૦૮૨
“તિથિ” – ચૈત્ર વદ સાતમ
“દિન મહીમા”
શ્રી વિઠ્ઠલનાથજી નો ઉત્સવ-નાથદ્વારા, વિષ્ટી ૦૮ઃ૧૩ સુધી, રવિયોગ ૦૮.૪૯સુધી, શ્રીવિજય જયંત સેન સુરીશ્વર મ.સા. પૂ.તિથી, શ્રીલાલબાપા પૂ.તિથી-ગોંડલ
“સુર્યોદય” – ૦૬.૨૭(મુંબઈ)
“સુર્યાસ્ત” – ૦૬.૫૩(મુંબઈ)
“રાહુ કાળ” – ૧૪.૧૩ થી ૧૫.૪૭
“ચંદ્ર” – ધનુ
આજે જન્મેલા બાળકની રાશી ધનુ રહેશે.
“નક્ષત્ર” – મૂળ, પૂર્વાષાઢા(૦૮.૪૭)
“ચંદ્ર વાસ” – પૂર્વ
ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક પ્રવાસ રહે.
દિવસનાં ચોઘડિયા
શુભઃ ૦૬.૨૭ – ૦૮.૦૦
ચલઃ ૧૧.૦૭ – ૧૨.૪૦
લાભઃ ૧૨.૪૦ – ૧૪.૧૩
શુભઃ ૧૭.૨૦ – ૧૮.૫૩
રાત્રીનાં ચોઘડિયા
અમૃતઃ ૧૮.૫૩ – ૨૦.૨૦
ચલઃ ૨૦.૨૦ – ૨૧.૪૬
લાભઃ ૨૪.૪૦ – ૨૬.૦૬
શુભઃ ૨૭.૩૩ – ૨૮.૫૯
અમૃતઃ ૨૮.૫૯ – ૩૦.૨૬
રાશી ભવિષ્ય
“મેષઃ” (અ,લ,ઇ)-
જીવનમાં યોગ્ય વિચારપઘ્ધતિથી આગળ વધી શકો, તમારા યોગ્ય વાણી વર્તનથી લાભ મેળવી શકો, પ્રગતિકારક દિવસ રહે.
“વૃષભઃ” (બ,વ,ઉ)-
તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય, તમારા પ્રતિભાવ અને કાર્યની સરાહના થાય.
“મિથુનઃ”(ક, છ, ઘ)-
વાદ વિવાદ થી દૂર રહેવું, જામીનગીરી ના કરવા સલાહ છે, અન્ય માટે વિશેષ દોડધામ રહે, મધ્યમ દિવસ.
“કર્કઃ”(ડ,હ)-
સગા સ્નેહી મિત્રો થી સારું રહે, આગળ વધવાની તક પ્રાપ્ત થાય, કેટલીક બાબતોને ઊંડાણપૂર્વક સમજી શકશો.
“સિંહઃ”(મ,ટ)-
વેપારીવર્ગ ને સારું રહે, નવી દિશાઓ ખુલતી જણાય, પ્રગતિ થાય, નોકરિયાતવર્ગ માટે પણ પ્રગતિકારક સમય.
“કન્યાઃ”(પ,ઠ,ણ)-
ધ્યાન યોગ મૌન થી લાભ થાય, દાન ધર્મ કરી શકો, આધ્યાત્મિક ચિંતન થાય, શુભ દિન.
“તુલાઃ”(ર,ત)-
દૂર દેશ થી સારા સમાચાર મળે, લાગણી ની વાત વ્યક્ત કરી શકો, સારો પ્રતિભાવ પ્રાપ્ત કરી શકો, દિવસ આનંદદાયક રહે.
“વૃશ્ચિકઃ”(ન,ય)-
દામ્પત્યજીવનમાં સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો, ટીમવર્કથી સારું પરિણામ મેળવી શકો.
“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
તબિયતની કાળજી લેવી, ખાવા પીવામાં ધ્યાન રાખવું, લાઈફસ્ટાઈલમાં ફેરફાર કરવા પડે, મધ્યમ દિવસ.
“મકરઃ”(ખ,જ)-
પ્રણયમાર્ગે આગળ વધી શકો, ગમતી વ્યક્તિથી મુલાકાત થાય, વિશેષ પ્રતિભા કેળવી શકો.
“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
કોર્ટ કચેરી માં રાહત થાય, અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો, નવી ઓળખાણોની મદદ થી કાર્ય સિદ્ધ થાય, પ્રગતિકારક દિવસ રહે.
“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
સાહસ થી સિદ્ધિ પ્રાપ્ત થાય, રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો, તમારું કૌશલ્ય દેખાડી શકો અને આગળ વધી શકો.
