ભરત મિલાપ મંદિર એ મધ્ય પ્રદેશના ચિત્રકૂટ ગામમાં સ્થિત એક હિન્દૂ મંદિર છે. આ જિલ્લાના અન્ય ધાર્મિક સ્થળોની જેમ આ મંદિર પણ પૌરાણિક કથા રામાયણના એક મહત્વપૂર્ણ અધ્યાયનું સાક્ષી છે. આ મંદિર તે સ્થળ તરીકે જાણીતું છે જ્યાં ભગવાન શ્રી રામના વનવાસ દરમિયાન ભરત શ્રી રામને મળ્યા હતા અને તેમણે ભરત ને અયોધ્યા પાછા ફરી રાજ્યનું કાર્યભાળ સંભાળવા માટે સમજાવ્યા હતા.
આજનું મંદિર – ભરત મિલાપ મંદિર.
