News Continuous Bureau | Mumbai
દેશના લગભગ દરેક ઘરના આંગણામાં તુલસીનો છોડ(basil) હોય છે. આ છોડનું ધાર્મિક મહત્વ શાસ્ત્રોમાં ઘણું જણાવવામાં આવ્યું છે. શાસ્ત્રો અનુસાર તુલસીના છોડમાં દેવી લક્ષ્મીનો(laxmi) વાસ છે. એવું કહેવાય છે કે દરરોજ તુલસીજીની પૂજા કરવાથી લક્ષ્મી મા પ્રસન્ન થાય છે અને તેમના આશીર્વાદ વરસાવે છે અને ઘરમાં સુખ-સમૃદ્ધિ લાવે છે.તુલસીના પાનનો (basil leaves)ઉપયોગ અનેક દેવી-દેવતાઓની પૂજામાં ભોગ ચઢાવવા માટે થાય છે. ખાસ કરીને આના વિના શ્રી વિષ્ણુજીની (vishnu pooja)પૂજા પૂર્ણ થતી નથી. એટલા માટે તમારે દરરોજ તુલસીજીની પૂજા કરવી જોઈએ. જો કે, તુલસીજીની પૂજા દરમિયાન તમારે કેટલીક વસ્તુઓ અવશ્ય કરવી જોઈએ. તુલસી પૂજાના સમયે આ નાનું કામ કરો
1. ઘરમાં તુલસીના છોડ રાખવાથી ઘણા પ્રકારના વાસ્તુ દોષ (vastu dosh)સમાપ્ત થાય છે. તુલસીના છોડથી વધુમાં વધુ લાભ મેળવવા માટે તેને ઉત્તર, ઉત્તર-પૂર્વ અથવા પૂર્વ દિશામાં લગાવવો જોઈએ. ક્યારેય પણ ઘરના દક્ષિણ ભાગમાં તુલસીનો છોડ ના લગાવવો જોઈએ. જેનાથી ઘરમાં અશાંતિ ઉભી થાય છે.
2. તુલસી ને રસોડા (kitchen)ની નજીક પણ રાખી શકાય છે. આ કરવાથી તમારા ઘરની પારિવારિક તકરાર સમાપ્ત થાય છે.
3. સવારે નિયમિત રીતે તુલસીના છોડની(tulsi pooja) પૂજા કર્યા પછી તેને જળ અર્પિત કરવું જોઈએ.
4. રોજ સાંજે સંધ્યા વંદન (evening pooja)કર્યા પછી તુલસીના છોડ નીચે દીવો કરવો. આમ કરવાથી ઘરમાં લક્ષ્મીજીનો વાસ થાય છે.પૂજા પછી અંતે આરતી વાંચો.
5. શાસ્ત્રો મુજબ તુલસી દર રવિવાર(sunday) અને એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ માટે વ્રત કરે છે. તેથી રવિવાર, એકાદશીના દિવસે ક્યારેય પણ તુલસીને જળ ના ચઢાવશો. આ સિવાય સૂર્ય અને ચંદ્રગ્રહણના (surya and chandra grahan)સમયે તુલસીને જળ અર્પણ ના કરવુ જોઈએ. આ દિવસે તુલસીના પત્તા પણ ના તોડવા જોઈએ.જો તમને આ દિવસે તુલસીના પાન જોઈતા હોય તો તેને એક દિવસ પહેલા તોડીને રાખો.
6. તુલસીના પાનને ક્યારેય પણ નખથી (nail)ના તોડવા જોઈએ. તમારી આંગળીઓ દ્વારા સરળતાથી તોડવા જોઈએ. તુલસીના છોડને કોઈ પણ પ્રકારનું નુકસાન ના થાય તે રીતે તેના પાન તોડવા જોઈએ.
7. માન્યતાઓ અનુસાર, તુલસીની નિયમિત પૂજા (tulsi pooja)કરવાથી જીવનમાં ચાલી રહેલી સમસ્યાઓ દૂર થઈ શકે છે.
આ સમાચાર પણ વાંચો : વાસ્તુ ટિપ્સ- જો તમે પણ બીજા ની આ વસ્તુ વાપરતા હોવ તો આજથી જ કરો તેને બંધ-નહીં તો કરવો પડશે કપરા સમયનો સામનો
