Site icon

ઉત્તરાખંડ: નૈનિતાલ હાઇકોર્ટે ચારધામ યાત્રા પરનો પ્રતિબંધ હટાવ્યો, ભક્તો આ શરતો સાથે દર્શન કરી શકશે; જાણો વિગતે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 16 સપ્ટેમ્બર, 2021

Join Our WhatsApp Community

ગુરુવાર

નૈનીતાલ (ઉત્તરાખંડ) હાઈકોર્ટે ચારધામ યાત્રા પર પોતે જ મૂકેલા સ્ટે ઓર્ડરને હટાવી દીધો છે.

શ્રદ્ધાળુઓ હવે અમુક શરતોને આધીન દર્શન કરી શકશે. 

પ્રાપ્ત જાણકારી મુજબ ઉત્તરાખંડના મુખ્ય ન્યાયાધીશની આગેવાની હેઠળની ખંડપીઠે કેદારનાથ ધામમાં દરરોજ 800 યાત્રીઓને, બદ્રીનાથ ધામમાં 1,200, ગંગોત્રીમાં 600 અને યમુનોત્રીમાં કુલ 400 જણને જવાની પરવાનગી આપી છે. 

ચારેય ધામમાં જવા માગનાર પાસે કોરોના રસીના બંને ડોઝ લીધા હોવાનું દર્શાવતું સર્ટિફિકેટ હોવું ફરજિયાત રહેશે. તે ઉપરાંત એની પાસે કોવિડ-19 નેગેટિવ ટેસ્ટ રિપોર્ટ પણ હોવો ફરજિયાત રહેશે.

હજારો યાત્રા કરનારા લોકો તેમજ યાત્રાના વ્યવસાયિકો અને પુરોહિતો માટે સારો અવસર ખુલ્યો છે.

ઉલ્લેખનીય છે કે કોરોનાવાયરસ ફેલાવાના ધ્યાનમાં લઈને ઉત્તરાખંડ સરકારે લીધેલા પગલાં અંગે હાઈકોર્ટે અસંતોષ વ્યક્ત કર્યો હતો અને ચારધામ યાત્રા પર પ્રતિબંધ મૂકી દીધો હતો.

વડા પ્રધાન મોદીએ સંરક્ષણ મંત્રાલયના નવાં કાર્યાલયોનું કર્યું ઉદ્ઘાટન, સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટના ટીકાકારો પર સાધ્યું નિશાન; જાણો તેમણે શું કહ્યું
 

Today’s Horoscope : આજનો દિવસ:૧૬ જાન્યુઆરી ૨૦૨૬, શુક્રવાર, જાણો આપનું રાશિફળ
Makar Sankranti Story: જ્યારે સૂર્યદેવ પોતાના જ પુત્ર શનિના ઘરે પધાર્યા! મકર સંક્રાંતિની આ કથા વાંચીને તમને સમજાશે તલ-ગોળના પ્રસાદનું સાચું મહત્વ
Makar Sankranti 2026: મકર સંક્રાંતિ પર સર્જાયો અદ્ભુત ‘વૃદ્ધિ યોગ’; આ 3 રાશિના જાતકોના બેંક બેલેન્સમાં થશે જંગી વધારો, લક્ષ્મીજી થશે પ્રસન્ન.
Today’s Horoscope : આજનો દિવસ:૧૪ જાન્યુઆરી ૨૦૨૬, બુધવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version