Site icon

vastu shastra : મની પ્લાન્ટ લગાવતી વખતે અજાણતા માં પણ ના કરો આવી ભૂલ- નહી તો લાભને બદલે થઇ જશે નુકશાન-આર્થિક સંકટ નો કરવો પડશે સામનો

vastu shastra : વાસ્તુશાસ્ત્ર અનુસાર મની પ્લાન્ટ લગાવવાના કેટલાક ખાસ નિયમો છે. જો આ વાસ્તુ નિયમોનું પાલન ન કરવામાં આવે તો ઘરમાં ફાયદાની જગ્યાએ તેના નુકસાન જોવા મળે છે. મની પ્લાન્ટ લગાવતી વખતે તમારે આ કેટલીક વાતોનું પણ ધ્યાન રાખવું જોઈએ.

vastu shastra do not make this mistake while planting a money plant

vastu shastra do not make this mistake while planting a money plant

News Continuous Bureau | Mumbai

vastu shastra : મની પ્લાન્ટ લગાવવાથી ઘરમાં ધનની અછત દૂર થાય છે તેમજ ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે. આર્થિક સ્થિતિ(financial position)સુધારવા માટે ઘરમાં મની પ્લાન્ટ લગાવવો શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જે ઘરમાં મની પ્લાન્ટ હોય ત્યાં દેવી લક્ષ્મીની કૃપા રહે છે. પરંતુ વાસ્તુશાસ્ત્ર અનુસાર મની પ્લાન્ટ લગાવવાના કેટલાક ખાસ નિયમો છે. જો આ વાસ્તુ નિયમોનું પાલન ન કરવામાં આવે તો ઘરમાં ફાયદાની જગ્યાએ તેના નુકસાન જોવા મળે છે. મની પ્લાન્ટ લગાવતી વખતે તમારે આ કેટલીક વાતોનું પણ ધ્યાન રાખવું જોઈએ.

Join Our WhatsApp Community

– મની પ્લાન્ટ ( money plant)હંમેશા દક્ષિણ-પૂર્વ દિશામાં લગાવવો જોઈએ. આ દિશાને ભગવાન ગણેશની દિશા માનવામાં આવે છે. આ દિશામાં મની પ્લાન્ટ લગાવવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે.

– મની પ્લાન્ટ ક્યારેય પણ ઉત્તર-પૂર્વ દિશામાં ન લગાવવો જોઈએ. આમ કરવાથી ઘરના સભ્યોને પૈસાની સમસ્યા થાય છે અને આર્થિક તંગીનો (financial crisis)સામનો કરવો પડે છે.

– મની પ્લાન્ટને ક્યારેય સુકાવા ન દો. જો તેના પાંદડા સુકાઈ જાય અથવા પીળા (yellow leaves)થઈ જાય તો તેને તરત જ કાઢી નાખો. સૂકા મની પ્લાન્ટ ઘરમાં ખરાબ નસીબ લાવે છે.

– વાસ્તુ અનુસાર મની પ્લાન્ટનો( money plant) છોડ જેમ જેમ વધે છે તેમ વ્યક્તિની પ્રગતિ થાય છે. ધ્યાન રાખો કે મની પ્લાન્ટના છોડની વેલો ક્યારેય જમીનને સ્પર્શવી ન જોઈએ. જો તેની શાખા નીચે આવે તો ધનહાનિ થાય છે.

– વાસ્તુશાસ્ત્ર અનુસાર મની પ્લાન્ટની લેવડદેવડ કરવી અશુભ છે. આવું કરવાથી શુક્ર ગ્રહ ગુસ્સે(angry) થાય છે અને વ્યક્તિને આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડે છે.

– મની પ્લાન્ટ ઘરની બહાર ક્યારેય ન લગાવવો જોઈએ. એવું કહેવાય છે કે જ્યારે બહારની વ્યક્તિ ની નજર આ છોડ પર પડે છે  ત્યારે મની પ્લાન્ટનો વિકાસ અટકી જાય છે. તેનાથી ઘરના સભ્યોની આર્થિક સ્થિતિ પર અસર પડે છે. આ છોડને હંમેશા ઘરની અંદર (in house) લગાવો.

આ સમાચાર પણ વાંચો : વાસ્તુ ટિપ્સ- ભૂલ માં પણ ઘરની બહાર આ વસ્તુઓને ના રાખશો-બનશે ગરીબીનું કારણ

નોંધ – અમે એવો દાવો કરતા નથી કે આ લેખમાં આપવામાં આવેલી માહિતી સંપૂર્ણપણે સાચી અને સચોટ છે. તેમને અપનાવતા પહેલા, સંબંધિત ક્ષેત્રના નિષ્ણાતની સલાહ ચોક્કસ લો

Kartik Purnima: દેવ દિવાળી અને કાર્તિક પૂર્ણિમા પર આ જગ્યાઓ પર દીવા પ્રગટાવો, માતા લક્ષ્મી થશે પ્રસન્ન
Today’s Horoscope : આજનો દિવસ:૪ નવેમ્બર ૨૦૨૫, મંગળવાર, જાણો આપનું રાશિફળ
Kartik Purnima 2025: કાર્તિક પૂર્ણિમા ૨૦૨૫ પર આ વખતે બનશે અતિ દુર્લભ સંયોગ, આ ૩ રાશિઓ પર વરસશે માતા લક્ષ્મીની અસીમ કૃપા, ધન લાભના યોગ.
Kartik Purnima: કાર્તિક પૂર્ણિમા દેવ દિવાળી પર ભદ્રાનો છાયો, સાથે જ શિવવાસ અને અમૃત સિદ્ધિ યોગનો પણ સંયોગ
Exit mobile version