News Continuous Bureau | Mumbai
Vastu shastra: વાસ્તુશાસ્ત્રમાં કેટલીક વસ્તુઓનું વર્ણન કરવામાં આવ્યું છે જે જો વારંવાર તમારા રસોડામાં ( Kitchen ) પડી રહી છે તો તેને શુભ સંકેત માનવામાં આવતું નથી. વાસ્તુશાસ્ત્ર ( Vastu shastra Tips ) અનુસાર આ વસ્તુઓ રસોડામાં પડવી શુભ માનવામાં આવતી નથી. આનાથી ઘરમાં સમસ્યાઓ આવી શકે છે.
વાસ્તુશાસ્ત્ર અનુસાર ભોજનમાં સ્વાદ લાવનાર મીઠું ( Salt ) રસોડામાં વારંવાર ન રસોડામાં ન ઢોળાવું જોઈએ. આ અશુભ માનવામાં આવે છે. ખરેખર, મીઠું ચંદ્ર અને શુક્ર ગ્રહનું પ્રતિનિધિત્વ કરે છે. મીઠું વારંવાર ઢોળાવવાનો અર્થ એવો થઈ શકે છે કે કોઈ કટોકટી આવવાની છે.
Vastu shastra: રસોડામાં દૂધ વારંવાર ઢોળાતું હોય તો તે પણ ખૂબ જ અશુભ માનવામાં આવે છે…
વાસ્તુશાસ્ત્ર ( Vastu Tips ) અનુસાર જો રસોડામાં દૂધ ( Milk ) વારંવાર ઢોળાતું હોય તો તે પણ ખૂબ જ અશુભ માનવામાં આવે છે. આ ઘરના બરકત ઓછી રહે છે. દૂધનો સંબંધ ચંદ્ર ગ્રહ સાથે હોવાનું કહેવાય છે. જો રસોડામાં દૂધ વારંવાર પડતું હોય તો તે કુંડળીમાં ચંદ્ર ગ્રહ નબળો હોવાનો સંકેત આપે છે.
આ સમાચાર પણ વાંચો : Mangal Prabhat Lodha: મુંબઇ ઉપનગરીય વિસ્તારોનાં વિકાસ માટે ૧૦૮૮ કરોડ રૂપિયાની જોગવાઇ.
જો તમારા રસોડામાં સરસવનું તેલ ( Mustard oil ) વારંવાર પડતું હોય તો તેને પણ અશુભ સંકેત માનવામાં આવે છે. સરસવના તેલને શનિદેવ ( Shani Dev ) સાથે જોડવામાં આવ્યું છે. રસોડામાં સરસવનું તેલ પડવું શુભ માનવામાં આવતું નથી. જો સરસવનું તેલ બિનજરૂરી રીતે વારંવાર પડતું હોય તો શનિ ગ્રહને લગતી ઘણી સમસ્યાઓ ઊભી થઈ શકે છે.
(Note: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)