Site icon News Continuous Bureau | Mumbai

Vastu Tips for Bedtime: શું તમારા ઘરમાં ક્લેશ અને આર્થિક તંગી રહે છે? રાત્રે સૂતા પહેલા અનુસરો વાસ્તુની આ ૪ ટિપ્સ; સુખ-સમૃદ્ધિથી ભરાઈ જશે તિજોરી

રસોડાની સફાઈથી લઈને સૂવાની દિશા સુધી, વાસ્તુના આ નિયમો અપનાવવાથી ઘરમાં આવશે સુખ-સમૃદ્ધિ; જાણો વિગતવાર માહિતી.

Vastu Tips for Bedtime 4 Habits to Change Your Life, Boost Career Growth, and Attract Good Luck.

Vastu Tips for Bedtime 4 Habits to Change Your Life, Boost Career Growth, and Attract Good Luck.

News Continuous Bureau | Mumbai

Vastu Tips for Bedtime વાસ્તુશાસ્ત્રમાં સૂતા પહેલાની કેટલીક એવી આદતો વિશે જણાવવામાં આવ્યું છે જે તમારા ભવિષ્યને સુધારી શકે છે. આ આદતોને કારણે તમે જીવનના દરેક ક્ષેત્રમાં પ્રગતિ કરી શકો છો અને સાથે જ વાસ્તુ દોષથી પણ મુક્તિ મળે છે.

Join Our WhatsApp Channel

રસોડાની સફાઈ અને જૂઠા વાસણો :

સૂતા પહેલા તમારે રસોડામાં પડેલા જૂઠા વાસણો સાફ કરી દેવા જોઈએ, તેની સાથે રસોડું પણ સાફ કરવું જોઈએ. વાસ્તુ અનુસાર જે લોકો રસોડું અને વાસણો સાફ કરીને સૂવે છે, તેમના પર માતા લક્ષ્મીના આશીર્વાદ વરસે છે અને વાસ્તુ દોષથી મુક્તિ મળે છે.

સામાનની વ્યવસ્થા અને પથારી : 

વાસ્તુ મુજબ સૂતા પહેલા તમારે ઘરના વેરવિખેર સામાનને વ્યવસ્થિત કરવો જોઈએ. આ સાથે તમારી પથારીને પણ યોગ્ય રીતે ગોઠવવી જોઈએ. આમ કરવાથી માનસિક શાંતિ મળે છે અને ઊંઘ પણ સારી આવે છે.

ઓશીકા પાસે પાણી રાખવું : 

સૂતા પહેલા તમારે તમારા ઓશીકા પાસે પાણી ચોક્કસ રાખવું જોઈએ. વાસ્તુ અનુસાર ઓશીકા પાસે રાખેલું પાણી નકારાત્મકતાને દૂર કરે છે. જો તમે આ પાણી તાંબાના વાસણમાં રાખો તો તે વધુ શ્રેષ્ઠ માનવામાં આવે છે.

આ સમાચાર પણ વાંચો: DIY Chia Seed: મોંઘા પાર્લરના ખર્ચને કરો બાય-બાય! ચિયા સીડ્સના જેલથી મેળવો દૂધ જેવો ગોરો નિખાર; જાણો આ ‘મેજિકલ જેલ’ બનાવવાની સાચી રીત..

સૂવાની સાચી દિશા : 

સૂતી વખતે સાચી દિશાનું જ્ઞાન હોવું પણ જરૂરી છે. વાસ્તુ મુજબ સૂતી વખતે તમારું માથું કાં તો પૂર્વ અથવા દક્ષિણ દિશામાં હોવું જોઈએ. આ દિશાઓમાં માથું રાખીને સૂવાથી શરીરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવેશ થાય છે.

Trigrahi Yog on Janmashtami 2026 કૃષ્ણ જન્માષ્ટમીએ રચાશે અદભુત ત્રિગ્રહી યોગ, આ 4 રાશિના જાતકોની પલટાઈ જશે કિસ્મત
Today’s Horoscope : આજનો દિવસ:૩ સપ્ટેમ્બર ૨૦૨૬, ગુરુવાર, જાણો આપનું રાશિફળ
Today’s Horoscope : આજનો દિવસ:૨ સપ્ટેમ્બર ૨૦૨૬, બુધવાર, જાણો આપનું રાશિફળ
Shadashtak Yog 2026 સપ્ટેમ્બર મહિનો આ ત્રણ રાશિઓ માટે ભારે ૨ થી ૨૬ તારીખ સુધી દરેક પગલું સમજીવિચારીને ભરજો, વધી શકે છે મુશ્કેલીઓ!
Exit mobile version