Site icon

વાસ્તુ ટિપ્સ- દેવી-દેવતા ને ધરાવેલો પ્રસાદ ક્યારેય ભગવાન પાસે ના મૂકી રાખો-રૂઠી જશે કિસ્મત

News Continuous Bureau | Mumbai

દેવતાઓને પ્રસન્ન કરવા અને તેમની કૃપા મેળવવા માટે વ્યક્તિ પૂજા, ઉપવાસ વગેરે કરે છે. જેથી ભગવાનની કૃપા મળી શકે. ભગવાનને ભોગ ચઢાવવાનું પણ વિશેષ મહત્વ શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે. એવું કહેવાય છે કે ભગવાનનો પ્રિય ભોગ તેમને અર્પણ કરવાથી તે ઝડપથી પ્રસન્ન થઈ જાય છે અને ભક્તો પર આશીર્વાદ વરસાવે છે. પરંતુ વાસ્તુમાં ભગવાનને ભોગ ચઢાવવા અંગે ઘણા નિયમો જણાવવામાં આવ્યા છે. જો આ નિયમોની બિલકુલ અવગણના કરવામાં આવે અથવા તો તેની પર ધ્યાન આપવામાં ના આવે તો તમારું નસીબ(destiny) બદલાતા  વધુ સમય નહીં લાગે.ઘણી વખત લોકો ભગવાનને અર્પણ કર્યા પછી પ્રસાદ ત્યાં જ છોડી દે છે. આમ કરવાથી તમારા જીવનમાં સમસ્યાઓ સર્જાઈ શકે છે. જ્યોતિષ શાસ્ત્ર(jyotish shastra)અનુસાર આવું કરવાથી વ્યક્તિનું સૌભાગ્ય દુર્ભાગ્યમાં ફેરવાઈ જાય છે અને સુખની ખોટ થાય છે. ચાલો જાણીએ ભગવાનને નૈવેદ્ય અથવા પ્રસાદ ચઢાવવાના  વાસ્તુ નિયમો.

Join Our WhatsApp Community

– વાસ્તુ નિષ્ણાતો કહે છે કે નૈવેદ્ય ધાતુના વાસણમાં રાખવું જોઈએ જેમ કે સોનું, ચાંદી, તાંબુ, પથ્થર, લાકડું અથવા માટીના વાસણ. આ ધાતુઓને હિન્દુ ધર્મમાં (Hindu dharm)સૌથી પવિત્ર માનવામાં આવે છે.

– હિન્દુ ધર્મમાં નૈવેદ્યને પવિત્ર માનવામાં આવે છે. કોઈપણ પૂજામાં દેવતાને નૈવેદ્ય ચઢાવવામાં આવે છે. પણ ઘણી વખત લોકોને ખબર નથી પડતી કે એ નૈવેદ્ય ચડાવ્યા પછી શું કરવું, ખાવું, કોઈને આપવું, ત્યાં રાખવું? વાસ્તુ શાસ્ત્ર અનુસાર ભગવાનનો પ્રસાદ તરત જ ત્યાંથી લઇ લેવો જોઈએ.

– શાસ્ત્રોમાં કહેવાયું છે કે ભગવાનને અર્પણ કરવામાં આવેલ ભોજન તરત જ શુદ્ધ થઈ જાય છે. આવી સ્થિતિમાં તેને તાત્કાલિક ત્યાંથી લઇ લેવો જોઈએ. પ્રસાદ પોતે લેવો જોઈએ અને બને તેટલો બીજામાં વહેંચવો જોઈએ. કહેવાય છે કે ભગવાન પાસે રાખવામાં આવેલ પ્રસાદ નકારાત્મક ઉર્જા (negative vinbes)છોડી દે છે. આવી સ્થિતિમાં દેવતાને ભોગ ચઢાવ્યા પછી તરત જ પ્રસાદ લઇ લેવો યોગ્ય છે. જો પ્રસાદ દૂર લઇ લેવામાં ન આવે તો વિશ્વકસેન, ચંડેશ્વર, ચંદાંશુ અને ચાંડાલી નામની નકારાત્મક શક્તિઓ ત્યાં આવે છે.

આ સમાચાર પણ વાંચો : વાસ્તુ ટિપ્સ- દીપાવલીમાં દીવા પ્રગટાવતા પહેલા ધ્યાનમાં રાખો આ બાબતો-દેવી લક્ષ્મી થશે પ્રસન્ન અને ઘરમાં આવશે સુખ સમૃદ્ધિ

 

Kinnar Blessings: કિન્નર પાસેથી મળેલો ૧ રૂપિયાનો સિક્કો બદલી શકે છે તમારું નસીબ! જાણો તેનું ધાર્મિક મહત્વ અને તેને રાખવાની સાચી રીત
Amavasya 2025: અમાસનો વિશેષ સંયોગ: આજે સાંજે આ 2 જગ્યાએ અચૂક પ્રગટાવો દીવો, પિતૃદોષ થશે દૂર અને ઘરમાં વરસેલી રહેશે લક્ષ્મીજીની કૃપા.
Today’s Horoscope : આજનો દિવસ:૧૯ ડિસેમ્બર ૨૦૨૫, શુક્રવાર, જાણો આપનું રાશિફળ
Today’s Horoscope : આજનો દિવસ:૧૮ ડિસેમ્બર ૨૦૨૫, ગુરુવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version