Site icon

જય આદ્યાશક્તિ- તમે કેટલી બધી વખત ગાયું છે પણ શું તમને ખબર છે કોણે- ક્યારે અને ક્યાં લખ્યું હતું- વાંચો સમગ્ર ઇતિહાસ અહીં

News Continuous Bureau | Mumbai

નવરાત્રિ(Navratri)માં માતાજીની 'જય આદ્યાશક્તિ' આ આરતી(Aarti) ગવાતી હોય ત્યારે અલગ તરંગો હવામાં વહે છે. દિવ્યતાની અનુભૂતિ થાય જ. આપણે આ આરતી ભાવથી ગાઈએ છીએ, ત્યારે કેટલાક ભક્તોને સવાલ થાય પણ ખરો કે આ આરતી કોણે લખી? ક્યારે લખી? શા માટે લખી? અને આ આરતી વિશ્વભરમાં આટલી લોકપ્રિય શા માટે બની? આવો, જાણીએ અંબે(Maa Ambe)ની આરતીનું અથથી ઈતિ…

Join Our WhatsApp Community

આરતી કોણે લખી ?

આ આરતી શિવાનંદ વામદેવ પંડ્યા(Shivanand Vamdev Pandya) ઉર્ફે સ્વામી શિવાનંદે (Swami Sivananda)લખી છે. ભરૂચ(Bharuch) અને અંકલેશ્વર(Ankleshwar) વચ્ચે નર્મદા નદી(Narmada River)ના તટે માંડવા બુઝુર્ગ ગામ છે. આ ગામમાં માર્કંડ મુનિનો આશ્રમ અને દેવી અંબાજીનું પુરાતન મંદિર છે. સ્વામી શિવાનંદના પૂર્વજો આ આશ્રમ અને મંદિરમાં દેખભાળ અને પૂજાપાઠ કરતા. વામદેવ પંડ્યાના ભાઈ સદાશિવ પંડ્યાએ દેવી અંબાજીની જીવનપર્યંત સેવા કરી હતી. કાકા સદાશિવ પાસેથી પ્રેરણા લઈને શિવાનંદ ભક્તિ માર્ગે વળ્યા. શિવાનંદ પંડ્યા 'સ્વામી શિવાનંદ' તરીકે ખ્યાતિ પામ્યા. સ્વામી શિવાનંદે 421 વર્ષ પહેલાં આ આરતીની રચના કરી હતી.

આ સમાચાર પણ વાંચો :  નવલી નવરાત્રિ- કરો જગત જનની ઉમિયા માતાના દર્શન લાઈવ

સ્વામી શિવાનંદનો જન્મ વામદેવ હરિહર પંડ્યાના ઘરે ઈ.સ.1541માં સુરતમાં અંબાજી રોડ પર નાગર ફળિયામાં થયો. નાની ઉંમરે તેમના પિતાના નિધન પછી સ્વામી શિવાનંદને તેમના કાકા સદાશિવ પંડ્યાએ ઉછેર્યા હતા. જોકે પંડ્યા પરિવાર માંડવા બુઝુર્ગ ગામથી સુરત સ્થાયી થઈ ચૂક્યો હતો. સ્વામી શિવાનંદ અલગ અલગ શહેરોમાં કથા, પૂજા માટે ફરતા રહેતા હતા. એકવાર ખંભાતમાં માતા લક્ષ્મીની પ્રાણપ્રતિષ્ઠા કરીને સ્વામી શિવાનંદ પોતાના વડવાઓના જૂના ગામ માંડવા બુઝુર્ગ જઈ રહ્યા હતા ત્યારે જગદંબાની આરતી રચવાની પ્રેરણા થઈ. સાલ હતી 1601. એ સમયે સ્વામી શિવાનંદની ઉમર 60 વર્ષ હતી. એક સાંજે એ દેવી અંબાના મંદિર નજીક નર્મદા નદીના કિનારે ધ્યાનમાં બેઠા હતા. લાલ કલરનો સૂરજ આથમી રહ્યો હતો, જાણે માડીનું કંકુ આકાશમાંથી ખરતું હોય….એ જ સમયે દક્ષિણ દિશામાં ચાર ભુજાવાળા માઁ લક્ષ્મી પ્રગટ થયાં. આ દર્શનથી અભિભૂત થઈને સ્વામી શિવાનંદે ત્યારે જ નર્મદા નદીના તટે આરતીની રચના કરી હતી.

Today’s Horoscope : આજનો દિવસ:૮ જાન્યુઆરી ૨૦૨૬, ગુરુવાર, જાણો આપનું રાશિફળ
Gold Astrology Remedies: સાવધાન! જો તમે પણ લોખંડની તિજોરીમાં સોનું રાખતા હોવ તો અટકી શકે છે બરકત, જાણો શું કહે છે જ્યોતિષ શાસ્ત્ર
Ketu Gochar 2026: કેતુની બદલાતી ચાલ ચમકાવશે કિસ્મત: ફેબ્રુઆરી પહેલા આ 3 રાશિઓ પર થશે ધનવર્ષા, નોકરી-ધંધામાં આવશે જોરદાર ઉછાળો.
Today’s Horoscope : આજનો દિવસ:૭ જાન્યુઆરી ૨૦૨૬, બુધવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version