Site icon News Continuous Bureau | Mumbai

શિરડી સાંઈબાબાના દર્શને જતા લોકો સાવધાન, હવે આવા કપડા પહેર્યા તો નહીં મળે પ્રવેશ.. જાણો વિગતે 

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,

મુંબઈ

Join Our WhatsApp Channel

02 ડિસેમ્બર 2020 

લોકડાઉનના સમયથી બંધ પડેલાં મંદિરો ફરી એકવાર હવે ખુલવા માંડયા છે. ત્યારે ઠેકઠેકાણે મંદિરોમાં ભાવિકોની ભીડ જામી રહી છે. એવી જ સ્થિતિ શિરડી સાંઈ મંદિરની પણ છે. શિરડીમાં માત્ર રાજ્યના જ નહીં દેશ-વિદેશથી પણ ભાવિકો દર્શન માટે આવતાં હોય છે. આથી મંદિરમાં મર્યાદાભંગ ની પરિસ્થિતિ ન સર્જાય તે માટે શિરડી સાંઈ સંસ્થાન દ્વારા ડ્રેસકોડ લાગુ કરવામાં આવ્યો છે અને તે બાબતનું બોર્ડ પણ મરાઠી, હિન્દી અને અંગ્રેજી ભાષામાં મૂકવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે મંદિરમાં દર્શનાર્થે આવતાં ભાવિકો જીન્સ-ટીશર્ટ તો ક્યારેક બરમૂડા પહેરીને પણ દર્શન માટે આવતાં હોય છે. છેલ્લાં કેટલાંક દિવસથી અનેક ભાવિકો ટૂંકા કપડાં પહેરીને મંદિરમાં આવતાં હોવાની પણ અનેક ફરિયાદો મળી હતી. આથી મંદિરમાં આવતાં તમામ ભક્તોએ ભારતીય સંસ્કૃતિનુસાર પોશાક પહેરીને મંદિરમાં આવવું એવું આવાહન મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે. 

 હવે શિર્ડી સાંઈ દર્શને જતાં ભાવિકોએ પારંપારિક ભારતીય વસ્ત્રો જ પહેરવા એ એક ઉત્તમ બાબત રહેશે અને મંદિરમાં પણ પવિત્રતાનું વાતાવરણ છવાયેલું રહેશે.

Today’s Horoscope : આજનો દિવસ: ૨૧ ઓક્ટોબર ૨૦૨૬, બુધવાર, જાણો આપનું રાશિફળ
Budh Vakri 2026 દિવાળી ટાણે જ બુધની વક્રદ્રષ્ટિ! તુલા રાશિમાં ગ્રહોના રાજકુમારની ઉલ્ટી ચાલ આ ૪ રાશિના જાતકોએ આર્થિક નિર્ણયોમાં સતર્ક રહેવું પડશે
Sharad Purnima Moon Rise Time રવિવારે સોળ કળાએ ખીલશે ચંદ્રદેવ; જાણો અર્ઘ્ય વિધિ, નિશિથ કાળ લક્ષ્મી પૂજન અને ખીર રાખવાનું શુભ મુહૂર્ત
Today’s Horoscope : આજનો દિવસ: ૧૯ ઓક્ટોબર ૨૦૨૬, સોમવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version