Site icon

Vivah Panchami 2025: વિવાહ પંચમી ની જાણો સાચી તારીખ અને મહત્વ

Vivah Panchami 2025: ભગવાન શ્રીરામ અને માતા સીતાના લગ્નની વર્ષગાંઠ તરીકે મનાતો આ પાવન દિવસ 25 નવેમ્બર, મંગળવારે ઉજવાશે

Vivah Panchami 2025: Know the Exact Date and Significance

Vivah Panchami 2025: Know the Exact Date and Significance

News Continuous Bureau | Mumbai

Vivah Panchami 2025: હિંદુ પંચાંગ મુજબ માર્ગશીર્ષ માસના શુક્લ પક્ષની પંચમી તિથિએ ભગવાન શ્રીરામ અને માતા સીતાનો  વિવાહ થયો હતો. આ દિવસને શ્રીરામ વિવાહોત્સવ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ વર્ષે વિવાહ પંચમી 25 નવેમ્બર 2025ના રોજ, મંગળવારે ઉજવાશે. તિથિનો પ્રારંભ 24 નવેમ્બર રાત્રે 9:22 વાગ્યે થશે અને સમાપ્તિ 25 નવેમ્બર રાત્રે 10:56 વાગ્યે થશે. ઉદયાતિથિ મુજબ, પૂજા 25 નવેમ્બરે કરવી શ્રેષ્ઠ માનવામાં આવે છે.

Join Our WhatsApp Community

વિવાહ પંચમીનું ધાર્મિક મહત્વ

આ દિવસ ભગવાન શ્રીરામ અને માતા સીતાના પવિત્ર બંધનનું પ્રતિક છે. માન્યતા છે કે આ દિવસે ઉપવાસ  રાખવાથી મનપસંદ જીવનસાથી  મળે છે અને વૈવાહિક જીવનમાં સુખ-શાંતિ આવે છે. આ દિવસે શ્રીરામ અને સીતાની પ્રતિમા સ્થાપિત કરીને વિધિવત પૂજન કરવું જોઈએ.

પૂજા વિધિ અને સંકલ્પ

વિવાહ પંચમીના દિવસે સ્નાન કરીને શ્રીરામ વિવાહનો સંકલ્પ  લો. શ્રીરામને પીળા અને માતા સીતાને લાલ વસ્ત્ર અર્પણ કરો. ત્યારબાદ બાલકાંડમાં વિવાહ પ્રસંગનું પાઠ કરો અથવા “ૐ જાનકીવલ્લભાય નમઃ” મંત્રનો જાપ કરો. અંતે આરતી કરીને વિવાહ સંકેતરૂપે ગાંઠ લગાડેલા વસ્ત્રોને સાચવી રાખો

આ સમાચાર પણ વાંચો : Rahu Gochar 2025: ૨ ડિસેમ્બરથી શરૂ થશે ‘અચ્છે દિન’! આ લકી રાશિઓને મળશે અપાર ધન અને માન-સન્માન

આ દિવસે કરવાથી મળે વિશેષ લાભ

જો લગ્નમાં વિઘ્ન આવે છે તો આ દિવસે ભગવાન શ્રીરામ અને માતા સીતાની ઉપાસના કરવાથી અવરોધ દૂર થાય છે. સંયુક્ત પૂજનથી વૈવાહિક જીવનમાં સુખ-શાંતિ આવે છે. આ દિવસે સમગ્ર રામચરિતમાનસ  નું પાઠ કરવાથી કુટુંબમાં આનંદ અને સમૃદ્ધિ આવે છે.

(Disclaimer : અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

Lakshmi Narayan Rajyog 2026: 46 મહિનાની લાંબી પ્રતીક્ષાનો અંત! મકર રાશિમાં રચાશે ‘લક્ષ્મી નારાયણ રાજયોગ’, આ 4 રાશિઓ પર થશે અઢળક ધનવર્ષા
Today’s Horoscope : આજનો દિવસ:૧૦ જાન્યુઆરી ૨૦૨૬, શનિવાર, જાણો આપનું રાશિફળ
Makar Sankranti 2026: મકર સંક્રાંતિ પર ભૂલથી પણ ન કરતા આ કામ: સૂર્ય દેવ થઈ શકે છે નારાજ, જાણો 14 જાન્યુઆરીએ કઈ બાબતોનું રાખશો ધ્યાન
Makar Sankranti 2026: મકર સંક્રાંતિથી આ રાશિના જાતકોના શરૂ થશે સારા દિવસો: સૂર્યદેવની કૃપાથી થશે ધનવર્ષા, ભાગ્યનો મળશે ભરપૂર સાથ
Exit mobile version