Site icon

રસ્તા પર પડેલા પૈસા બદલી શકે છે તમારી કિસ્મત- જાણો આ પૈસા મળવા એ શુભ સંકેત છે કે અશુભ

 News Continuous Bureau | Mumbai

ક્યારેક તમારી સાથે પણ એવું બન્યું જ હશે કે તમને રસ્તા પર ચાલતી વખતે પૈસા મળ્યા (money on road)હશે. તે સિક્કો અથવા નોટ પણ હોઈ શકે છે. આવું થાય ત્યારે મનમાં ઘણી વાર મૂંઝવણ થાય છે કે આ પૈસાનું શું કરવું? જ્યારે કેટલાક લોકો તેને ઉપાડીને પોતાના ખિસ્સામાં(pocket) રાખે છે, તો એવા ઘણા લોકો છે જે તેને જરૂરિયાતમંદોને આપે છે અથવા મંદિરમાં દાન (donate)કરે છે. પરંતુ શું ખરેખર  રસ્તા પર પડેલા પૈસા ઉપાડવા જોઈએ? રસ્તા પર પડેલા પૈસા મળવા એ સારો સંકેત છે કે અશુભ? ચાલો જાણીયે.

Join Our WhatsApp Community

1. રસ્તા પર પડેલા પૈસા, ખાસ કરીને સિક્કા મળવાનો સંબંધ આધ્યાત્મિકતા સાથે છે. વાસ્તુશાસ્ત્ર(vastushastra) અનુસાર, રસ્તા પર સિક્કો મળવા નો અર્થ છે કે તમારા પૂર્વજોના આશીર્વાદ તમારી સાથે છે. આવી સ્થિતિમાં તમે જે પણ કામ પૂર્ણ મહેનતથી કરશો તેમાં તમને સફળતા મળશે અને તમારી પ્રગતિ થશે. રસ્તા પર પડી ગયેલા પૈસા જેને મળે છે તેને  ભાગ્યશાળી (lucky)માનવામાં આવે છે. ચીનમાં (China)પૈસા કે સિક્કા ને માત્ર લેવડદેવડ તરીકે જ જોવામાં નથી આવતું પરંતુ તેને સૌભાગ્યનું પ્રતીક પણ માનવામાં આવે છે. ભારતમાં,(India) સંપત્તિને દેવી લક્ષ્મી સાથે સંકળાયેલી તરીકે જોવામાં આવે છે, તેથી રસ્તા પર અણધારી રીતે પૈસા નું મળવું શુભ માનવામાં આવે છે. 

2. કેટલીકવાર રસ્તા પર પડી ગયેલા સિક્કા મેળવવા પણ નવી શરૂઆત(new beginning) સાથે સંબંધિત હોઈ શકે છે. જો તમે કોઈ નવી યોજના, નવો ધંધો અથવા નવી નોકરી શોધી રહ્યા છો, તો રસ્તા પર સિક્કો મળવો એ સંકેત છે કે તમારે હવે તે દિશામાં કામ કરવું જોઈએ કારણ કે યોગ્ય સમય આવી ગયો છે. તે સફળતા અને પ્રગતિની નિશાની પણ હોઈ શકે છે.

3. જો તમને કોઈ મહત્વના કામ (important work)માટે ક્યાંક જતા સમયે રસ્તામાં પૈસા પડેલા જોવા મળે છે, તો તે તમારા કામમાં સફળતા મળવાના સંકેત છે.

4. જો કામ પરથી ઘરે પરત ફરતી (back home)વખતે રસ્તામાં પૈસા પડેલા મળી જાય, તો તે તમને આર્થિક લાભ મળવાના સંકેત હોઈ શકે છે.

5. તમે ઇચ્છો તો રસ્તા પર પડેલા આ પૈસાને મંદિરમાં દાન(donate) કરવાને બદલે, તમે તેને તમારા પર્સમાં અથવા ઘરમાં ક્યાંક રાખી શકો છો, પરંતુ તેનો ખર્ચ ન કરવો જોઇએ.

આ સમાચાર પણ વાંચો : જો તમે શોપિંગ ના શોખીન છો તો જાણો કયો દિવસ કઇ વસ્તુ ખરીદવા માટે છે શુભ-અશુભ

Today’s Horoscope : આજનો દિવસ:૧૭ નવેમ્બર ૨૦૨૫, સોમવાર, જાણો આપનું રાશિફળ
Vivah Panchami 2025: વિવાહ પંચમી ની જાણો સાચી તારીખ અને મહત્વ
Sun-Mercury conjunction: આવતીકાલે સૂર્ય-બુધ યુતિથી આ ૪ રાશિઓનું ભાગ્ય પલટાશે, દરેક કાર્યમાં મળશે સફળતા.
Today’s Horoscope : આજનો દિવસ:૧૫ નવેમ્બર ૨૦૨૫, શનિવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version