Site icon

મંદિરે જતી વખતે આ બાબતોનું રાખો ખાસ ધ્યાન-નહીં તો ભોગવવું પડશે મોટું નુકશાન 

વાસ્તુશાસ્ત્રમાં આવી ઘણી બધી વાતો લખેલી છે, જેને અપનાવીએ તો આપણને સફળ થવાથી કોઈ રોકી શકતું નથી, વાસ્તુ નિયમોનું પાલન કરવાથી ઘરમાં સકારાત્મકતા આવે છે અને નકારાત્મક ભાવનાઓ ઓછી થાય છે. વાસ્તુમાં ઘરની દિશાથી લઈને ઘરના રંગ સુધીની ઘણી માહિતી આપવામાં આવી છે. એ જ રીતે મંદિર જવાને લઈને પણ વાસ્તુશાસ્ત્રમાં કેટલાક નિયમો જણાવવામાં આવ્યા છે, જો આપણે તે નિયમોનું પાલન નહીં કરીએ તો જીવનમાં નુકસાન સહન કરવું પડી શકે છે.

જો તમે મંદિર જાવ છો તો ઘરેથી જ પાણી લઈ જાઓ

Join Our WhatsApp Community

જો તમે મંદિરમાં પૂજા કરવા જઈ રહ્યા છો, તો હંમેશા તમારા ઘરેથી જ પાણી લઈને જાવ, મંદિર જઈ ને અને ત્યાં પાણી ભરીને ભગવાનને ના ચઢાવો. આમ કરવાથી તમારા ઘરમાં ધન-સંપત્તિ રહે છે અને ગરીબી આવતી નથી. બીજી તરફ, જો તમે મંદિરથી પાછા ફરો છો, તો ધ્યાન રાખો કે પાણીનો લોટો ખાલી ન હોવો જોઈએ, ત્યાંથી આવતી વખતે માત્ર પાણી લઈને જ પાછા ફરો. એવું માનવામાં આવે છે કે ઘરમાં ખાલી લોટા લાવવાથી આર્થિક સ્થિતિ ખરાબ થાય છે અને ઘરમાં પૈસાની અછત રહે છે.

પૂજા માટે કપડાં અલગ રાખો

પૂજા કરતી વખતે એક જોડી કપડા બાજુ પર રાખો, જે તમે પૂજા દરમિયાન જ પહેરો શકો, તો તેના ઘણા ફાયદા છે. ફક્ત તમારે એ કપડાં પહેરીને પૂજા કરવાની છે, એ પહેરીને તમારે ખાવાનું, સૂવાનું કે મોબાઈલ ફોન નો ઉપયોગ ના કરવો. આ કરવાથી તમે જે વસ્ત્રો પહેરીને પૂજા કરશો તેમાં ઘણી સકારાત્મક ઉર્જા આવશે, તો તમને લાભ થશે.

સાંજે ઘરમાં દીવો પ્રગટાવો

જો સાંજે દીવો પ્રગટાવીને તેને આખા ઘરમાં ફેરવવામાં આવે તો ઘરની નકારાત્મક ઉર્જા નાશ પામે છે અને ઘરમાં સકારાત્મકતા આવે છે. તેથી સાંજની પૂજા પછી ઘરમાં દીવો પ્રગટાવો અને આખા ઘરમાં ફેરવો. આમ કરવાથી તમે જોશો કે થોડા જ દિવસોમાં તમારા ઘરમાં સકારાત્મકતા આવવા લાગશે અને નકારાત્મક વાઇબ્સ ઓછા થશે.

Kinnar Blessings: કિન્નર પાસેથી મળેલો ૧ રૂપિયાનો સિક્કો બદલી શકે છે તમારું નસીબ! જાણો તેનું ધાર્મિક મહત્વ અને તેને રાખવાની સાચી રીત
Amavasya 2025: અમાસનો વિશેષ સંયોગ: આજે સાંજે આ 2 જગ્યાએ અચૂક પ્રગટાવો દીવો, પિતૃદોષ થશે દૂર અને ઘરમાં વરસેલી રહેશે લક્ષ્મીજીની કૃપા.
Today’s Horoscope : આજનો દિવસ:૧૯ ડિસેમ્બર ૨૦૨૫, શુક્રવાર, જાણો આપનું રાશિફળ
Today’s Horoscope : આજનો દિવસ:૧૮ ડિસેમ્બર ૨૦૨૫, ગુરુવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version