Site icon

Neelkanth Bird: દશેરાના દિવસે નિલકંઠ પક્ષી દેખાવું કેમ માનવામાં આવે છે શુભ?

Neelkanth Bird: શ્રીરામે રાવણવધ પહેલા નિલકંઠના દર્શન કર્યા હતા, તેથી દશેરાના દિવસે તેને જોવું શુભ માનવામાં આવે છે

Why Seeing the Neelkanth Bird on Dussehra Is Considered Auspicious?

Why Seeing the Neelkanth Bird on Dussehra Is Considered Auspicious?

News Continuous Bureau | Mumbai

Neelkanth Bird: દશેરા એ માત્ર રાવણના પતનનો તહેવાર નથી, પણ આ દિવસે નિલકંઠ  પક્ષી જોવું પણ અત્યંત શુભ માનવામાં આવે છે. ઉત્તર ભારતમાં તો એવી લોકોક્તિ પણ છે: “નિલકંઠ તું નીલો રહેજે, દૂધ-ભાતનું ભોજન કરજે, અમારી વાત રામથી કહેજે.” આ પક્ષી ભગવાન શિવ ના રૂપમાં પૂજાય છે અને દશેરાના દિવસે તેના દર્શન શુભતા અને વિજયનું પ્રતિક માનવામાં આવે છે

Join Our WhatsApp Community

દશેરા 2025 ક્યારે છે?

હિંદુ પંચાંગ અનુસાર, દશેરા દર વર્ષે આશ્વિન માસની શુક્લ પક્ષની દશમી તિથિએ ઉજવાય છે. 2025માં દશેરા 2 ઓક્ટોબર, ગુરુવારના દિવસે છે. આ દિવસે રાવણ, મેઘનાદ અને કુંભકર્ણના પુતળા દહન કરીને દુષ્ટતાના નાશની ઉજવણી થાય છે.

દશેરાના દિવસે નિલકંઠ જોવાનું કેમ શુભ માનાય છે?

ધાર્મિક માન્યતાઓ અનુસાર, ભગવાન શ્રીરામે રાવણવધ પહેલા શમી વૃક્ષની પૂજા કરી અને પછી નિલકંઠ પક્ષી ના દર્શન કર્યા હતા. ત્યારબાદ જ તેમણે રાવણનો સંહાર કર્યો હતો. તેથી માનવામાં આવે છે કે દશેરાના દિવસે નિલકંઠ જોવાથી વિજય, સમૃદ્ધિ અને શુભતા મળે છે.

આ સમાચાર પણ વાંચો : Dussehra 2025: દશેરા ના દિવસે રાશિ અનુસાર કરો આ દાન અને પૂજા, ખુલી જશે ભાગ્યના દ્વાર

શિવજી અને નિલકંઠ પક્ષી વચ્ચેનો સંબંધ

નિલકંઠ પક્ષીનું નામ ભગવાન શિવના નિલ ગળા પરથી પડ્યું છે. સમુદ્ર મંથન દરમિયાન જ્યારે હલાહલ વિષ નીકળ્યું ત્યારે શિવજી એ વિશ્વની રક્ષા માટે તે પી લીધું અને તેમનું ગળું નિલું થઈ ગયું. ત્યારથી તેમને નિલકંઠ કહેવામાં આવે છે. આ પક્ષી પણ નિલા રંગનું હોવાથી તેને શિવજી નું રૂપ માનવામાં આવે છે.

(Disclaimer : અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

Today’s Horoscope : આજનો દિવસ: ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૫, મંગળવાર,જાણો આપનું રાશિફળ
Kanya Pujan: મહા અષ્ટમીના દિવસે કન્યા પૂજન માટે શુભ યોગ, જાણો વિધિ અને મુહૂર્ત
Today’s Horoscope : આજનો દિવસ: ૨૯ સપ્ટેમ્બર ૨૦૨૫, સોમવાર,જાણો આપનું રાશિફળ
Dussehra 2025: દશેરા ના દિવસે રાશિ અનુસાર કરો આ દાન અને પૂજા, ખુલી જશે ભાગ્યના દ્વાર
Exit mobile version