Site icon

શા માટે ગણેશ ચતુર્થી ના દિવસે ચંદ્ર દર્શન ના કરવા જોઈએ-જાણો તેની પૌરાણિક વાર્તા તેમજ જો તમે ભૂલથી દર્શન કરી લીધા હોય તો કરો આ ઉપાય

News Continuous Bureau | Mumbai

પંચાંગ અનુસાર, ગણેશ ચતુર્થીનો તહેવાર દર વર્ષે ભાદ્રપદ માસ ના શુક્લ પક્ષની ચતુર્થી તિથિએ ઉજવવામાં આવે છે. આ દિવસથી ગણેશ ઉત્સવની(Ganpati celebration) શરૂઆત થાય છે. એવું કહેવાય છે કે આ દિવસે એટલે કે ગણેશ ચતુર્થીના દિવસે ચંદ્ર નથી દેખાતો કારણ કે માન્યતાઓ અનુસાર ગણેશ ચતુર્થીના (Ganesh chaturthi)દિવસે ચંદ્ર (see moon)જોવાથી ખોટું કલંક લાગે છે. જો કોઈને ગણેશ ચતુર્થીના દિવસે આકસ્મિક રીતે ચંદ્ર દેખાયો તો તેણે આ દોષથી છુટકારો મેળવવા માટે આ ઉપાયો કરવા જોઈએ.

Join Our WhatsApp Community

પૌરાણિક કથાઓ અનુસાર, માતા પાર્વતીના આદેશ પર ગણેશજી મુખ્ય દ્વારની રક્ષા કરતા હતા. તે જ સમયે ભગવાન શિવ આવ્યા અને અંદર જવા લાગ્યા, તો ગણેશજીએ તેમને અંદર જતા રોક્યા. ભગવાન શિવના વારંવાર સમજાવ્યા પછી પણ જ્યારે ભગવાન ગણેશ સહમત ન થયા તો ભગવાન શિવે ગુસ્સામાં ગણેશનું માથું કાપી નાખ્યું. એટલામાં માતા પાર્વતી(parvati) ત્યાં આવી ગયા.માતા પાર્વતીએ શિવને કહ્યું કે આ આપનો પુત્ર ગણેશ છે. તમે તેમને પુનર્જીવિત કરો. ત્યારે શિવજી એ  ગણેશજીને ગજાનન મુખ(Gajanan mukh) આપીને જીવન દાન કર્યું. બધા દેવતાઓ તેને પુનઃ જીવન પ્રાપ્ત કરવાના આશીર્વાદ આપી રહ્યા હતા. તો ત્યાં હાજર ચંદ્રદેવ ઊભા થઈને હસતા હતા. ત્યારે ગણેશ સમજી ગયા કે આ ચંદ્રદેવ તેમના ગજાનન મુખ પર હસી(laugh) રહ્યા છે. ત્યારે ગણેશજીએ ગુસ્સે થઈને ચંદ્રદેવને શ્રાપ આપ્યો કે તમે કાયમ કાળા થઈ જશો. ગણેશજીના આ શ્રાપને કારણે ચંદ્ર દેવતા કાળા(black moon) થઈ ગયા.ત્યારે ચંદ્રદેવને પોતાની ભૂલનો અહેસાસ થયો અને ગણેશજીની માફી માંગી. ત્યારે ગણપતિએ કહ્યું કે હવે તમે આખા મહિનામાં માત્ર એક જ વાર તમારી સંપૂર્ણ કળાથી ખીલશો. આ કારણથી પૂર્ણિમાના દિવસે ચંદ્ર તેની તમામ કળાઓથી ભરેલો હોય છે.

આ સમાચાર પણ વાંચો : આ ગણેશ ઉત્સવ દરમિયાન લો મુંબઈ ના સિદ્ધિવિનાયક ની મુલાકાત- જાણો મંદિર ના સમય તથા કયા દ્વારથી મેળવી શકાય છે પ્રવેશ

એવું કહેવાય છે કે ગણેશ ચતુર્થીના દિવસે જો કોઈ વ્યક્તિએ આકસ્મિક રીતે ચંદ્ર જોઈ (see moon)લીધો હોય તો તેના પર ખોટો આરોપ એટલે કે ખોટું કલંક લગાવી શકાય છે. આ દોષમાંથી મુક્તિ મેળવવા માટે શ્રી કૃષ્ણના સ્યમંતક રત્નની ચોરીની કથા વાંચો અથવા સાંભળો. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી તમારા પર કોઈ ખોટા આરોપો નહીં લગાવે.

Kalbhairav ​​Jayanti: કાલભૈરવ જયંતિ: આજે સવારથી સાંજ સુધી આ ‘શુભ મુહૂર્તો’માં કરો પૂજા, જાણો સંપૂર્ણ વિધિ અને મંત્ર
Surya Gochar 2025: સૂર્ય ગોચરનો ખતરો! ૧૬ નવેમ્બરે સૂર્ય વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરશે, આ ૪ રાશિના જાતકોએ ૧ મહિના સુધી ‘સાવધાની’ રાખવી પડશે
Guru Vakri Sanyog 2025: અત્યંત દુર્લભ સંયોગ: ગુરુ સહિત ૫ ગ્રહો એકસાથે વક્રી! આજથી આ ૪ રાશિઓના શરૂ થશે ‘સુવર્ણ દિવસો’
Today’s Horoscope : આજનો દિવસ:૧૧ નવેમ્બર ૨૦૨૫, મંગળવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version