Site icon

મહિલાઓ એ સવારે સ્નાન કર્યા પછી જ કરવું જોઈએ આ કામ-નહીં તો માતા લક્ષ્મી થઇ જશે નારાજ

News Continuous Bureau | Mumbai

સુખી જીવન કોને ના ગમે? દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેનું જીવન આરામથી પસાર થાય. જીવનમાં કોઈ વસ્તુની કમી ન  રહે. આ માટે મનુષ્ય મહેનતથી અનેક પ્રકારના ઉપાય અને પૂજા કરે છે. જો કે, આ સમય દરમિયાન, વ્યક્તિ દ્વારા જાણતા-અજાણ્યે ઘણી ભૂલો(mistake) થઈ જાય છે, જેના કારણે તેને મહેનત અને ઉપાયોનું ફળ નથી મળતું. આવી સ્થિતિમાં કેટલીક બાબતોનું ધ્યાન રાખીને આવી ભૂલોથી બચી શકાય છે. આમાંની એક છે મહિલાઓ દ્વારા કરવામાં આવતું સવારનું સ્નાન.(morning bath) વર્તમાન જીવનમાં મહિલાઓ નહાયા વગર ઘણા પ્રકારના કામ કરે છે, પરંતુ કેટલાક એવા કામ છે, જે નહાયા વગર ન કરવા જોઈએ.

Join Our WhatsApp Community

– પૈસા ને દેવી લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. આવી સ્થિતિમાં સ્નાન(bath) કર્યા વિના પૈસાને ક્યારેય હાથ ન લગાડવો જોઈએ. એવું માનવામાં આવે છે કે આવું કરવાથી લક્ષ્મીજી ગુસ્સે થાય છે અને ઘરમાં ગરીબી આવવા લાગે છે.

– ઘરમાં તુલસી નો છોડ વાવવાથી અને તેની પૂજા કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. દરરોજ પૂજા કર્યા પછી મહિલાઓ તુલસીને જળ ચઢાવે છે. જો કે સ્નાન કર્યા વિના તુલસીને ક્યારેય પાણી ન ચઢાવવું જોઈએ. આમ કરવાથી માતા લક્ષ્મી (mata lakshmi)ગુસ્સે થઈને ઘરની બહાર નીકળી જાય છે.

– આમ તો સ્નાન કર્યા વિના રસોડામાં(kitchen) ન જવું જોઈએ. પરંતુ આજકાલ ફાસ્ટ લાઈફમાં ઘણી સ્ત્રીઓ નહાયા વગર જ બ્રેકફાસ્ટ કરે છે. આમ કરવાથી બચવું જોઈએ. જો તમે સ્નાન કર્યા વિના ખોરાક લો છો, તો બીમાર(health) થવાનું જોખમ રહેલું છે. સાથે જ નકારાત્મક ઉર્જાનો પણ સંચાર થાય છે.તેમજ સ્ત્રીઓએ હંમેશા રસોડામાં સ્નાન કરીને જ  જવું જોઈએ અને સ્નાન કર્યા પછી જ ભોજન બનાવવું જોઈએ. રસોડું અને ભોજન એ માતા અન્નપૂર્ણાનું પ્રતીક છે. જ્યારે કોઈ સ્ત્રી સ્નાન કર્યા વિના ભોજન રાંધે છે તો તે માતા અન્નપૂર્ણાનું અપમાન માનવામાં આવે છે.

– વાળ માં કાંસકો(comb) ફેરવતા પહેલા તમારે સ્નાન કરવું જોઈએ. સવારે ઉઠી ને નહાયા પછી જ તમારા વાળ ખોલો અને તેના પછી કાંસકો કરો. આમ ન કરવાથી ઘરમાં ગરીબી આવવા લાગે છે અને નકારાત્મક ઉર્જાનો વાસ થવા લાગે છે.

આ સમાચાર પણ વાંચો : જો તમને પણ મહેનત કરવા છતાં પણ ધન ની પ્રાપ્તિ નથી થતી તો આજે જ તમારી તિજોરીમાં પૈસા સાથે રાખો આ વસ્તુઓ-ધન નો થશે વરસાદ

 

Today’s Horoscope : આજનો દિવસ:૧૧ નવેમ્બર ૨૦૨૫, મંગળવાર, જાણો આપનું રાશિફળ
Guru Vakri 2025: ૧૧ નવેમ્બરથી ગુરુ વક્રી: આ ૩ રાશિઓ માટે શરૂ થશે ૧૨૦ દિવસનો ‘સુખદ સમય’, થશે ધનનો વરસાદ!
Today’s Horoscope : આજનો દિવસ:૧૦ નવેમ્બર ૨૦૨૫, સોમવાર, જાણો આપનું રાશિફળ
Mercury Retrograde 2025: ૯ નવેમ્બરથી બુધ વક્રી થતા આવશે મોટી મુશ્કેલીઓ! જાણો જ્યારે બુધ વક્રી થાય છે ત્યારે શું થાય છે
Exit mobile version