Site icon

નવલી નવરાત્રિનું આજે પાંચમું નોરતું, આ મંત્રોથી કરો સ્કંદમાતાની પૂજા-અર્ચના..

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો 
મુંબઈ
21 ઓક્ટોબર 2020
નવરાત્રિનું આજે  પાંચમુ નોરતું છે અને આ દિવસે સ્કંદમાતાની પૂજા, આરાધના કરવાનું વિશેષ મહત્વ છે. સ્કંદમાતાની મૂર્તિ પ્રેમ અને વાત્સલ્યનું પ્રતીક છે. સાથે જ તે સાક્ષાત દુર્ગાનું પ્રતીક છે. સ્કંદમાતાનું નામ ભગવાન કાર્તિકેયથી આવ્યું છે. મા દુર્ગાએ આ રૂપમાં કુમાર કાર્તિકેયને જન્મ આપ્યો હોવાથી તે સ્કંદમાતા કહેવાય છે.  ભગવાન સ્કંદબાળરૂપમાં તેમના ખોળામાં બેઠા છે. દેવીના ચાર હાથ છે. તે જમણી બાજુના ઉપલા હાથ સાથે તેના ખોળામાં સ્કંદને પકડી રાખે છે. ડાબી બાજુનો ઉપલા હાથ વર્મુદ્રમાં છે, નીચલા હાથમાં કમળનું ફૂલ છે. તેઓ કમળના આસન પર બિરાજમાન હોય છે માટે તેમને પદ્માસના પણ કહેવાય છે. સિંહ તેમનુ વાહન છે. સ્કંદમાતા પોતાના ભક્તોને મોક્ષ આપે છે. ભલે ગમે તેટલો પાપી કેમ ન હોય પરંતુ તે માના શરણમાં જાય તો મા તેને પણ પોતાના પ્રેમના પાલવથી ઢાંકી લે છે.

 

Join Our WhatsApp Community

મા સ્કંદમાતાની પૂજા નિમ્ન લિખિત મંત્રથી આરંભ કરવી જોઈએ. સ્કંદમાતાની પૂજામાં ઘનુષ બાણ અર્પિત કરવાનું મહત્વ છે. તેમને સુહાગનો સામાન જેમકે લાલ ચુંદડી, સિંદૂર, નેલપોલિશ, ચાંદલો, મહેંદી, લાલ બંગડી, લિપસ્ટિક અર્પણ કરવાનું મહત્વ છે. નવરાત્રિના પાંચમા દિવસે લાલ વસ્ત્રમાં માતાને આ દરેક સામગ્રી લાલ ફૂલ અને ચોખા સાથે અર્પણ કરવી જોઈએ. મા સ્કંદમાતાની પૂજા કરવાથી મહિલાઓના સૌભાગ્ય અને સંતાન પ્રાપ્તિની શક્યતા વધી જાય છે.

या देवी सर्वभू‍तेषु मां स्कंदमाता रूपेण संस्थिता। 
नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नम:।।
 
શાસ્ત્રોમાં તેમનુ પુષ્કળ મહત્વ જણાવવામાં આવ્યુ છે. તેમની ઉપાસના કરવાથી ભક્તની બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે. ભક્તને મોક્ષ મળે છે. સૂર્યમંડળની અધિષ્ઠાત્રી દેવી હોવાના કારણે તેમના ઉપાસક અલૌકિક તેજ અને કાંતિમય બની જાય છે. આ દેવી ચેતનાની સર્જક છે. એવું કહેવામાં આવે છે કે કાલિદાસ દ્વારા રચિત રઘુવંશમ મહાકાવ્ય અને મેઘદૂતની રચનાઓ ફક્ત સ્કંદમાતાની કૃપાથી જ શક્ય હતી.

માતા સ્કંદમાતાનો મંત્ર જાપ
“सिंहासनगता नित्यं पद्माश्रितकरद्वया.शुभदास्तु सदा देवी स्कन्दमाता यशस्विनी.

Today’s Horoscope : આજનો દિવસ:૨૨ જાન્યુઆરી ૨૦૨૬, ગુરુવાર, જાણો આપનું રાશિફળ
Chandra Gochar 2026: ગુરુ-ચંદ્રની યુતિથી વસંત પંચમી બનશે ખાસ! આ ભાગ્યશાળી રાશિઓ પર થશે ધન અને જ્ઞાનનો વરસાદ.
Today’s Horoscope : આજનો દિવસ:21 જાન્યુઆરી ૨૦૨૬, બુધવાર , જાણો આપનું રાશિફળ
Vastu Tips: ક્યાંક તમારી પ્રગતિ તો નથી અટકી? ફ્રિજ ઉપર રાખેલી આ અશુભ વસ્તુઓ ખેંચી લાવે છે નકારાત્મકતા; જાણી લો વાસ્તુના ખાસ નિયમો
Exit mobile version