Site icon

મધ્યપ્રદેશના કુનો પાર્કમાંથી દુ:ખદ ખબર, સાશા-ઉદય બાદ હવે ધીરા નામના ચિત્તાનું મોત, આ કારણે જીવ ખોયો

Another Cheetah dies at Kuno National Park, third death in three months

Another Cheetah dies at Kuno National Park, third death in three months

 News Continuous Bureau | Mumbai

મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કમાં વિદેશથી લાવવામાં આવેલ વધુ એક ચિત્તાનું મૃત્યુ થયું છે. માદા ચિતા ધીરા મૃત્યુ પામી. જો કે તેના મૃત્યુનું કારણ કોઈ રોગ નથી પરંતુ અન્ય ચિતા સાથેની લડાઈ છે. દક્ષિણ આફ્રિકાથી આવેલા ચિતા ધીરાની કુનો નેશનલ પાર્કની અંદર બીજા ચિત્તા સાથે લડાઈ થઈ હતી, જેમાં તેણે જીવ ગુમાવ્યો હતો. દક્ષિણ આફ્રિકા અને નામિબિયાથી લાવવામાં આવેલા ત્રીજા ચિત્તાનું આ મૃત્યુ છે.
ઉદય પહેલા મૃત્યુ પામ્યો હતો

Join Our WhatsApp Community

અગાઉ કુનો નેશનલ પાર્કમાં ઉદય નામના ચિત્તાનું મૃત્યુ થયું હતું. તેને દક્ષિણ આફ્રિકાથી કુનો લાવવામાં આવ્યો હતો. માદા ચિત્તા શાસા મૃત્યુ પામનાર પ્રથમ હતી. શાસાનું મૃત્યુ તબિયતની ગરબડને કારણે થયું હતું.

ઉલ્લેખનીય છે કે કુનો નેશનલ પાર્કમાં નામીબિયા અને દક્ષિણ આફ્રિકાથી 20 ચિત્તા લાવવામાં આવ્યા હતા, જેમાંથી 17 હવે બાકી છે. એપ્રિલ મહિનામાં ક્વોરેન્ટાઇન નો સમયગાળો પૂરો થયા પછી, આફ્રિકન ચિત્તાઓને ખુલ્લા જંગલમાં છોડવામાં આવ્યા હતા.

18 ફેબ્રુઆરીના રોજ દક્ષિણ આફ્રિકાથી કુનો લાવવામાં આવેલા 12 ચિત્તાઓમાંથી, ત્રણ નર ચિત્તોને 17 એપ્રિલે ક્વોરેન્ટાઇન એન્ક્લોઝરમાંથી મોટા એન્ક્લોઝરમાં છોડવામાં આવ્યા હતા. અને 18 એપ્રિલ અને 19 એપ્રિલે બાકીના 9 ચિતાઓને પણ કુનોના મોટા ઘેરામાં છોડવામાં આવ્યા હતા.

આ સમાચાર પણ વાંચો : શું તમારી પાસે છે આ 4-વ્હીલર, તો થઈ જાવ સાવધાન! 2027 સુધીમાં તેના પર લાગી શકે છે પ્રતિબંધ! જાણો શું છે કારણ…

Snowfall: પહાડો પર છવાઈ સફેદ ચાદર! હેમકુંડ સ્થિત લક્ષ્મણ મંદિર નો 1 ફૂટ બરફથી થયો શણગાર, જુઓ શાનદાર નજારો
Weather Alert: આજે ફરી બગડશે હવામાન, ભારે વરસાદ અને તેજ પવનોની આશંકા વચ્ચે આ વિસ્તારોમાં જારી કરાયું એલર્ટ
Pune heavy rain: પુણેમાં ભારે વરસાદ, શાળાઓ બંધ, ખડકવાસલા ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું
Monsoon: ગુજરાતમાં મેઘરાજાની વરાળ, ડેમ રહે ભરાયા
Exit mobile version