Site icon

Flower Species in India: સાવધાન!! દેશમાં ફૂલની આટલી પ્રજાતિ નામશેષ થઈ જવાની અણી પર.. જાણો વિગતે અહીં…

Caution!! 37% of flower species in the country are on the verge of extinction..

Caution!! 37% of flower species in the country are on the verge of extinction..

News Continuous Bureau | Mumbai 

Flower Species in India: દેશમાં (India) પેદા થતાં ફૂલો (Flowers) ની પ્રજાતિઓ માટે કમોસમી વરસાદ અને જંગલોની આગની સાથોસાથ દુષ્કાળની સ્થિતિ મોટો ખતરો ઊભો કરી રહ્યા છે. જીબી પંત રાષ્ટ્રીય હિમાલય(Himalaya) પર્યાવરણ સંસ્થાનની સિક્કિમ (Sikkim) શાખાના એક અભ્યાસમાં આવા ચિંતાજનક પરિણામો સામે આવ્યા છે. 20 વર્ષથી કરવામાં આવેલા અભ્યાસ બાદ વૈજ્ઞાનિકોનું કહેવું છે કે જો પરિસ્થિતિ આવી જ રહેશે તો આગામી 27 વર્ષમાં દેશમાંથી ફૂલોની 37 ટકા પ્રજાતિઓ નષ્ટ થઈ જશે.

નોંધનીય છે કે ભારતમાં ફૂલોની 17,500થી વધારે પ્રજાતિઓ જોવા મળે છે. વિશ્વ સાથે સરખામણી કરીએ તો તે વિશ્વમાં જ્ઞાત કુલ પ્રજાતિઓમાંથી સાત ટકા હિસ્સો ધરાવે છે. જીબી પંત રાષ્ટ્રીય હિમાલય પર્યાવરણ સંસ્થાની સિક્કિમ શાખાના વૈજ્ઞાનિકોએ સમગ્ર દેશમાં જોવા મળતાં ફૂલોની સ્થિતિને લઈને શોધ આધારિત અભ્યાસ કર્યો છે. તેમણે વર્ષ 2000 થી 2020 દરમિયાન દેશભરમાં ફરીને ફૂલોને લઈને તમામ જાણકારી મેળવી હતી. આ ફૂલો પર હવામાનના કારણે આવતી અસરોની પણ જાણકારી મેળવવામાં આવી હતી.

આ સમાચાર પણ વાંચો : Israel vs Hamas war: રશિયામાં પેલેસ્ટિની સમર્થકોએ એરપોર્ટ પર જમાવ્યો કબજો…. ઈઝરાયલીઓ પર હુમલો થતાં એરપોર્ટ બંધ.. જાણો શું છેે આ મામલો..

હિમાલયન ટ્રમ્પેટ ફૂલોને વધુ નુકસાન થયું છે….

અભ્યાસમાં વૈજ્ઞાનિકોને જાણકારી મળી હતી કે ક્લાઇમેટ ચેન્જ, કમોસમી વરસાદ, જંગલોમાં વધી રહેલા આગના બનાવો અને દુષ્કાળની સ્થિતિથી દેશમાં ફૂલોની પ્રજાતિઓને ભારે નુકસાન થઈ રહ્યું છે. તેમના બીજ સારી રીતે અંકુરિત થતા નથી. ફૂલના છોડના પુનઃસર્જન તથા તેમની આંતરિક ક્રિયાઓમાં પણ કમી જોવા મળી હતી.

સંશોધન અનુસાર પારંપારિક ચિકિત્સામાં જેનો વ્યાપક ઉપયોગ કરવામાં આવે છે તે હિમાલયન ટ્રમ્પેટ ફૂલોને વધુ નુકસાન થયું છે. તેના પર હવામાનમાં બદલાવની ભારે પ્રતિકૂળ અસર થઈ છે અને આ ફૂલને પણ ખતરાની શ્રેણીમાં રાખવામાં આવ્યું છે. ક્લાઇમેટ ચેન્જથી ફૂલોમાં આવેલા બદલાવના અભ્યાસમાં જાણકારી મળે છે કે હવામાન બદલવાથી ફૂલોના બીજના અંકુરિત થવામાં મુશ્કેલીઓ આવી રહી છે.

અભ્યાસમાં એવું પણ જાણવા મળ્યું હતું કે ભારતના ભૌગોલિક ક્ષેત્રના 25.47 ટકા હિસ્સો ફૂલોની પ્રજાતિઓને વિકસવા માટે ઉપયુક્ત માનવામાં આવે છે. વૈજ્ઞાનિકોનું અનુમાન છે કે આગામી સમયમાં આ ક્ષેત્રમાં કમી આવી શકે છે. 2050 સુધીમાં 10થી 17 ટકા સુધીનો, 2070 સુધીમાં 20 ટકા ઘટાડો થઈ શકે છે.

Exit mobile version