News Continuous Bureau | Mumbai
મગર (crocodile) ને દુનિયાના સૌથી ખૂંખાર પ્રાણીઓમાંના (wild animal) એક માનવામાં આવે છે. જે ખુબ જ શક્તિશાળી હોય છે અને જાત જાતના પ્રાણીઓથી લઇને માણસોનો શિકાર કરે છે. આ જ કારણ છે કે સૌ કોઈ તેની નજીક જવાથી ડરે છે. મગરની ખાસિયત એ છે કે તે પાણીમાં અને જમીન જગ્યા પર આરામથી રહી શકે છે. જોકે પાણીની અંદર તો તે બેહદ ખતરનાક હોય છે. એટલે જ તેમને પાણીના દાનવ કહેવાય છે.
The use of drones for wild photografer should be stopped from interfering in the field of wildlife ?@susantananda3 pic.twitter.com/mZ9zC48W6x
— Santosh Sagar (@santoshsaagr) October 1, 2022
દરમિયાન સોશિયલ મીડિયા (social media) પર આવો જ એક વીડિયો વાયરલ (Viral video) થઇ રહ્યો છે જેને જોઇને તમે પણ હેરાન થઇ જશો અને હસવું પણ આવી જશે. આ વીડિયોમાં હવામાં ઉડતા એક ડ્રોનને મગર પોતાનો શિકાર સમજી બેસે છે અને તેને પકડવા માટે મોટી છલાંગ લગાવે છે. વીડિયોમાં તમે જોઇ શકાય છે કે મગરે પાણીની બહાર માથું નીકાળ્યું છે અને તેની ઉપર એક ડ્રોન ઉડી રહ્યું છે. ડ્રોનને જોઇને મગરના મોમાં પાણી આવી જાય છે. કારણ કે તેને એવું લાગે છે કે ઉપર કોઇ ખાવાની ચીજ છે. એવામાં ડ્રોનને પકડવા માટે તે એકદમ વીજળીની ઝડપે છલાંગ લગાવે છે. જો કે તે ડ્રોનના પકડી શકતો નથી. એવામાં નીચે આવતા જ તે પાણીની અંદર ડૂબકી મારે છે.
આ સમાચાર પણ વાંચો: મોટી કાર્યવાહી. રિઝર્વ બેંકે આ બેંક પર લગાવી દીધું તાળું, જાણો હવે ગ્રાહકોના પૈસાનું શું થશે?