Site icon News Continuous Bureau | Mumbai

પુડુચેરીના મનાકુલા વિનાયગર મંદિરની ‘દિવ્ય’ હાથીણીનું મૃત્યુ; હજારો લોકો અંતિમ સંસ્કારમાં જોડાયા.

મૃત્યુનું કારણ કાર્ડિયાક અરેસ્ટ હોવાની આશંકા છે, પરંતુ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ ચિત્ર સ્પષ્ટ થશે.

Out for morning walk, Puducherry temple elephant collapses and dies

Puducherry temple elephant collapses and dies

News Continuous Bureau | Mumbai

લક્ષ્મી (Elephant) જ્યારે માત્ર દસ વર્ષની હતી ત્યારે પુડુચેરીના પ્રખ્યાત મનાકુલા વિનાયગર મંદિરમાં આવી હતી. ત્યારથી, 33 વર્ષીય હાથણી (died) ની મંદિરમાં આકર્ષક હાજરી છે. બુધવારે, લક્ષ્મી તેના બે મહાવત સાથે મંદિરની બહાર મોર્નિંગ વોક (morning walk)  માટે ગઈ હતી. અડધા રસ્તે તે સ્થિર થઇ ગઇ અને પછી જમીન પર ગબડી પડી. થોડી જ વારમાં તેનું ઘટનાસ્થળે મૃત્યુ થયું.

Join Our WhatsApp Channel

આ સમાચાર વાયુવેગે ફેલાઈ ગયા. હજારો લોકો મંદિર (Temple) પાસે પહોંચ્યા અને હાથની ના દર્શન કર્યા. સરકારી નિયમ મુજબ હાથણી (elephant) નું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે. ક્રેન થી હાથણીને ઊંચકવા માં આવી અને જે રીતે મનુષ્યના અંતિમ સંસ્કાર (Last rights) થાય તે રીતે તેના અંતિમ સંસ્કાર માટે તૈયારીઓ કરવામાં આવી. એક રથ બનાવવામાં આવ્યો. તેમજ ઢોલ નગારા સાથે તેના અંતિમ સંસ્કાર કારવામાં આવ્યા. આ અંતિમ સંસ્કારમાં હજારો લોકો સામેલ થયા અને અનેક લોકો રડી રહ્યા હતા.

આ સમાચાર પણ વાંચો: ગુજરાતમાં પ્રથમ તબક્કાની 89 બેઠક પર મતદાન શરૂ. અહીં જાણો એવી વિગત જે તમને આજના વોટીંગ વિશે ખબર હોવી જોઈએ.

અનેક નેતાઓએ આ હાથણીની મૃત્યુ (Death)  પર શોક પ્રગટ કર્યો અને પુડુચેરીના ગવર્નરે શોક સંદેશો બહાર પાડ્યો છે.

 

Cute Elephant Video ક્યૂટનેસ ઓવરલોડેડ ફૂટબોલ સાથે મસ્તી કરતું મદનિયું, વીડિયો જોઈને હસવું રોકી નહીં શકો.
Dudhwa Tiger Rhino Encounter દૂધવા નેશનલ પાર્કમાં બાઘ અને ગેંડાનો દુર્લભ સામનો કેમેરામાં કેદ
Weather Update। દિલ્હીમાં હવામાન પલટાયું તેજ પવન અને વાદળછાયા આકાશ વચ્ચે વરસાદ શરૂ, કાળઝાળ ગરમીમાંથી મુક્તિ
Monsoon Update। હવામાન વિભાગની મોટી આગાહી અરબી સમુદ્રમાં વેધર સિસ્ટમ સક્રિય, ચોમાસાના ટાઈમિંગને લઈને મોટો વળાંક
Exit mobile version