Site icon

હનુમાન જયંતીના દિવસે યોજાઈ અનોખી પાંગત. વાનરોએ એક પંક્તિમાં બેસીને લીધું ભોજન.. જુઓ વિશ્વસનીય દ્રશ્યો ..

Western Railway installs Electric Vehicle (EV) charging facility at Vadodara Station

હવે રેલવે સ્ટેશન પર ચાર્જ કરો તમારું ઇલેક્ટ્રિક વાહન, પશ્ચિમ રેલવે દ્વારા આ સ્ટેશન પર ઉભા કરાયા ઇલેક્ટ્રિક વ્હીકલ (EV) ચાર્જિંગ સ્ટેશન..

News Continuous Bureau | Mumbai

ગઈકાલે એટલે કે ગુરુવારે દેશભરમાં હનુમાન જયંતિ ખૂબ જ ધામધૂમ અને ઉત્સાહ સાથે ઉજવવામાં આવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી માંડીને મુખ્યમંત્રી એકનાથ શિંદે અને સામાન્ય જનતાએ પણ હનુમાન જયંતિ ઉત્સવમાં ભાગ લીધો હતો, એવું જોવા મળ્યું હતું કે આ વર્ષે હનુમાન જયંતિ પર્વ લોકોત્સવ બની ગયો છે. રાજ્યના અનેક પ્રખ્યાત હનુમાન મંદિરોમાં ભક્તોની ભીડ દર્શન માટે ઉમટી પડી હતી. તો અનેક જગ્યાએ મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જો કે અકોલામાં એક જગ્યાએ મહાપ્રસાદનો લાભ લેવા વાંદરાઓની ફોજ આવી હતી. આ પ્રસાદ ભોજનના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે.

Join Our WhatsApp Community

હનુમાન જયંતિ નિમિત્તે અહીં અનોખી પાંગત યોજાઈ હતી. પણ આ પાંગત કોઈ ગામડાની નહોતી, આ પાંગત વાંદરાઓની હતી. મહારાષ્ટ્રના અકોલા જિલ્લામાં હનુમાન જયંતિ નિમિત્તે વાંદરાઓ માટે પાંગતની વ્યવસ્થા કરવામાં આવી હતી. આમાં વાંદરાઓ એક હરોળમાં બેસીને ભોજન લીધું હતું. વાંદરાઓની આ શિસ્તનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં વાંદરાઓ ખોરાક ખાતી વખતે કતારમાં બેઠેલા જોવા મળ્યા હતા. આ સાથે મંદિરના મહારાજ રામદાસ શિંદે સાથે પણ તેમનો લગાવ દેખાતો હતો. કેમેરામાં કેદ થયેલા આ દ્રશ્યની લોકો પ્રશંસા કરી રહ્યા છે.

આ સમાચાર પણ વાંચો: ભાજપે આ રાજ્યમાં ખેલ પાડ્યો… દિગ્ગજ નેતા અને પૂર્વ CMએ ધારણ કર્યો ભગવો, કોંગ્રેસ પર સાધ્યું નિશાન…

Snowfall: પહાડો પર છવાઈ સફેદ ચાદર! હેમકુંડ સ્થિત લક્ષ્મણ મંદિર નો 1 ફૂટ બરફથી થયો શણગાર, જુઓ શાનદાર નજારો
Weather Alert: આજે ફરી બગડશે હવામાન, ભારે વરસાદ અને તેજ પવનોની આશંકા વચ્ચે આ વિસ્તારોમાં જારી કરાયું એલર્ટ
Pune heavy rain: પુણેમાં ભારે વરસાદ, શાળાઓ બંધ, ખડકવાસલા ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું
Monsoon: ગુજરાતમાં મેઘરાજાની વરાળ, ડેમ રહે ભરાયા
Exit mobile version