Site icon

કુનો નેશનલ પાર્ક ફરી એક વખત ચર્ચામાં : વધુ એક ચિતાનું મોત.

મધ્યપ્રદેશના કોનો નેશનલ પાર્કમાં 20 ચેતા લાવવામાં આવ્યા હતા. જોકે, ગત મહિને એક ચિતાનું મોત થયું હતું તો આ સપ્તાહે બીજા ચિતાનું મોત થયું છે.

Cheetah Shasha Died From Namibia, Kidney Infection Had Happened Earlier

નામિબિયાથી આવેલી માદા ચિત્તાએ દુનિયાને કહ્યું અલવિદા.. આ ગંભીર બીમારીએ લીધો ભોગ..

News Continuous Bureau | Mumbai

મધ્યપ્રદેશના કોનો  નેશનલ પાર્ક તરફથી  એક સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું છે. આ નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે વધુ એક વયસ્ક ચિત્તાનું મૃત્યુ થયું છે.  દક્ષિણ આફ્રિકાથી લાવવામાં આવેલા અન્ય ચિત્તા ‘ઉદય’નું મોત નિપજ્યું છે. ચિત્તા ઉદય બિમાર હોવાથી તેની કુનો નેશનલ પાર્કમાં સારવાર કરવામાં આવી રહી હતી, પરંતુ સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હતું. 

Join Our WhatsApp Community

મૃત્યુનું કારણ પોસ્ટમોર્ટમ પછી ખબર પડશે.

જો કે ચિત્તા ઉદયનું મૃત્યુ કેવી રીતે થયું, તેનું હજુ સુધી કારણ જાણવા મળ્યું નથી. પ્રેસ નોટ અનુસાર 23મી એપ્રિલે નર ચિત્તો ઉદય બિમાર હાલતમાં જોવા મળ્યો હતો. જ્યારે તેની નજીક જવામાં આવ્યું ત્યારે ચિત્તો ઉદય માથુ નીચે નમાવીને લડખડાઈને ચાલતો હતો. એક દિવસ પહેલા તેનું મોનિટરિંગ કરાયું હતું, ત્યારે તે એકદમ સ્વસ્થ હતો. ત્યારબાદ ડોક્ટરોને ચિત્તાની સ્થિતિ વિશે જાણ કરવામાં આવી હતી. માહિતી મળતાં તબીબોની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને ચિત્તા ઉદયનું નિરીક્ષણ શરૂ કરી દીધું હતું અને તે બીમાર હોવાનું જણાઈ આવ્યું હતું.

ચિત્તા ઉદયનું સારવાર દરમિયાન મોત

પ્રેસનોટમાં વધુમાં જણાવાયું છે કે, સવારે 11 વાગ્યાની આસપાસ ચિત્તા ઉદયને બેભાન કરાયો હતો અને તેની સારવાર કરવામાં આવી હતી. ચિત્તા ઉદયને આઈસોલેશન વોર્ડમાં રાખવામાં આવ્યો હતો, પરંતુ સાંજે 4 વાગ્યાની આસપાસ તેનું મૃત્યુ થયું હતું. મૃત્યુનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.

Snowfall: પહાડો પર છવાઈ સફેદ ચાદર! હેમકુંડ સ્થિત લક્ષ્મણ મંદિર નો 1 ફૂટ બરફથી થયો શણગાર, જુઓ શાનદાર નજારો
Weather Alert: આજે ફરી બગડશે હવામાન, ભારે વરસાદ અને તેજ પવનોની આશંકા વચ્ચે આ વિસ્તારોમાં જારી કરાયું એલર્ટ
Pune heavy rain: પુણેમાં ભારે વરસાદ, શાળાઓ બંધ, ખડકવાસલા ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું
Monsoon: ગુજરાતમાં મેઘરાજાની વરાળ, ડેમ રહે ભરાયા
Exit mobile version