News Continuous Bureau | Mumbai
સોશિયલ મીડિયા (Social media) પર અનેક વિડીયો (Video) જોવા મળે છે. આમાંથી કેટલાક વિડીયો રુવાડા ઉભા કરી દે છે, જ્યારે કેટલાક આશ્ચર્યજનક છે. જ્યાં એક તરફ કેટલાક લોકો સાપને (Snake) જોઈને ધ્રુજી જાય છે, તેનું નામ લેતા જ અમુક તો ડરી જાય છે અને અમુલ લોકો સાપને પોતાનો જીવ જોખમમાં મુકીને બચાવે છે. આજે અમે તમને એવો જ એક વિડિયો બતાવવા જઈ રહ્યા છીએ, જેમાં એક માણસ કિંગ કોબ્રાને (King cobra ) બચાવવા માટે પોતાનો જીવ જોખમમાં મૂકી દે છે.
जान जोखिम में डालकर शख्स ने नाग को बचाया…#Trending #viralvideo #TrendingNow #trendingvideos pic.twitter.com/73GROeUaQ0
— Narendra Singh (@NarendraNeer007) November 12, 2022
વીડિયોમાં તે વ્યક્તિ કૂવામાં ફસાયેલા કિંગ કોબ્રાને બચાવવા માટે પોતાનો જીવ જોખમમાં મૂકતો જોવા મળે છે. તે વ્યક્તિ લાકડીની મદદથી કિંગ કોબ્રા સાપને પાણીની ઉપર ઉઠાવીને પકડવાનો પ્રયાસ કરે છે. આ દરમિયાન સાપ પણ ફૂંફાડા મારતો જોવા મળે છે. વિડીયોમાં તમે જોશો કે, ઘણી મહેનત પછી વ્યક્તિ સાપને સુરક્ષિત બહાર લાવે છે. હાલમાં આ વિડીયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. આ વિડીયો જોઈને લોકો અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે.