મહારાષ્ટ્રના ભંડારા જિલ્લાના મોહાડી તાલુકામાં બે મહિનાથી વાઘનો આતંક ફેલાયો છે. એક મહિના પહેલા વન વિભાગે વાઘને કેદ કરીને જંગલમાં છોડી દીધો હતો. પરંતુ ફરી એકવાર ધોપ વિસ્તારમાં વાઘ જોવા મળતા શહેરીજનોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે.
#વાઘ આવ્યો વાઘ.. ગામના #ખેતરમાં અચાનક આવી ગયો વાઘ, મોતને #મુઠીમાં રાખીને ભાગ્યા #લોકો.. પછી શું થયું? જુઓ આ #વીડિયોમાં.. #Maharashtra #wildlife #tiger #Bhandara #viralvideo pic.twitter.com/vq4SUtxKaB
Join Our WhatsApp Community — news continuous (@NewsContinuous) March 9, 2023
ગામમાં ખેતરમાં વાઘ આવ્યો હોવાની જાણ થતાં જ લોકોનું ટોળું ખેતરમાં ઊમટી પડ્યું હતું. વાઘને જોવા માટે નાગરિકો એકઠા થયા હતા. જોકે લોકોના હંગામાને કારણે વાઘ ડરી ગયો અને ભાગવા લાગ્યો. તેનો પીછો કરવા માટે નાગરિકો તેની પાછળ દોડવા લાગ્યા હતા. આ અંગે વન વિભાગને જાણ કરવામાં આવી હતી. વાઘને પકડવા માટે વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. તે જ સમયે એક વાઘે વન કર્મચારી પર હુમલો કર્યો. આ હુમલામાં તે ઘાયલ થયો હતો અને તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
આ સમાચાર પણ વાંચો : મુંબઈના રસ્તાનું થશે સુશોભીકરણ! શહેરની સડકો પર લગાવાશે અધધ આટલા કરોડનું સ્ટ્રીટ ફર્નિચર, જાણો શું છે પાલિકાની યોજના.