News Continuous Bureau | Mumbai
સોશિયલ મીડિયા પર જંગલમાં સિંહ – સિંહણ તથા તેના બચ્ચાના અવનવા વીડિયો સામે આવતા રહે છે, ત્યારે વધુ એક વીડિયો સામે આવ્યો છે. જેમાં જંગલમાં ભાગ્ય જોવા મળતી પળ એક વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફરે તેના કેમેરામાં કેદ કરી છે. જેમાં સિંહ પોતાના સિંહબાળ સાથે ગમ્મત કરતો જોવા મળી રહ્યો છે.
કેમ કહેવાય છે આ ક્ષણ અનોખી?
સામાન્ય રીતે સિંહબાળ પોતાની રીતે શિકાર માટે સક્ષમ ન બની જાય ત્યાં સુધી મોટેભાગે બચ્ચા સિંહણ સાથે જોવા મળે છે. પરંતુ પુખ્ત સિંહ અને સિંહબાળ ગમ્મત કરતું હોય જેને ખૂબ જ અદ્ભુત ઘટના માનવામાં આવે છે. સિંહ મોટાભાગે સિંહબાળને મારી નાખતા હોય છે. આવી ભયાનક હકીકત સિંહ પરિવારમાં સામાન્ય માનવામાં આવે છે.
આ સમાચાર પણ વાંચો: ગિટાર અને બાંસુરી ની અનોખી જુગલબંધી, મેટ્રો ટ્રેનમાં એક બે સહયાત્રીઓએ વગાડી સુંદર ધૂન.. તમે પણ સાંભળો..

