Site icon

Viral Video: આ રેસ્ટોરન્ટમાં પીરસાઈ જીવંત માછલી, ખાવા જતા માછલીએ ખોલ્યું મોઢું.. પછી શું થયું? જુઓ આ વીડિયોમાં..

Viral Video: સોશિયલ મીડિયા પર ઘણીવાર એવી અજીબોગરીબ વિડીયો જોવા મળે છે, જેને જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ જાય છે. ઘણા વિડીયો હૃદયને હચમચાવી નાખે તેવા પણ છે. આવો જ એક વીડિયો આજકાલ ચર્ચામાં છે. આ એક રેસ્ટોરન્ટ ની વાનગી સંબંધિત વિડિયો છે જેમાં ગ્રાહકને માછલીની બનેલી વાનગી પીરસવામાં આવી હતી, પરંતુ તરત જ તેણે તેની ચોપસ્ટીક પકડી માછલી ખાવા માટે તો માછલીએ તરત જ મોં ખોલ્યું.

Viral Video: Delicious or terrifying? Fish served at Japanese restaurant comes alive

Viral Video: આ રેસ્ટોરન્ટમાં પીરસાઈ જીવંત માછલી, ખાવા જતા માછલીએ ખોલ્યું મોઢું.. પછી શું થયું? જુઓ આ વીડિયોમાં..

News Continuous Bureau | Mumbai 

Viral Video: જરા વિચારો! રેસ્ટોરન્ટમાં તમે ફિશ (  Fish  ) ઓર્ડર કરી. પણ ખાતા સમયે માછલી જીવતી ( alive ) થાય તો કેવું રિએક્શન હોય. તાજેતરમાં જાપાનમાં ( Japanese restaurant ) પણ કંઈક આવો જ નજારો જોવા મળ્યો. ઈન્ટરનેટ પર આ ઘટનાક્રમનો વીડિયો પણ અપલોડ કરવામાં આવ્યો છે.

Join Our WhatsApp Community

જાપાની પરિવારે રેસ્ટોરન્ટમાં માછલીની ડિશ ( Food ) ઓર્ડર કરી. પરંતુ તેણે ખાવાની શરુ કર્યાની થોડીક ક્ષણ બાદ ત્યા ચીચીયારી મચી ગઈ. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે એક વ્યક્તિની સામે ટેબલ પર માછલીની બનેલી વાનગી રાખવામાં આવી છે. તેને સલાડથી સરસ રીતે શણગારવામાં આવી છે અને તેમાં બે માછલીઓ દેખાઈ રહી છે. જલ્દી જ તે વ્યક્તિ તેની ચોપસ્ટિક માછલી તરફ લંબાવે છે, માછલી તેનું મોં ખોલે છે અને ચોપસ્ટિકને પકડી લે છે. એક તરફ આ દ્રશ્ય ખૂબ જ ડરામણું લાગે છે તો બીજી તરફ માછલીને જોઈને દયા આવે છે. જીવંત માછલીઓને ભોજનમાં સર્વ કરવામાં આવતી જોઈને દરેકને આશ્ચર્ય થાય છે.

 

આ સમાચાર પણ વાંચો : Buck escape : જંગલી કૂતરાએ દબોચી લીધું હરણનું ગળું, બચવું મુશ્કેલ લાગતું હતું, પણ… જુઓ આ વાયરલ વિડીયો..

આ વીડિયોને 1 લાખથી વધુ વ્યૂઝ મળ્યા છે અને ઘણા લોકોએ પોતાનો અભિપ્રાય પણ આપ્યો છે. એક વ્યક્તિએ કહ્યું કે માણસે તેની બર્બરતાનો હિસાબ આપવો પડશે. જ્યારે બીજાએ કહ્યું કે આ લોકોને કંઈ પણ આપો, તેઓ ખાય છે. એક મહિલાએ તો માંસ અને માછલી ખાનારાઓને શાપ આપવાનું શરૂ કર્યું. જ્યારે એક વ્યક્તિએ કહ્યું કે ચીન અને જાપાની લોકો માટે આ વસ્તુઓ કંઈ નવી નથી. હોટેલના સ્ટાફે જીવંત માછલી કેવી રીતે પીરસી તે અંગે સૌએ આશ્ચર્ય વ્યક્ત કર્યું.

Snowfall: પહાડો પર છવાઈ સફેદ ચાદર! હેમકુંડ સ્થિત લક્ષ્મણ મંદિર નો 1 ફૂટ બરફથી થયો શણગાર, જુઓ શાનદાર નજારો
Weather Alert: આજે ફરી બગડશે હવામાન, ભારે વરસાદ અને તેજ પવનોની આશંકા વચ્ચે આ વિસ્તારોમાં જારી કરાયું એલર્ટ
Pune heavy rain: પુણેમાં ભારે વરસાદ, શાળાઓ બંધ, ખડકવાસલા ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું
Monsoon: ગુજરાતમાં મેઘરાજાની વરાળ, ડેમ રહે ભરાયા
Exit mobile version