Site icon

સિંહણ સાથે સેલ્ફી લઈ રહી હતી છોકરી, ત્યારે જ થયું કંઈક એવું કે નીકળી ગઇ ચીસ.. જુઓ વાયરલ વિડીયો

 News Continuous Bureau | Mumbai

આજની યંગ જનરેશનમાં (young generation) સેલ્ફી (Selfie) નો ભારે ક્રેઝ છે પણ કેટલીકવાર આ શોખને કારણે તેમના જીવ જોખમમાં મુકાય જતા હોય છે. ભૂતકાળમાં સોશિયલ મીડિયા (Social media) પર સેલ્ફીના ચક્કરમાં જીવ ગુમાવતા અનેક લોકોના વીડિયો વાયરલ થયા છે. હાલમાં આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક યુવતી પ્રાણી સંગ્રહાલયમાં (zoo) પ્રાણીઓ સાથે સેલ્ફી પડાવતી વખતે જોખમમાં મુકાય જાય છે. 

Join Our WhatsApp Community




સોશિયલ મીડિયા પર વાયરલ આ વીડિયોમાં જોઈ શકાય છે કે એક સિંહણ (lioness) અને રીંછ (Bear) પિંજરામાં કેદ છે. દરમિયાન કેટલાક કર્મચારીઓ પ્રાણીની સંભાળ રાખી રહ્યા છે. તેવામાં આ યુવતી સિંહણ સાથે પિંજરા બહારથી સેલ્ફી લેવા જાય છે. ત્યારે જ રીંછ પોતાનો પંજો પિંજરા બહાર કાઢીને તે યુવતીની ટીશર્ટને પકડે છે. આ જોઈ યુવતીના હાલ બેહાલ થઈ જાય છે પણ થોડીવારમાં તે ત્યાંથી છૂટી જતા તે રાહતનો શ્વાસ લે છે. આ વીડિયોને હજારો વ્યૂઝ મળ્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને શેર કરવાની સાથે તેના પર પોતાની પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે.

આ સમાચાર પણ વાંચો: ચેતી જજો.. WhatsApp પર ભૂલથી પણ ના મોકલશો આવા 5 મેસેજ, નહીં તો થવું પડશે જેલ ભેગા 

Pune heavy rain: પુણેમાં ભારે વરસાદ, શાળાઓ બંધ, ખડકવાસલા ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું
Monsoon: ગુજરાતમાં મેઘરાજાની વરાળ, ડેમ રહે ભરાયા
Climate Change: શું ભરાતમાં ઇન્દ્રધનુશ કદી નહીં દેખાય. વૈજ્ઞાનિકોની આ ચેતવણી ગંભીર છે
હવે પૃથ્વી પર ૪ નહીં પણ ૬ ઋતુઓ? વૈજ્ઞાનિકોનો ચોંકાવનારો દાવો, જાણો નવી બે ઋતુના નામ
Exit mobile version